દોસ્તો સાથે પાંચ રાજ્યના ઓફબીટ ડેસ્ટિનેશન પર ફરી શકો
ઓગસ્ટ મહિનામાં દોસ્તોની સાથે ફરવાની તક મળે તો ફરી લેવું જોઈએ. આમ દર વર્ષે ઓગસ્ટનો પહેલો રવિવાર દુનિયા આખી ફ્રેન્ડશિપ ડે પણ ઉજવે છે, તેથી ફ્રેન્ડશિપ ડેના દિવસે ના ફરી શકો તો આખા મહિનામાં પણ તમે ફરી શકો છો. હવે તમે જો ફરવાનું પણ વિચારતા હો તો ચાલો એક સે બઢકર એક લોકેશનની વાત કરીએ. વિદેશની સાથે ભારતમાં પણ ફરવાના એકથી એક ચઢિયાતા સ્થળો છે, જ્યાં ફરીને તમે રિયલમાં મોજ કરી શકો છો તો ચાલો ભારતના એવા લોકપ્રિય લોકેશનની લટાર મારીએ.

હિમાચલ પ્રદેશ તોશ
હિમાચલ પ્રદેશમાં આમ તો શિમલા, મનાલી, ધર્મશાલા જવાનું વિશેષ ચલણ છે, પરંતુ ઈન્ટિરિયરમાં ફરવા રસ ધરાવતા હો તો તમે કસોલ પાસે આવેલું પાર્વતી ઘાટીનું એક નાનું ગામ છે તોશ. તોશની ફરતે હરિયાળી છે, જ્યારે અવિરત વહેતા ઝરણા અને શાંતિનો માહોલ તમને વિશેષ પસંદ પડી શકે છે. દરિયાની સપાટી પરથી તોશ ગામ 2,400 મીટરની ઊંચાઈ પર આવેલું છે, જે કુલ્લુમનાલીથી લગભગ પચાસ કિલોમીટર આવેલું છે. દિલ્હી, કોલકાતા અને બેંગલુરુથી ફ્લાઈટ મળી શકે છે. બાય ટ્રેન ટ્રાવેલ કરવા ઈચ્છો તો દિલ્હી-ચંદીગઢથી નજીકના રેલવે સ્ટેશન જોગિંદર નગર સ્ટેશન પર ઉતરી શકો છો. જોગિંદર નગરથી સંકરી ગેજ ટ્રેન મળી શકે છે, જ્યારે બાય રોડ મણિકરણ સુધી ટેક્સ યા બસ મારફત પણ જઈ શકો છો. મણિકરણથી બારશૈની અને ત્યાંથી તોશ સુધી ટ્રેકિંગ કરીને પણ જઈ શકો છો.

ઉત્તરાખંડ ચોપટા
ચોપતા ઉત્તરાખંડનું હિલ સ્ટેશન છે, જે મિનિ સ્વિટરર્ઝેન્ડ તરીકે પણ ઓળખાય છે. ઓગસ્ટમાં હળવો વરસાદ પણ થાય છે. તુંગનાથ અને ચંદ્રશિલા ટ્રેક પર દોસ્તો સાથે ટ્રેકિંગ કરી શકતા હોય તો જવાની બેસ્ટ મોસમ છે. કુદરતના ખોળામાં વસેલું ચોપટા દરિયાની સપાટીથી 2,6800 મીટરની ઊંચાઈ વસેલું છે, જ્યાંની આસપાસના પહાડો તો ટ્રેકર્સ માટે જન્નત કહેવાય છે. ચોપતા દહેરાદૂનથી 200 કિલોમીટર દૂર આવેલું છે, જ્યારે નજીકનું રેલવે સ્ટેશન ઋષિકેશ અને હરિદ્વાર છે, જે કૂલ 225 કિલોમીટર દૂર છે. દિલ્હીથી બાય રોડની કનેક્ટિવિટી પણ બેસ્ટ છે. ટેક્સી યા બસથી ઉખીમઠ સુધી ચોપટા જઈ શકાય છે.

આસામનું દિબ્રુ-સૈખોવા પાર્ક
આસામનું નેશનલ પાર્ક દિબ્રુ-સૈખોવા નેશનલ પાર્ક તિનસુકિયા અને દિબ્રુગઢ જિલ્લામાં બ્રહ્મપુત્રા નદીના દક્ષિણ કિનારા પર વસેલું નેશનલ પાર્ક છે. 340 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો પાર્ક કુદરતી સૌંદર્ય ભરપુર છે, જ્યાંના દુર્લભ વન્યજીવોને કાણે દુનિયાભરમાં જાણીતું છે. દુનિયામાં 19 જૈવ વિવિધતા માટે એક હોટસ્પોટ છે. દિબ્રુગઢ એરપોર્ટથી લગભગ 40 કિલોમીટર દૂર છે. દિબ્રુગઢ એરપોર્ટ (મોહનબારી)થી દિલ્હી, કોલકાતાની ડાયરેક્ટ ફ્લાઈટની પણ કનેક્ટિવિટી છે. નજીકનું રેલવે સ્ટેશન તિનસુકિયા 12 કિલોમીટર છે.

કેરળનું વાગોમાન હિલ સ્ટેશન
વાગોમન કેરળનું એક શાનદાર હિલ સ્ટેશન છે. ચાના બગીચા અને ઝરણાઓ માટે જાણીતું છે. ઓગસ્ટમાં એકદમ લીલાછમ ખેતરો જોવા મળે છે. પેરાગ્લાઈડિંગ, ટ્રેકિંગ અને પિકનિક માટેનું જાણીતું વાગોમન હિલ સ્ટેશન લોકો માટે ઓફબીટ ડેસ્ટિનેશન હોવાનું મનાય છે. કોચીથી બસ યા ટેક્સી મારફત પહોંચી શકો છો. કોચીન એરપોર્ટથી 94 કિલોમીટરના અંતરે આવેલું છે, જ્યારે નજીકનું રેલવે સ્ટેશન કોટ્ટયમ છે, જે 64 કિલોમીટરના અંતરે છે.

જમ્પુઈ, ત્રિપુરા
જમ્પુઈ હિલ્સ એ ત્રિપુરાના ઉત્તરી ત્રિપુરા જિલ્લામાં મિજો પહાડિયોનો હિસ્સો છે, જે ઈન્ટરનલ હિલ્સ ઓફ સ્પ્રિંગના નામથી જાણીતો છે. આ દરિયાઈ સપાટીથી 1,000 મીટરની ઊંચાઈ પર આવેલું છે. મિઝોરમની સરહદ નજીકનું જમ્પુઈ હિલ સૂર્યાસ્ત અને સૂર્યોદયના દૃશ્યોને જોવાનો પણ એક લહાવો છે. મિઝો સંસ્કૃતિ પ્રવાસીઓને આકર્ષે છે. ત્રિપુરાની જમ્પુઈ પહોંચવા માટે અગરતલાનું વિક્રમ એરપોર્ટ નજીક છે, જ્યારે જમ્પુઈ હિલ્સથી 200 કિલોમીટરના અંતરે આવેલું છે. અગરતલા માટે દિલ્હી, કોલકાતા, ગુવાહાટી યા બેંગલુરુથી ફ્લાઈટ મળી રહે છે. નજીકના રેલવે સ્ટેશન ધરમનગર (70 કિલોમીટર), પેનચાર્થલ (55 કિલોમીટર) અને કુમારઘાટ (50 કિલોમીટર) છે, જ્યારે અહીંથી ટેક્સી લઈને જમ્પુઈ પહોંચી શકાય છે.
