Independence Day: લાલકિલ્લા પરથી તિરંગો ફરકાવવામાં અવ્વલ કોણ?
સ્વતંત્રતા દિવસ 2025ના અવસરે નરેન્દ્ર મોદી લાલકિલ્લા પરથી દેશને સંબોધિત કરશે
ભારતમાં સ્વતંત્રતા દિવસ એક ઔપચારિક દિવસ નથી, પરંતુ આ દિવસ બલિદાન, સંઘર્ષ અને એકતાનું પ્રતીક છે. આ દિવસે ભારતને આઝાદ બનાવ્યો હતો. પંદરમી ઓગસ્ટ 1947માં ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ મળી હતી.
આજના દિવસનું સન્માન કરવાની જવાબદારી દેશના નાગરિકની ફરજ છે. આ વખતનો આઝાદીનો દિવસ પણ ખાસ છે, કારણ કે વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી બારમી વખત તિરંગો ફરકાવશે અને દેશને સંબોધિત કરશે. હજુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધી અને પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુથી પણ પાછળ છે.

મનમોહન સિંહનો રેકોર્ડ તૂટ્યો
બારમી વખત વડા પ્રધાનપદેથી નરેન્દ્ર મોદી તિરંગો ફરકાવશે, ત્યારે દેશવાસીઓની સાથે પડોશી રાષ્ટ્રને મજબૂત મેસેજ આપશે.સરકારના એજન્ડા સાથે રિપોર્ટ કાર્ડ પણ રજૂ કરી શકે છે. એના સિવાય જરુરી નીતિઓ અને કાર્યક્રમને જાહેર કરી શકે છે. એના સિવાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે વાત કરશે. આ અગાઉ ગયા વર્ષે નરેન્દ્ર મોદીએ તત્કાલીન વડા પ્રધાન ડો. મનમોહન સિંહને પાછળ રાખીને લાલકિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો, જ્યારે આ વખતે વધુ એક વર્ષનો ઉમેરો કર્યો છે.
પહેલા ક્રમે જવાહરલાલ નહેરુ
આ મુદ્દે પંડિત જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધી પછી ત્રીજા નંબરે પહોંચી ગયા છે. લાલકિલ્લા પરથી સૌથી વધુ તિરંગો ફરકાવનારા વડા પ્રધાનની યાદીમાં પહેલું નામ જવાહરલાલ નહેરુનું છે, જેમને 17 વખત તિરંગો ફરકાવ્યો હતો, જ્યારે બીજા ક્રમે ગાંધી પરિવારની દીકરી ઈન્દિરા ગાંધીનો ક્રમ આવે છે, જેમને 16 વખત તિરંગો લહેરાવ્યો હતો.
પાંચમાં નંબરે વાજપેયી હતા
અગાઉ યુપીએની સરકારના શાસનમાં પૂર્વ પીએમ મનમોહન સિંહે ચોથા ક્રમે છે, જેમને દસ વખત લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવીને દેશને સંબોધ્યો હતો.પાંચમા ક્રમે અટલ બિહારી વાજપેયી, છઠ્ઠા ક્રમે પીવી નરસિંહા રાવ અને રાજીવ ગાંધી છે, જેમને તિરંગો લહેરાવવાની સાથે ભાષણ પણ આપ્યું હતું.
