દીકરા ભરતે રાજા દશરથના અંતિમસંસ્કાર માટે પસંદ કર્યું એવું સ્થળ, જ્યાં ક્યારેય કોઈ અંતિમવિધિ થઈ ના હોય
રામાયણના દરેક પાત્રો વ્યક્તિગત જીવનમાં ઉપદેશ સમાન છે. ચાહે રાજા દશરથ, દીકરા રામ લક્ષ્મણ, સીતામાતા હોય કે ભક્ત હનુમાન. દરેક પાત્રો અને લોકેશનનું પણ વિશેષ મહત્ત્વ છે. કૈકેયીને વચન આપવામાં કુળનો નાશ કરવામાં નિમિત્ત બનેલા રાજા દશરથ દીકરા રામના વલોપાતમાં મોતને ભેટે છે પણ એ ઈતિહાસ સૌને યાદ છે. દીકરા રામ સાથે લક્ષ્મણ અને જાનકી વનવાસ યા પછી તેમના વિના રહેવાનું રાજા દશરથ માટે વસમું બને છે. દીકરા ભરતને પણ રાજપાઠ આપવા છતાં સિંહાસન પર બેસતા નથી. વનવાસ પછી દીકરા રામના વલોપાતમાં રાજા દશરથનું નિઘન થાય છે, પણ એ પિતાનું સમાધિસ્થળ દીકરો ભરત એવી જગ્યાએ બનાવે છે, જ્યાં ક્યારેય કોઈ અંતિમસંસ્કાર થયા નહોતા.

હાલમાં રાજા દશરથના અંતિમસંસ્કાર થયા એ સ્થળ અયોધ્યા-આઝમગઢના પુરા બજાર વિસ્તારમાં આવેલું છે. આ સ્થળનું અંતર અયોધ્યાથી લગભગ 12 કિલોમીટર દૂર છે. પ્રાચીન ગ્રંથો અનુસાર આ સ્થળનું નામ બિલવાહી ઘાટ છે. મુખ્ય હાઈવેથી લગભગ દોઢ કિલોમીટર અંદર અને ઉત્તર દિશામાં આ સ્થળ ગીચ વસ્તીમાં આવેલું છે. મંદિર પછી માઝા વિસ્તારની શરુઆત થાય છે. નદીનું પાણી વધીને જે રેતાળ વિસ્તાર સુધી પહોંચી છે તેને માઝા ક્ષેત્ર કહેવાય છે. સરયૂ નદી નજીક આ વિસ્તાર આવેલો છે. આ સ્થળની પણ આજે પૂજા કરવામાં આવે છે. અહીંના સ્થળની દેખરેખ રાખનારા પૂજારીનું કહેવું છે કે અહીં સ્મારક જે આવેલું છે ત્યાં રાજા દશરથનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો અને મુખાગ્નિ આપવામાં આવી હતી. સરયૂ નદીના મુખ્ય પ્રવાહ મંદિરની બાજુમાંથી પસાર થાય છે. સમયાંતરે તેનો પ્રવાહ સહેજ ઉત્તર દિશામાં વહેવા લાગ્યો હતો, પરંતુ ચોમાસાના દિવસોમાં મંદિરની નજીકથી સરયૂ નદી વહેતી રહે છે.
અહીં નીચે સ્મારક છે પણ ઉપર ભગવાન રામ, લક્ષ્મણ અને ભરત દ્વારા પિંડદાન કરવામાં આવ્યું હતું એ પણ પ્રતિકાત્મક છે. પિતાના મૃત્યુ બાદ રામ લક્ષ્મણ અને સીતાજી વનવાસ વીતાવી રહ્યા હતા ત્યારે ભરત અને શત્રુઘ્ન તેમના મોસાળમાં હતા. પિતાના નિધનના સમાચાર સાંભળીને આવ્યા હતા. ઋષિ મુનીઓની સાથે પ્રધાનો સાથે મંત્રણા કરીને રાજા દશરથના પિતાજીના અંતિમસંસ્કાર માટે એવા સ્થળની પસંદગી કરવા કહ્યું જે ભૂતકાળમાં ક્યારેય એ સ્થળે કર્યાં ના હોય.
એવું કહેવાય છે કે રાજા દશરથના અવસાન પછી એ જગ્યા શોધવામાં થોડો સમય લાગ્યો, પણ ત્યાં સુધી રાજા દશરથના પાર્થિવ દેહને સુરક્ષિત રાખ્યો હતો. બીજી બાજુ પ્રધાનોએ અયોધ્યાની નજીક એ જગ્યા શોધી કાઢી જ્યાં ક્યારેય કોઈની અંતિમવિધિ કરવામાં આવી નહોતી. અલબત્ત, ભૂતકાળમાં જ્યાં રાજા દશરથના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા એ સ્થળ આજે પણ છે.
રઘુકુળના કુંવર એવા રાજા રામે 14 વર્ષના વનવાસ પછી લંકાપતિ પર વિજય મેળવીને અયોધ્યા પાછા ફર્યા ત્યારે પિતાજીના જ્યાં અંતિમસંસ્કાર સ્થળે પહોંચ્યા હતા અને વૈદિક-વિધિ વિધાન અનુસાર જરુરી અનુષ્ઠાનો પણ કર્યાં હતા.
સમાધીસ્થળ નજીકના મંદિરમાં શનિ દેવનું મંદિર આવેલું છે. મંદિરના પરિસરમાં નાની ધર્મશાળા પણ બનાવી છે, જ્યારે અહીં વિવિધ માંગલિક આયોજનો પણ કરવામા આવે છે. ઉપરાંત, મંદિરની દીવાલોમાં રામચરિતમાનસ અને રામાયણની સાથે વિવિધ દેવી-દેવતાઓની ચાલીસાની તક્તિઓ લગાવી છે, જ્યારે તક્તિઓમાં સમગ્ર રઘુકુળની વંશાવલી જોવા મળે છે. આ વંશાવલી બ્રહ્યાથી શરુ થયા છે અને રામ સાથે સમાપ્ત થાય છે. હાલમાં અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અયોધ્યા લાઈમલાઈટમાં છે, પરંતુ આ વિસરાઈ ગયેલા વારસાને સરકારે ફરી સંજીવન કર્યો છે એ હકીકત છે. જો સમય મળે તો ચોક્કસ આ સ્થળની મુલાકાત લઈ શકો છો.
