December 20, 2025
અજબ ગજબઈન્ટરનેશનલટોપ ન્યુઝ

તમે મરાઠી-હિન્દીના વિવાદમાં પડ્યા છો, પણ આ યુવાન એક નહીં, 400 ભાષા જાણે છે

Spread the love

ગૂગલ અને ચેટ જીપીટીના જમાનામાં હવે ભાષાઓના કોઈ સીમાડા રહ્યા નથી. વિદેશમાં પણ તમે તમારી સ્ક્રીન પર તમારી ભાષામાં પણ વિદેશી સાથે કમ્યુનિકેશન કરી શકો છો. દક્ષિણ ભારતમાં ફરવા જવાના હોય તો તમને મનમાં અનેક સવાલો થાય. ભાષાઓનો મુદ્દો અત્યારે લાઈમલાઈટમાં છે ત્યારે ભાષાઓના માસ્ટરની વાત કરીએ. 19 વર્ષનો યુવક ફ્લુઅન્ટલની 400 ભાષા બોલી જાણે છે તો જાણો કોણ છે માસ્ટર મહમૂદ અકરમ. ચેન્નઈનો મહમૂદ અકરમે પોતાની અસાધારણ પ્રતિભાને કારણે દુનિયામાં જાણીતો બની ગયો છે. મહમૂદ અકરમ પોતાની મહેનત, ધગશને લઈ અશક્ય ભાષાઓને સફળતાથી જાણી લીધી છે.

હજુ તમારા દિમાગમાં ગુજરાતી, મરાઠી, હિન્દી કે અંગ્રેજીની બહાર આવ્યા ના હોય તો જાણી લો ચેન્નઈનો 19 વર્ષનો યુવાન 46 ભાષા બોલી શકે છે અને 400 ભાષા વાંચવા, લખવા અને ટાઈપ પણ કરી શકે છે. બાળપણથી એક કરતા અનેક ભાષાઓ પર પ્રભુત્વ મેળવવાની લાલચ કહો કે ધગશને કારણે નવા મુકામો પર પહોંચ્યો છે મહમૂદ અકરમ. ચાર વર્ષની ઉંમરે પોતાની ભાષા યાત્રા શરુ કરી હતી અને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. મહમૂદની આ સક્સેસ સ્ટોરી સખત મહેનતનું પરિણામ છે અને પોતાના સપનાને સાકાર કરવાની મિસાલ છે.

ચેન્નઈના 19 વર્ષના મહમૂદ અકરમની વિવિધ ભાષાઓ પર સારી પકડ ધરાવે છે, જે 46 ભાષા તો ફાંકડી બોલી જાણે છે, જ્યારે 400 ભાષા તો લખવા, વાંચવા અને ટાઈપ પણ કરી શકે છે અને આ અસાધારણ પ્રતિભાને કારણે તેનું નામ પણ વિશ્વ રેકોર્ડમાં નોંધાયું છે. મહમૂદ દુનિયાભરમાં પોતાની વર્કશોપ પણ ચલાવે છે, જ્યારે વિવિધ દેશમાં વર્કશોપનું આયોજન પણ કરે છે, જેમ કે મ્યાનમાર, કંબોડિયા જેવા દેશમાં પોતાના કાર્યક્રમ પણ શેર કરે છે, જ્યારે તેની પ્રેરણા લઈને સેંકડો વિદ્યાર્થીઓને અન્ય ભાષા શીખે છે.

મહમૂદની અસાધારણ પ્રતિભાની આ સફરની શરુઆત બાળપણથી થઈ છે. 16 ભાષાનું જ્ઞાન ધરાવનારા મહમૂદના પિતા શિલ્બી મોઝેપ્રિયને શરુઆતના વર્ષોમાં ભાષાથી પરિચિત કરાયા હતા. શિલ્બીને પોતાના કામકાજ વખતે અનેક દેશમાં જવાના કારણે વિવિધ દેશમાં ભાષાઓ અંગે જાણવા સમજવામાં મુશ્કેલી પડી હતી. એવું પણ કહેવાય છે કે મહમૂદ માત્ર છ દિવસોમાં અંગ્રેજી શીખી લીધી હતી અને ત્રણ અઠવાડિયામાં તમિલના 299 અક્ષર સમજી લીધા હતા. છ વર્ષની ઉંમરમાં પિતા પાસેથી અનેક ભાષાનું જ્ઞાન મેળવ્યું હતું.

નાની ઉંમરમાં પચાસ ભાષા તો મહમૂદ શીખ્યો હતો, જ્યારે યુવાનોને પણ યુ-ટ્યુબ પર વીડિયો અપલોડ કર્યો છે. પંજાબની એક વર્લ્ડ રેકોર્ડ સંસ્થાએ તેને રેકોર્ડ બનાવવાની તક આપી હતી. 10 વર્ષની ઉંમરે ફક્ત એક કલાકમાં 20 ભાષામાં ભારતીય રાષ્ટ્રગીત લખીને બીજો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો એના પછી તેને જર્મન યંગ ટેલેન્ટ એવોર્ડમાં ભાગ લીધો અને 70 ભાષા વિશેષજ્ઞ સાથે હરીફાઈ કરવાની તક મળી. તેનામાં કુશળતા જોઈને કોઈ પણ યુરોપિયન દેશમાં અભ્યાસ કરવાની તક મળી એના પછી મહમૂદે વિયેના, ઓસ્ટ્રિયાની ડેન્યુબ ઈન્ટરનેશનલ સ્કૂલમાં સ્કોલરશિપ પર ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કર્યો હતો.

મહમૂદ અત્યારે પણ અનેક ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો છે. ચેન્નઈની અલાગપ્પા યુનિવર્સિટીમાં એનિમેશનમાં ગ્રેજ્યુએટ કરી રહ્યો છે. જ્યારે બીજી બાજુ યુકેની મિલ્ટન કિન્સ સ્થિત ઓપન યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્ય અને ભાષાવિજ્ઞાનમાં પણ ભણી રહ્યો છે. ભલે એક કરતા અનેક ભાષા જાણતો હોવા છતાં તેના માટે તમિલ ભાષાનું વિશેષ વળગણ છે, કારણ કે તે તેની માતૃભાષા છે. મહમૂદ અકરમની સફળતાએ એક વાત પુરવાર કરી છે કે જો તમારામાં કંઈ શીખવાની તમન્ના હોય તો કોઈ ભાષા અવરોધ બની શકતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!