બે ભાઈએ એક જ યુવતી સાથે કર્યાં લગ્ન, પરંપરાનું શું મહત્ત્વ છે?
હિમાચલ પ્રદેશના શિલાઈ ગામમાં હટ્ટી જનજાતિની પ્રાચીન બહુપતિ પરંપરા અનુસાર લગ્ન થયા, જ્યાં સમાજે પણ સમર્થન આપ્યું

હિમાચલ પ્રદેશના શિલાઈ ગામમાં બે ભાઈએ એક જ યુવતી સાથે લગ્ન કર્યું છે. શિલાઈ ગામમાં બે ભાઈએ એક જ યુવતી સાથે લગ્ન અને પરંપરાની ચારેકોર ચર્ચા છે. શિલાઈ ગામના રહેવાસી હટ્ટી જનજાતિ સાથે સંબંધ ધરાવે છે અને પ્રાચીન પરંપરા અન્વયે એક જ યુવતી સાથે બંને ભાઈએ લગ્ન કર્યા અને ગામ અને સમાજના લોકોએ પણ ભાગ લીધો હતો.
લગ્ન બારમી જુલાઈના યોજવામાં આવ્યા હતા
આ લગ્ન ત્રણ દિવસ ચાલ્યા હતા, જ્યારે સમાજના લોકોએ હોંશેહોંશે ભાગ લીધો હતો. લગ્ન ચર્ચામાં આવ્યા પછી નવવધૂ સુનીતા ચૌહાણ, વરરાજા પ્રદીપ અને કપિલ નેગીએ નિવેદન આપ્યા હતા. અમે લોકોએ કોીના દબાણમાં આવીને લગ્ન કર્યા નથી. અહીં એ જણાવવાનું કે હિમાચલ પ્રદેશના સિરમોર જિલ્લાના ટ્રાન્સ-ગિરિ વિસ્તારમાં આ લગ્ન બારમી જુલાઈના યોજવામાં આવ્યા હતા, જ્યારે લગ્ન ત્રણ દિવસ ચાલ્યા હતા. આ લગ્નમાં પરંપરાગત ગીત-સંગીત અને ડાન્સના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
હું વિદેશમાં રહુ છું પણ સંયુક્ત પરિવારને સમર્થન આપું છું
નવવધૂ સુનીતા ચૌહાણ કુન્હાટ ગામની વતની છે, જ્યારે યુવતીએ કહ્યું હતું કે આ પરંપરા બહુ જૂની છે તથા અમે કોઈના દબાણમાં આવીને કામ કર્યું નથી. અમે રિલેશનનું પણ સન્માન કરીએ છીએ. અહીં એ જણાવવાનું બંને વરરાજા મોટો ભાઈ પ્રદીપ સરકારી વિભાગમાં કામ કરે છે, જ્યારે નાનો ભાઈ કપિલ વિદેશમાં કામ કરે છે. આ લગ્ન અંગે બંને ભાઈએ કહ્યું હતું કે અમે આ લગ્ન અમે જાહેરમાં કર્યા છે, જ્યારે અમે સૌ સાથે રહીને નિર્ણય લીધો છે. નાના ભાઈ કપિલે કહ્યું હતું કે હું ભલે વિદેશમાં રહુ છું, પરંતુ આ લગ્ન કરીને હું સંયુક્ત પરિવારમાં મારી પત્ની માટે સમર્થન, સ્થિરતા અને પ્રેમ પણ સુનિશ્ચિત કરીએ છીએ અને હંમેશાં પારદર્શકતામાં વિશ્વાસ કરીએ છીએ.
આ જનજાતિના લોકોમાં વર્ષોથી બહુપતિની પરંપરા જાણીતી
અહીં એ જણાવવાનું કે હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડની સીમા પર હટ્ટી જનજાતિના લોકો રહે છે જેને ત્રણ વર્ષ પૂર્વે અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ જનજાતિના લોકોમાં વર્ષોથી બહુપતિની પરંપરા જાણીતી છે. જોકે, વધતી સાક્ષરતા અને આર્થિક ક્ષેત્રે લોકો સદ્ધર થવાને કારણે બહુપતિ કિસ્સા ધ્યાનમાં આવ્યા નથી. ગામના રહેવાસીઓનું કહેવું છે કે આ લગ્નો પહેલા ગુપ્ત રીતે થતા હતા અને સમાજના લોકો પણ સ્વીકારતા હતા. બહુપતિ પરંપરામાં એક મહિલાના એક કરતા વધુ પતિ હોય છે, જ્યારે ભાઈ સાથે પણ લગ્ન કરે છે. આ પરંપરા માટે પૈતૃક સંપત્તિ યા જમીનમાં ભાગ પડે નહીં તેના માટે એનું પાલન કરવામાં આવે છે.
