ક્યા બાત હૈઃ દિલીપ કુમારે હોલીવુડની ફિલ્મો ઠુકરાવી અને એનું કારણ ગજબ હતું?
બોલીવુડના અનેક કલાકારોની જિંદગી રંગીન હતી, જેમાં વ્યક્તિગત જિંદગીમાં પણ અનેક ઉતારચઢાવ વચ્ચે પણ પ્રેમ, અફેર અને છૂટાછેડા પણ જિંદગીનો ભાગ રહ્યો હતો. જૂના જમાનાના દિલીપ કુમારની વાત કરીએ. જેમના પહેલા લગ્ન 44 વર્ષે અને 22 વર્ષની યુવતી સાથે થયા હતા ત્યાર પછી ત્રણ બાળકની માતા સાથે લગ્ન કર્યાં હતા.
1966માં પહેલા અને 1881માં બીજા લગ્ન કર્યાં હતા
યસ, સાયરા બાનુ અને દિલીપકુમારે 1966માં લગ્ન કર્યા હતા, ત્યારે તેમની દિલીપ કુમારની ઉંમર 44 હતી, જ્યારે સાયરાની 22 હતી, પણ એ લગ્ન બહુ ટક્યા નહોતા પણ આજીવન સાયરાએ સાથ નિભાવ્યો. બીજા લગ્ન કર્યા પછી પણ સાથે રહેવાનું વચન આપ્યું હોવાથી બંને આજીવન સાથે પણ રહ્યા હતા. આંધ્ર પ્રદેશમાં એક ક્રિકેટ મેચ વખતે દિલીપ કુમારની મુલાકાત અસ્મા રહમાન નામની મહિલા સાથે થઈ અને એ મુલાકાત લગ્નમાં પરિણમી અને 1981માં બંનેએ નિકાહ કરી લીધા હતા. બીજા લગ્નથી સાયરાને ઝટકો લાગ્યો હતો, પણ એ દિલીપ કુમારના રહ્યા. દિલીપ કુમારના બીજા લગ્ન પણ બે જ વર્ષ ટક્યા હતા અને દિલીપ કુમાર સાથે આજીવન સાયરા રહ્યા જુલાઈ 2021માં 98 વર્ષે નિધન થયું હતું.
દિલીપ કુમારે પોતાની કારકિર્દીની શરુઆત 1944માં કરી
દિલીપ કુમારને બોલીવુડના ટ્રેજડી કિંગ તરીકે જાણીતા હતા, પરંતુ સૌથી આશ્ચર્યની વાત હતી કે તેમને હોલીવુડની ફિલ્મોમાં કામ કરવાની ઓફર મળી હતી, પરંતુ એને ફગાવી હતી. એનું કારણ જાણીને ચાહકો ચોંકી ગયા હતા. ટ્રેજડી કિંગ તરીકે ઓળખાતા દિલીપ કુમારે અનેક સુપરહીટ ફિલ્મો આપી હતી, જ્યારે તેનાથી ઈન્ડસ્ટ્રીમાં આગવું નામ મેળવ્યું હતું. તેમના અભિનયને કારણે અન્ય અભિનેતા પણ અલગ તરી આવતા હતા. દિલીપ કુમારે પોતાની કારકિર્દીની શરુઆત 1944માં કરી હતી, ત્યાર બાદ પંચાવન વર્ષ ઈન્ડ્સ્ટ્રીમાં વીતાવ્યા હતા.

પાંચ દાયકામાં 65થી વધુ ફિલ્મ કરી
લગભગ પાંચ દાયકાથી વધુ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું, જેમાં 65થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને મોટાભાગની ફિલ્મો સુપરહીટ રહી હતી. બોલીવુડમાં તેમનો સિતારો બુલંદી પર હતો ત્યારે વિદેશી ફિલ્મોમાં કામ કરવાની ઓફર મલી હતી. મીડિયા અહેવાલ પ્રમાણે હોલીવુડના જાણીતા ડાયરેક્ટર ડેવિડ લીને તેમની ફિલ્મ લોરેન્સ ઓફ અરેબિયામાં પ્રિન્સ શેરિફ અલીનો અભિનય ઓફર કર્યો હતો.
સાત ઓસ્કર એવોર્ડ વિજેતાની ફિલ્મ ઠુકરાવી
આમ છતાં ડાયરેક્ટર ડેવિડ લીનને દિલીપ કુમારે એ ફિલ્મમાં કામ કરવાની મનાઈ કરી હતી. ડેવિડ લીનને તેની છેલ્લી ફિલ્મમાં સાત ઓસ્કર એવોર્ડ મળી ચૂક્યા હતા છતાં ફિલ્મમાં કામ કરવાની મનાઈ કરી એ વાત જાણીને લોકો ચોંકી ગયા હતા. એવું કહેવાય છે કે દિલીપ કુમારને હોલીવુડની ફિલ્મો પસંદ નહોતી અને સમજોને વિદેશી ફિલ્મોમાં પણ કામ કરવાનો કોઈ શોખ નહોતો. દિલીપ કુમારનું માનવું હતું કે તેઓ હોલીવુડની ફિલ્મોના કોઈ પણ પાત્રમાં જામશે નહીં અને વિદેશી જ લાગશે. બસ, આ વાત મનમાં ઘર કરી ગઈ હતી. આ વાત જાણીને લોકોને આશ્ચર્ય થયું હતું.
જવાર ભાટાથી ફિલ્મ ક્ષેત્રે કરી હતી શરુઆત
હોલીવુડની રાહ તો દિલીપ કુમારે પસંદ કરી નહોતી, પરંતુ બોલીવુડમાં પોતાના નામનો સિક્કો જમાવી દીધો હતો. પોતાની દમદાર ભૂમિકાને કારણે ટોચના અભિનેતામાં દિલીપનું નામ પણ અચૂક લેવાતું હતું. 1944માં જ્વાર ભાટાથી કામ કરવાની શરુઆત કરી હતી. એના પછીના દાયકામાં અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું અને જોરદાર સફળ રહી હતી. દિલીપ કુમારની સુપરહીટ ફિલ્મોમાં ‘અંદાજ’, ‘દિદાર’, ‘દેવદાસ’, ‘મુઘલે આઝમ’, ‘શક્તિ’, ‘રામ ઔર શ્યામ’, ‘લીડર’, ‘કોહિનૂર’, ‘નયા દૌર’ અને ‘દાગ’ વગેરે ફિલ્મોનો સમાવેશ થાય છે.
