વાઈલ્ડલાઈફ: દુનિયામાં આજે શા માટે ટાઈગર ડેની ઉજવણી કરવામાં આવે છે?
આજે ઈન્ટરનેશનલ ટાઈગર ડે પણ ખબર છે દુનિયાના સૌથી વાઘ ભારતમાં આવેલા છે

અસ્તિત્વ એ દરેકના માટે લાગુ પડે છે ચાહે એ માનવ હોય કે જાનવર. પૃથ્વી પર માનવીનું જેટલું મહત્ત્વ છે એટલું જ અન્ય પ્રજાતિ. કુદરતે જે સર્જન કર્યું છે એનો એક તરફથી નાશ થઈ રહ્યો છે, એમાં વન હોય નદીઓ. જંગલોનો સફાયો થઈ રહ્યો છે એ હકીકત છે અને એને કારણે જંગલની સૃષ્ટિ પણ. વાત આ જ સૃષ્ટિના શાસક એવા વાઘની કરીએ. વધતા શિકારો અને જંગલોના સફાયાને કારણે દુનિયામાંથી એક પછી એક જંગલી જાનવરો પણ મ્યુઝિમયમાં જોવા મળે તો નવાઈ રહેશે નહીં અને એની વાત વાઘને પણ લાગુ પડે છે. આજે દુનિયાના વનપ્રેમીઓ ટાઈગર ડે ઉજવે છે, પણ એના પાછળનું કારણ બહુ મોટું છે.
આજે ઈન્ટરનેશનલ ટાઈગર ડે, જેનું સેલિબ્રેશન તો ટાઈગરના સંવર્ધનની જવાબદારી છે. ભારત વાઈલ્ડલાઈફ માટે જાણીતું છે. આજે ઈન્ટરનેશનલ ટાઈગર ડે છે, જે 29 જુલાઈના સેલિબ્રેશન કરવામાં આવે છે. એનો ઉદ્દેશ તો વાઈલ્ડલાઈફ જગતના લોકો વાઘના સંવર્ધન અને બચાવવાનો છે. 2010માં સેન્ટ પિટર્સબર્ગ રશિયામાં યોજવામાં આવેલી ટાઈગર સમિટથી ઈન્ટરનેશનલ ટાઈગર ડેની શરુઆત કરવામાં આવી છે, જ્યારે વાઘની સંખ્યા ઓછી જોવા મળી ત્યારે તેમને બચાવવાનું બીડું ઝડપવામાં આવ્યું હતું. ભારતમાં સૌથી વધુ ટાઈગરની સંખ્યા ક્યાં આવેલી છે તો એ પણ જાણીએ.

દુનિયામાં 5,500 જ વાઘ બચ્યા છે
લગભગ એક સદી પૂર્વે દુનિયામાં વાઘની સંખ્યા લાખોમાં હતી, પરંતુ શિકાર અને જંગલોનો ખાતમો અને ગેરકાયદે વેપારને કારણે તેની સંખ્યામાં ઘટાડો થયો હતો. આજની દુનિયામાં વાઘની લુપ્તપ્રાય પ્રજાતિ માનવામાં આવે છે. 2022માં ગ્લોબલ ટાઈગર સેન્સસ અનુસાર સમગ્ર દુનિયામાં લગભગ 4,500-5,500 ટાઈગર બચ્યા છે, જે એક અંદાજ આધારિત છે, પરંતુ હવે વાઘની ગણતરી કરવાનું મુશ્કેલ છે એવું પણ વન વિભાગના અધિકારીઓનું માનવું છે.
મ્યાનમાર, ભુટાન, ચીનમાં લુપ્ત થવાને આરે
દુનિયામાં સૌથી વધુ વાઘની સંખ્યા ભારતમાં છે, ત્યારબાદ રશિયા, ઈન્ડોનેશિયા, થાઈલેડન્માં પણ જોવા મળે છે. દુનિયાના કૂલ ટાઈગરની 75 ટકા સંખ્યા ભારતમાં છે, જેમાં 2022ના અંદાજ પ્રમાણે ભારતમાં 3,682 જેટલા છે. રશિયા (સાઈબિરિયા)ના જંગલોમાં વાઘની સંખ્યા લગભગ 500-600 જેટલી છે, જ્યારે ઈન્ડોનેશિયાના સુમાત્રામાં વાઘની સંખ્યા 400 જેટલી પણ છે. ઉપરાંત, નેપાળ, મલેશિયા, બાંગ્લાદેશ, થાઈલેન્ડ વગેરે દેશમાં પણ 100-200ની આસપાસ વાઘ હોવાનું માનવામાં આવે છે. અન્ય દેશ પૈકી મ્યાનમાર, ભુટાન અને ચીનમાં પચાસથી ઓછી સંખ્યામાં વાઘ છે યા તો બિલકુલ લુપ્ત થવાને આરે છે.
ભારત ટાઈગર કન્ઝર્વેશનમાં છે મોખરે
ગ્લોબલ ટાઈગર ફોરમના દાવા પ્રમાણે જો ઝડપથી વાઘનું કન્ઝર્વેશન થશે નહીં તો વાઘની પ્રજાતિ લુપ્ત થવામાં વાર લાગશે નહીં. દુનિયામાં ભારતમાં સૌથી વધુ વાઘની સંખ્યા જોવા મળી રહી છે, તેથી વાઘપ્રેમીઓ પણ વાઘને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. વાસ્તવમાં ભારત ટાઈગર કન્ઝર્વેશનમાં મોખરે છે, તેથી સંખ્યા પણ વધારે છે. 2022માં 3,600થી વધુ ટાઈગર હતા, જે 2018થી 24 ટકા વધુ છે. એશિયામાં સૌથી વધુ વાઘ જોવા મળતા હતા, પરંતુ 13 દેશમાં વાઘ જોવા મળે છે, જેમાં ભારત, રશિયા, નેપાળ, ભુટાન, મલેશિયાનો સમાવેશ થાય છે.
ઓડિશા, ઝારખંડ, અરુણાચલમાં સંખ્યા ઘટી
ભારતમાં જીમ કોર્બેટ, બાંદીપુર ટાઈગર રિઝર્વ, નાગરહોલ ટાઈગર રિઝર્વ, બાંધવગઢ ટાઈગર રિઝર્વ, કાન્હા, કાઝીરંગા, સુંદરબન અને મહારાષ્ટ્રના તાડોબામાં સૌથી વધુ વાઘ જોવા મળે છે. મધ્ય પ્રદેશના કાન્હા ખાતે 105 વાઘ છે, જ્યારે આસામના કાઝીરંગામાં 104, સુંદરબનમાં 100 તથા મહારાષ્ટ્રના તાડોબામાં 97 વાઘ છે. મધ્ય પ્રદેશ, કર્ણાટક, ઉત્તરાખંડ ટાઈગર કન્ઝર્વેશનમાં સૌથી આગળ છે, પરંતુ ઓડિશા, ઝારખંડ અને અરુણાચલપ્રદેશમાં સંખ્યા ઘટી રહી છે. ટૂંકમાં, વન્યજીવોમાં વાઘ સર્વોચ્ચ શિકારી પ્રાણી છે, એટલે કે વાઘ ખાદ્ય શૃંખલામાં ટોચ પર છે. તેમની હાજરી પ્રકૃતિનું સંતુલન જાળવી રાખે છે. વાઘને બચાવવાનો અર્થ એ પણ છે કે જંગલો, નદીઓ અને સમાન ઇકોસિસ્ટમ પર આધાર રાખતી હજારો અન્ય પ્રજાતિઓનું રક્ષણ કરવાનું જરુરી છે.
