December 20, 2025
ટોપ ન્યુઝબિઝનેસ

લાખના બાર હજારઃ MTNL નાદારીના આરે, PSU બેંકોના કરોડો રુપિયા સલવાયા

Spread the love

દેવામાં ડૂબેલી સરકારી ટેલિકોમ કંપની એમટીએનએલનું કુલ દેવું 34,484 કરોડ સુધી પહોંચ્યું, શેરના ભાવમાં તીવ્ર ગાબડું

ટેલિકોમ સેક્ટરની દિગ્ગજ સરકારી કંપની એમટીએનએલના શેરના ભાવમાં મોટી ઉથલપાથલના એંધાણ છે, કારણ કે કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં મહત્ત્વની જાણકારી આપી છે. કંપની મોટા દેવામાં ડૂબેલી છે, જેને કારણે પીએસયુ બેંકની લોન ચૂકવવામાં નિષ્ફળ સાબિત થઈ છે, જે કૂલ મળીને 8,585 કરોડની રકમ છે. કૂલ દેવાની વાત કરીએ તો 30,000 કરોડ રુપિયાથી વધુ રકમ પહોંચી છે, ત્યારે આ સંજોગોમાં એમટીએનએલે ફાઈલ કરતા શેરના ભાવ પર અસર પડી શકે છે, જેમાં આજે પણ ઈન્ટ્રા ડેમાં શેરનો ભાવ ઘટીને 50 રુપિયાથી નીચે ગયો છે.

2024થી 2025 વચ્ચે મોટી ચૂક
સરકારી ટેલિકોમ કંપની એમટીએનએલે મંગળવારે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું કે સાત પબ્લિક સેક્ટર બેંક (PSU) માટે 8,585 કરોડ રુપિયાની લોનનું પેમેન્ટ કર્યું નથી. એમટીએનએલની નાદારી નોંધાવતા કહ્યું છે કે તમામ બેંકો પાસેથી લેવામાં આવેલી લોન ડિફોલ્ટ ઓગસ્ટ 2024થી ફેબ્રુઆરી 2025 વચ્ચે થયું છે. આ બેંકોમાં બેંક ઓફ ઈન્ડિયાના 1,121 કરોડ, પંજાબ નેશનલ બેંક 474 કરોડ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના 363 કરોડ, યુકો બેંકના 273 કરોડ અને પંજાબ એન્ડ સિંધ બેંકના 184 કરોડનો સમાવેશ થાય છે.

34,484 કરોડ રુપિયાનું દેવું
ટેલિકોમ કંપનીએ ફાઈલિંગમાં જણાવ્યું છે કે કંપની હાલ મોટા દેવામાં છે, જેમાં 30 જૂન 2025 સુધીમાં દેવાની રકમ વધીને 34,484 કરોડ રુપિયાની સપાટીએ પહોંચી છે. આ દેવામાં 8,585 કરોડ રુપિયા બેંકના છે, જ્યારે 24,071 કરોડ રુપિયા સોવરેન ગેરેન્ટી બોન્ડ અને 1,828 કરોડ રુપિયાના સોવરેન ગેરન્ટી બોન્ડ વ્યાજ ટેલિકોમ વિભાગને આપેલા દેવામાં સામેલ છે.

એમટીએનએલની કફોડી હાલત
સ્ટોકમાર્કેટમાં એમટીએનએલના શેરમાં અગાઉ જોરદાર વેચાણ જોવા મળ્યું હતું. શેરના ભાવમાં ત્રણ ટકાથી વધુ ઘટીને પચાસ રુપિયાની નીચી સપાટીએ પહોંચ્યા, જ્યારે ભાવ નિરંતર ઘટતા 49 રુપિયાનો ભાવ પણ જોવા મળ્યો હતો. માર્કેટ કેપિટલાઈઝેશન પણ ઘટીને 3,140 કરોડ થયું છે. કંપનીના શેરનો ભાવ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ 101 રુપિયાના ભાવે હતો, જ્યારે નીચલું સ્તર 37.42 રુપિયા છે.

પાંચ વર્ષમાં ચારગણું વળતર આપ્યું
ભલે હાલ કંપનીએ દેવામાં ડૂબેલી છે, પરંતુ માર્કેટના વર્તુળોએ કહે છે કે સરકારી કંપનીએ વીતેલા પાંચ વર્ષમાં રોકાણકારોને જોરદાર કમાણી પણ કરાવી છે. જુલાઈ, 2020માં કંપનીના શેરનો ભાવ 10.30 રુપિયા હતો, જે પાંચ વર્ષમાં વધીને 385 રુપિયાએ પહોંચ્યો હતો, જેથી ચારગણા કરતા વધુ વળતર આપ્યું છે.

એમટીએનએલના હૈ તો સહી હૈ
અહીં એ જણાવવાનું કે એમટીએએનએલ એટલે મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (સંક્ષિપ્તમાં MTNL તરીકે) એ ભારત સંચાર નિગમ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. MTNL ભારતના મુંબઈ અને નવી દિલ્હી અને આફ્રિકાના ટાપુ રાષ્ટ્ર મોરિશિયસમાં સેવાઓ પૂરી પાડે છે. 1992 સુધી જ્યારે ટેલિકોમ ક્ષેત્ર અન્ય સેવા પ્રદાતાઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારે મુંબઈ અને નવી દિલ્હીમાં તેનો એકાધિકાર હતો. જોકે, હાલના તબક્કે એમટીએનએલનું સૂત્ર લોકો માટે શીખસમાન છે, તેમાંય બેંકોને યાદ રહી શકે છે. એમટીએનએલના હૈ તો સહી હૈ હવે આ જ સૂત્રના તાલે બેંકો ડૂબી શકે છે. ખેર, હાલમાં કંપનીના (મે 2024 સુધીમાં) 1.92 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે, જ્યારે લાખો શેરધારકો પણ હવે કંપનીને સરકાર જ બેઠી કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!