જાપાનમાં પતિ-પત્ની એકસાથે સૂવાનું પ્રિફર કરતા નથી, જાણો કેમ?
લગ્ન એ બંધન છે અને જે બંધનમાં આવ્યા પછી બે વ્યક્તિ એકબીજાની બની જાય છે. પરિવારમાં પતિ-પત્ની એટલે બેમાંથી ત્રણ કે ચાર થયા પછી પરિવાર એકસાથે રહે છે. અમુક કિસ્સાને બાદ કરતા આખો પરિવાર પણ એક રુમમાં સૂવાની આદત હોય છે, પરંતુ તાજેતરમાં જાપાનમાં એક ચોંકાવનારી પરંપરા જાણવા મળી છે. જાપાનમાં પતિ પત્ની એકસાથે સૂતા નથી, પરંતુ અલગ અલગ સૂવાનું પસંદ કરે છે. ટોક્યો ફેમિલી રિપોર્ટની વાત સાચી માનીએ તો એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે અહીં પતિ – પત્ની સાથે સૂતા નથી, શું છે પરંપરા કે માન્યતા જાણીએ.
એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં 20થી 69 વર્ષના 1662 જેટલા દપંતીનો સંશોધનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ફક્ત 29.2 ટકા કપલ્સે કહ્યુ હતું કે તેઓ એક બેડ પર સૂવાનું જણાવ્યું હતું. જ્યારે બાકી કપલ્સે મનાઈ કરી હતી. જો સાથે સૂતા ના હોય તો પતિ-પત્ની એકબીજાને પ્રેમ કઈ કઈ રીતે કરી શકે.
બોલો, સંશોધનમાં એવું જાણવા મળ્યું હતું કે બંને એકબીજાની સાથે સૂતા નથી તેના માટે બંને સંબંધો વધારે મજબૂત કરવાનું કારણ હતું. એકબીજા બંનેની ઊંઘ ખરાબ કરવા ઈચ્છતા નહોતા. એકબીજાની ઊંઘ ખરાબ થાય નહીં તે બાબત બંનેના ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ માટે બહુ જરુરી છે. અલબત્ત, આ દરકારને ધ્યાનમાં રાખીને બંને સાથે સૂતા નથી.
મોટા ભાગના કિસ્સામાં પતિ-પત્ની અલગ સૂઈ છે, જ્યારે બાળકો માતા પાસે સૂએ છે, કારણ કે તેનાથી બાળકોનું માતા સાથે એટેચમેન્ટ તેમ જ બાળકોના હાર્ટના ધબકારા પણ સારી રીતે રેગ્યુલેટર થાય છે. આવા સંજોગોમાં પિતા યા પતિ તેની પત્ની સાથે બાળકોને સૂવા દે છે. એના સિવાય જાપાનના લોકો એવું માને છે કે એક જ રુમમાં ઊંઘવાથી કોઈની પણ ઊંઘમાં ખલેલ પડે નહીં તેના માટે અલગ અલગ રુમમાં સૂવાનું પ્રિફર કરવામાં આવે છે.
