ક્યાં બાત હૈઃ નેવુંના દાયકાની ‘દિલ સે ગર્લે’ 54 વર્ષે ડોક્ટરેટની ડિગ્રી લીધી
પ્રેમ માટે કોઈ ઉંમરના સીમાડા નડતા નથી, પરંતુ એ કહેવતમાં લોકોએ અભ્યાસને પણ જોડી દીધું છે. વાસ્તવમાં ભણવા માટે પણ ક્યારેય કોઈ ઉંમરના સીમાડા નડતા નથી. વેલ. વાત કરીએ આજના જમાનાની આધેડ વયની એવી અભિનેત્રી જે જિંદગીના પડકારોમાંથી જંગ જીતીને એક નવા મૂકામે પહોંચી છે. અલબત્ત, વધતી ઉંમરે શોખને જીવંત રાખો તો ખુશીથી જીવી શકાય છે. નાના-મોટા પણ કંઈક કરવાની સાથે શોખને જીવંત રાખવા જોઈએ, જેથી ખુશ રહી શકાય. બોલીવુડમાં એક એવો જ બનાવ બન્યો. નેવુંના દાયકાની ટોચની અભિનેત્રીએ 54 વર્ષની વયે ડોક્ટરની ડિગ્રી લીધી. ફિલ્મી દુનિયામાં તો નામ જમાવ્યું હતું એની સાથે એક બીમારીને પણ તેને માત આપી દીધી હતી. વિદેશી પણ ભારતીય અભિનેત્રીઓને ટક્કર આપી ચૂકી છે એ અભિનેત્રી છે મનીષા કોઈરાલા.
મનીષાને લાઈફટાઈમ સ્ટુડન્ટ હોવાનું ગૌરવ
હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી મનીષા કોઈરાલાનું નામ જ કાફી છે, જેને હાલમાં યુનિવર્સિટી ઓફ બ્રેડફોર્ડમાંથી ડોક્ટરેટની ડિગ્રી લીધી. મનીષા કોઈરાલાએ આ મોમેન્ટને જીવનની ગૌરવશાળી ક્ષણ ગણાવી હતી. ફિલ્મ દિલ સેથી દમદાર અભિનય કરનારી મનીષા કોઈરાલાએ કહ્યું કે તેની જિંદગીમાં અભિનય ઈન્ડસ્ટ્રીમાં આગવી ઓળખ અપાવી હતી પણ જિંદગીમાં સાચી શીખ પુસ્તકોથી નહીં, પરંતુ અનુભવોથી મળે છે અને પોતાની જાતને મનીષા કોઈરાલાએ લાઈફટાઈમ સ્ટુડન્ટ ગણાવી હતી.

કોઈ પણ શરુઆત માટે ઉંમર નડતી નથી
મનીષા કોઈરાલાએ સોશિયલ મીડિયા પર ડિગ્રી લેતો વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે આજે મેં યુનિવર્સિટી ઓફ બ્રેડફોર્ડમાંથી ઓનરરી ડોક્ટરેટની ડિગ્રી મળી હતી, પરંતુ જિંદગીના અનુભવો, મહેનત, નિષ્ફળતાઓ અને સેવાથી મળેલી શિખ સાથે ઊભી છું. મનીષા કોઈરાલાની આ સિદ્ધિ એવા લોકો માટે પ્રેરણા છે, જે જિંદગીમાં કંઈક કરવા ઈચ્છે છે અથવા પોતાના રસ્તે ચાલે છે. મનીષા કોઈરાલાએ પોતાની ઈમોશનલ પોસ્ટમાં યુનિવર્સિટીનો આભાર માન્યો છે અને લખ્યું છે કે આ સન્માન શબ્દોમાં વ્યક્ત કરવાનું મુશ્કેલ છે, પરંતુ મારી આ ડિગ્રી એ લોકો માટે પ્રેરણા છે, જે લોકોને મોટી ઉંમરે પણ કંઈક કરવું હોય. કોઈ પણ ઉંમરે શરુઆત કરવા માટે ક્યારેય કોઈ ઉંમર નડતી નથી. બ્રેડફોર્ડ યુનિવર્સિટીનો પણ આભાર.

દિવંગત દાદીનો પણ આભાર માન્યો
મનીષા કોઈરાલાની પોસ્ટ પર તેમના ચાહકોએ પણ ખુશી વ્યક્ત કરી હતી અને અભિનંદન આપ્યા હતા. પ્રોફેશનલ સક્સેસની સાથે મનીષાએ પોતાની વ્યક્તિગત જિંદગીની પણ મહત્ત્વની વાત શેર કરી હતી. પોતાની દિવંગત દાદીને પણ યાદ કરીને પણ એક પોસ્ટ લખી હતી, જેમાં દાદીએ આપેલા પ્રોત્સાહન અને મારી જિંદગીની વેલ્યુ કરી હતી. સુશીલ કોઈરાલાએ એક નેપાળી શાસ્ત્રીય ડાન્સર અને ડ્રામામાં નિર્દેશક હતા, જેઓ 13 જુલાઈ 2007માં કાઠમંડુમાં અંતિમશ્વાસ લીધા હતા. આ જ દાદીએ મારો ઉછેર કર્યો હતો. ભારતનાટ્યમ હોય કે મણિપુરી નૃત્યુ પણ એમને શિખવ્યું હતું. પોતાની દાદીની તસવીરો પણ પોસ્ટ કરીને મનીષા કોઈરાલાએ ખુશી વ્યક્ત કરી હતી.
કેન્સરની જાણ વખતે લાગ્યું હું મરી જઈશ
મનીષા કોઈરાલાની વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે સંજય લીલા ભણસાલીને વેબ સિરીઝ હીરામંડી ધ ડાયમંડ બજારમાં કામ કર્યું હતું. મનીષા કોઈરાલાએ મલ્લિકાજાન તરીકે અભિનય કર્યો હતો. ઉપરાંત, સૌદાગર (1991), લવ સ્ટોરી 1942, બોમ્બે, લજ્જા, કંપની જેવી ફિલ્મોથી જાણીતી બની હતી. 2003માં એસ્કેપ ફ્રોમ તાલીબાનમાં પણ કામ કર્યુ હતું. મનીષા કોઈરાલા ખુદ એક કેન્સર સર્વાઈવર છે. 2012માં ઓવેરિયન કેન્સર થયું હતું. પોતાની જિંદગીમાં કપરા દિવસોનો પણ સામનો કરી ચૂકી છે. બીમારીની જાણકારી મળ્યા પછી તેને કહ્યુ હતું કે એક તબક્કે તો લાગ્યું હતું હું મરી જઈશ. પણ મમ્મીએ ડોક્ટરને રુદ્રાક્ષની માળા આપી હતી અને ઓપરેશન સફળ થયું તો ડોક્ટર આવીને કહ્યું હતું કે માળાએ કમાલ કરી.
ન્યૂ યોર્કમાં પાંચથી છ મહિના સારવાર ચાલી
કેન્સર અંગે વધુમાં જણાવ્યું હતું 2012માં જ્યારે કેન્સરની જાણ થઈ ત્યારે મને લાસ્ટ સ્ટેજનું ઓવેરિયન કેન્સર હોવાની જાણકારી મળી. નેપાળમાં ડાયગ્નોસ થયું તો ડરી ગઈ હતી. ત્યારબાદ મુંબઈની જસલોક હોસ્પિટલમાં પણ ડોક્ટરની ટીમ સાથે વાતચીત પછી લાગ્યું હતું કે મારી જિંદગી બસ ખતમ થઈ ગઈ. પણ એના પછી ન્યૂ યોર્ક જઈને સારવાર કરાવી. મારા દાદાની પણ ન્યૂ યોર્કની ફેમસ કેન્સર હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ન્યૂ યોર્કમાં મારી પણ પાંચથી છ મહિના સારવાર ચાલી હતી. મનીષાએ એક ઈન્ટરવ્યૂમાં અગાઉ કહ્યું હતું કે મને એક વાત સમજાઈ હતી કે જો જિંદગી મને જીવવાની બીજી તક આપે છે તો મારે પણ એનો હિસાબ ચૂકવવો પડશે, કારણ કે મને એને ઘણું બધુ આપ્યું છે. એટલે મેં વિચાર્યું હતું કે જો જો મને બીજી તક મળશે તો હું જીવી જાણીશ. જિંદગી જીવવા માટે તમામ રીતે જીવી. નિરાશાને ભગાડવા માટે એક વર્ષ સુધી થેરેપી લીધી અને મારી જિંદગી બદલાઈ ગઈ.
