December 20, 2025
મનોરંજન

ક્યા બાત હૈઃ ‘શોલે’ની રિલીઝના 50 વર્ષે આ વાત ખબર નહીં હોય, જાણો રિયલ સ્ટોરી

Spread the love

‘ડ્રીમગર્લ’ની પહેલી પસંદ ‘હીમેન’ કઈ રીતે બન્યા, જાણો શોલે ફિલ્મનો કિસ્સો

બોલીવૂડમાં અત્યારે એવા કપલ છે, જે 70-80ના દાયકામાં સ્ટાર અભિનેતા-અભિનેત્રી કહેવાતા. આજના દિવસે તેમના ઘરે દીકરા-દીકરી અભિનેતા બની ગયા છે. વાત કરીએ ડ્રીમ ગર્લ હેમા માલિની અને ધર્મેન્દ્રની અફેર પહેલાના કિસ્સાની. ‘શોલે’ ફિલ્મ પહેલા ધર્મેન્દ્ર હેમા માલિનીની પસંદ કરવા લાગ્યા હતા અને શક્ય એટલા તેની નજીક રહેવા માટે કોઈના કોઈ બહાનુ શોધી લેતા હતા.
આ ફિલ્મની રિલીઝ આજે પચાસ વર્ષ પૂરા થઈ રહ્યા છે, પરંતુ આ ફિલ્મે એક નહીં એક સાથે બે એવી જોડીને ભેટ આપશે એની કોઈએ કલ્પના કરી નહોતી. શોલે ફિલ્મમાં રિયલ જોડી ધર્મેન્દ્ર અને હેમા માલિનીની હતી, જ્યારે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની જોડી હતી, જેમની રિયલ લાઈફમાં પણ લગ્ન કર્યા હતા, જેમાં જૂન, 1973માં બચ્ચન અને જયાના લગ્ન થયા હતા, પરંતુ આ ફિલ્મની સ્ક્રિપ્ટ પ્રમાણે જાણે હેમા અને ધર્મેન્દ્રની જોડી મળી હતી. વાત કરીએ રસપ્રદ કિસ્સાની.

હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથે બીજા લગ્ન કરીને સૌને ચોંકાવ્યા
પંદરમી ઓગસ્ટ, 1975માં મુંબઈમાં શોલે ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મના દરેક પાત્રો અમર થઈ ગયા હતા, જેમાં જોડીએ પણ કમાલ કરી હતી. બોલીવૂડના હીમેન તરીકે ઓળખાતા ધર્મેન્દ્રથી સૌકોઈ વાકેફ છે, પરંતુ એમની બીજી પત્ની હેમા માલિનીને લોકો વિશેષ ઓળખે છે. એક અભિનેત્રી, ડાન્સર અને રાજકારણી તરીકે પણ ડ્રીમ ગર્લ હેમાએ મોટી ઓળખ બનાવી હતી. ધર્મેન્દ્ર અને હેમા માલિનીએ 1980માં લગ્ન કર્યા હતા. પણ હેમા ધર્મેન્દ્રની બીજી પત્ની હતી. ધર્મેન્દ્રના પહેલા લગ્ન પ્રકાશ કૌર સાથે થયા હતા. પહેલા લગ્નથી ચાર બાળક હતા. જોકે, ધર્મેન્દ્ર સાથે લગ્ન કરીને ઈન્ડસ્ટ્રીના લોકોને ચોંકાવ્યા હતા

શોલે ફિલ્મ છવાઈ ગઈ એની સાથે જોડી ભેટ આપી
એક જાણીતા કિસ્સાની વાત કરીએ તો ધર્મેન્દ્ર અને હેમા એક ફિલ્મ શોલે સુપરહિટ રહી હતી. 1975માં શોલે ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, સંજીવ કુમાર અને અમઝદ ખાન વગેરે મુખ્ય ભૂમિકામાં હતા. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે ધમાલ કરી હતી, જ્યારે આ ફિલ્મો આજે પણ લોકોના મનમાં ઘર કરી ગઈ છે. આ ફિલ્મ આજીવન એક જોડીની ભેટ આપી હતી, જેમાં રિયલ હીરો હેમા માલિનીની લાઈફમાં વિલન સાબિત થઈ ગયા હતા.

હેમા માલિનીના નજીક રહેવા ક્રૂને વધુ પૈસા આપતા
70ના દાયકામાં હેમા માલિનીના દિવાના મોટા ભાગના કલાકારો હતા, જેમાં સંજીવ કુમાર, જિતેન્દ્ર અને રાજ કુમારનું નામ લેવાતું હતું. આમ છતાં ધર્મેન્દ્ર આ બધામાં બાજી મારી ગયા હતા. ધર્મેન્દ્ર હેમા માલિનીને પ્રેમ કરવા લાગ્યા હતા. એટલે સુધી કે શોલે ફિલ્મના શૂટિંગ દરમિયાન હેમા માલિનીના નજીક રહેવા માટે જાણી જોઈને ધર્મેન્દ્ર શોટ પર્ફેક્ટ કરતા નહોતા. શૂટિંગ માટે પણ વિશેષ સમય લેતા, જેથી હેમા માલિની સાથે નજીક રહી શકતા હતા. ધર્મેન્દ્ર ક્રૂને પણ વધારે પૈસા આપતા હતા, જેથી ઝડપથી શૂટિંગનું પેક-અપ થાય નહીં અને એ બહાને ધર્મેન્દ્ર હેમા માલિની સાથે રહેવાની તક મળતી હતી.

શોલે ફિલ્મના સીન પર ધર્મેન્દ્રએ કાતર ચલાવી દીધી
આ ફિલ્મ સાથેનો બીજા એક અજાણ્યા કિસ્સાની વાત કરીએ તો ફિલ્મ શોલેના શૂટિંગ દરમિયાન સંજીવ કુમાર પણ હેમા માલિનીને પ્રપોઝ કરવાની કોશિશ કરી હતી. આમ છતાં ધર્મેન્દ્ર પહેલી પસંદ હતા હેમા માલિનીના. એટલે સંજીવ કુમારની કોશિશની ધર્મેન્દ્રને જાણ થયા પછી આ જ ફિલ્મમાંથી સંજીવ કુમાર અને હેમા માલિની સાથેના અનેક સીન પર કાતર ચલાવી દેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!