એફબીઆઈ ડાયરેક્ટર કાશ પટેલની ગર્લફ્રેન્ડ વિવાદમાં: મોસાદ માટે જાસૂસીના આરોપો
એફબીઆઈના ડાયરેક્ટર કાશ પટેલની અમેરિકામાં બોલબાલા છે. મૂળ ભારતીય અમેરિકન કાશ પટેલ ચર્ચામાં રહે છે, તેમાંય કાશ પટેલ નહીં પણ તેની ગર્લફ્રેન્ડ અત્યારે લાઈમલાઈટમાં છે. અમેરિકન ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના ડાયરેક્ટર કાશ પટેલની ગર્લફ્રેન્ડ એલેક્સિસ વિલ્કિંસ પર મોસાદ માટે જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકન રુઢિવાદી મીડિયાએ કાશ પટેલને હનીપોટિંગનો આરોપ પણ મૂક્યો છે. 2022માં કાશ પટેલ અને વિલ્કિંસ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા, જ્યારે વિલ્કિંસ કાશ પટેલથી 19 વર્ષ નાની છે.

આ આરોપો પર વિલ્કિંસે પણ પોતે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે તેના પર લગાવવામાં આવેલા આરોપો સાચા નથી અને કાશ પટેલને ઉતારી પાડવા માટે આ પ્રકારના આરોપો મૂકવામાં આવ્યા છે. હવે એ પણ થાય કે આ વિલ્કિંસ કોણ છે તો 26 વર્ષની વિલ્કિંસ અમેરિકન સિંગર છે, જેને થોડા દિવસ માટે PragerU નામની કંપની સાથે કામ કર્યું હતું. એના પર હવે એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે કંપનીની સીઈઓ ઈઝરાયલની ગુપ્તચર એજન્સી માટે કામ કરે છે. વિલ્કિંસના કહેવાથી કાશ તેમના સંપર્કમાં આવ્યો હતો તેમ જ તેમની મુલાકાત કરાવનાર બીજો દોસ્ત હતો.
બીજો એક આરોપ એ પણ છે કે વિલ્કિંસ અનેક જગ્યાએ યહૂદી અને તેમના સંબંધિત ગીતના રેકોર્ડ પણ કરી ચૂકી છે. યહુદીઓ પ્રત્યે પ્રેમના કારણે ઈઝરાયલ સાથે કનેક્શન જોડવામાં આવે છે. આ મુદ્દે ન્યૂ યોર્ક પોસ્ટે કહ્યું છે કે વિલ્કિંસે આ બધા આરોપોને પણ ફગાવ્યા છે. વિલ્કિંસનો જન્મ બોસ્ટનમાં થયેલો છે, જ્યારે 2005માં તેનું પહેલું ગીત ગાયું હતું. અમુક વર્ષો સુધી તો વિલ્કિંસ રિપબ્લિકન પ્રતિનિધિ અબ્રાહમ હમાદે માટે પ્રેસ સેક્રેટરી તરીકે કામ કર્યું હતું. વિલ્કિંસ સિંગિગ સિવાય લેખન ક્ષેત્રમાં પણ પોતાની ઓળખ બનાવી છે. બિટવિન ધ હેડલાઈન્સ નામનું એક પોડકાસ્ટને પણ હોસ્ટ કરે છે, જેમાં કાશ પટેલે જે દિવસે એફબીઆઈના ડાયરેક્ટર તરીકે શપથ લીધી ત્યારે વિલ્કિંસ પણ લાઈમલાઈટમાં રહી હતી.
વિલ્કિંસે અગાઉ કાશ પટેલ માટે કહ્યું હતું કે 2022માં કાશ પટેલને મળી હતી. તે એક ઈમાનદાર અધિકારી છે. મને એ ગમે છે અને અમારી વચ્ચે ઉંમરનો પણ કોઈ મુદ્દો નથી. અમારા બંનેમાં એક વાત કોમન છે અમે બંને દેશભક્ત છીએ અને લોકો શું કહે અમને એના સાથે કોઈ નિસબત નથી. કાશ પટેલ અદ્બભૂત વ્યક્તિ છે.
