December 20, 2025
ટોપ ન્યુઝ

જૈનોના સન્માનમાં વધારોઃ પદ્મશ્રીથી સન્માનિત ડો. મિનાક્ષી જૈન રાજ્યસભાનાં મેમ્બર તરીકે નોમિનેટ કર્યાં, કોણ છે?

Spread the love

ભારતના જાણીતા ઈતિહાસકાર પદ્મશ્રી વિજેતા અને પૂર્વ પ્રોફેસર મિનાક્ષી જૈનને જૈન સમુદાયના યોગદાનના માનમાં રાજ્યસભામાં સ્થાન મળ્યું

ભારતની સાથે દુનિયામાં જૈન સમુદાયની માઈક્રો માઈનોરિટી કમ્યુનિટી તરીકે ગણતરી કરવામાં આવે છે, પણ પારસીઓની સાથે જૈનોનું પણ પ્રદાન ભારતમાં મહત્ત્વનું છે. ચાહે ઉદ્યોગજગત હોય કે સમાજ યા શિક્ષણ પણ આ સમુદાય ભારતીયો માટે મોટી પ્રેરણારુપ છે. આ જ સમુદાયના સન્માનમાં વધારા રુપે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ રાજ્યસભા માટે જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ, હર્ષવર્ધન શ્રૃંગલા, સી. સદાનંદન માસ્ટર અને ડો. મિનાક્ષી જૈનને નોમિનેટ કર્યા છે. ચારેય સભ્યોનું ભારતમાં મોટું પ્રદાન છે, ત્યારે જાણીએ ડોક્ટર મિનાક્ષી જૈન કોણ છે.

દિલ્હી યુનિવર્સિટીમાં પૂર્વ પ્રોફેસર છે
ઉજ્જવલ નિકમની ઓળખ બોમ્બે બ્લાસ્ટ કેસ લડનારા જાણીતા વકીલ તરીકે તેમની એક મોટી ઓળખ ધરાવે છે. હર્ષવર્ધન શ્રૃંગલાની ઓળખ પણ પૂર્વ વિદેશ સચિવ તેમ જ કેરળના સમાજસેવક સી. સદાનંદન માસ્ટર પણ દેશભરમાં જાણીતા છે, જ્યારે ડો. મિનાક્ષી જૈન પણ દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર છે તેમ જ જાણીતા ઈતિહાસકાર છે.

રાષ્ટ્રપતિએ 12 સભ્યને કરે છે નોમિનેટે
હવે વાત જાણે એમ છે કે બંધારણની કલમ 80 અન્વયે રાજ્યસભામાં સંસદનું સૌથી ઉચ્ચ ગૃહ મનાય છે, જેના 250 સભ્ય હોય છે, જેમાંથી 238 સભ્ય રાજ્ય અને કેન્દ્ર શાસિતપ્રદેશમાંથી ચૂંટવામાં આવે છે, જ્યારે બાકી 12 સભ્ય રાષ્ટ્રપતિ નોમિનેટ કરે છે. રાષ્ટ્રપતિ આ સભ્યોની પસંદગી ખાસ કરીને સમાજ, વિજ્ઞાન, સાહિત્ય સહિત અન્ય ક્ષેત્રમાં મહત્ત્વના યોગદાનને આધારે કરે છે. ઉજ્જવલ નિકમ, હર્ષવર્ધન શ્રૃંગલા, સી. સદાનંદન માસ્ટરની સાથે ડો. મિનાક્ષી જૈનની પસંદગી કરવામાં આવી છે ત્યારે મિનાક્ષી જૈન કોણ છે એની વિગતે વાત કરીએ.

આઈસીએસએસઆરનાં સિનિયર ફેલો છે
ડો. મિનાક્ષી જૈન જાણીતા ઈતિહાસકાર છે, જેમનું મુખ્ય કામ મધ્યકાલીન, ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પ્રક્રિયાઓના કેન્દ્રમાં છે. ડો. મિનાક્ષી જૈન દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજમાં ઈતિહાસ વિષયમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. એના સિવાય તેઓ નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરીમાં ફેલો તરીકે અને ભારતીય ઐતિહાસિક અનુસંધાન પરિષદ (આઈસીએચઆર)ની શાસી પરિષદનાં સભ્ય તરીકે કામ કર્યું છે. હાલમાં તેઓ ભારતીય સામાજિક વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઈસીએસએસઆર)નાં સિનિયર ફેલો છે.

67 વર્ષનાં ડો. મિનાક્ષી જૈનના સંશોધન કરેલા પુસ્તકમાં Flight of Deities and Rebirth of Temples (2029), ધ બેટલ ફોર રામઃ કેસ ઓફ ધ ટેમ્પલ એટ અયોધ્યા (2017), Sati Evangelicals, Baptist Missionaries અને ચેન્જિંગ કોલોનિયલ ડિસ્કોર્સ (2016), રામ અને અયોધ્યા (2013) અને પેરેલલ પાથવેઃ એસ્સે ઓન હિન્દુ-મુસ્લિમ રિલેશન્સ (1707-1857) સહિત અન્ય મુદ્દે મહત્ત્વના સંશોધન કર્યાં છે.

2020માં પદ્મશ્રી સન્માનિત કરવામાં આવ્યા હતાં
મિનાક્ષી જૈનનું પુસ્તક શોધપરક ઐતિહાસિક વિમર્શ માટે જાણીતું રહ્યું છે અને એનું વિશેષ રાષ્ટ્રીય મહત્ત્વ છે. ડો. મિનાક્ષી જૈને રોમિલા થાપર અને સતીષ ચંદ્ર જેવા ઈતિહાસકારોને પણ પડકાર ફેંક્યો હતો. હવે ડો. મિનાક્ષી જૈન રાજ્યસભાનાં પહોંચવાનું વૈચારિક સંઘર્ષનું પરિણામ માનવામાં આવે છે. એ જ ભારતીય ઈતિહાસ લેખનમાં પરિવર્તન કી રાજનીતિનું ઈનામ માનવામાં આવે છે. 2020માં તેના ઐતિહાસિક શોધ અને લેખન માટે ભારત સરકારવતી તેમને પદ્મશ્રીથી સન્માન કરવામાં આવ્યું હતું.

ઉજ્જવલ નિકમ મહારાષ્ટ્રના જાણીતા વકીલ પણ છે
26/11 આતંકવાદી હુમલાના આરોપી અજમલ કસાબને ફાંસીની સજા અપાવવા માટે ઉજ્જવલ નિકમને રાષ્ટ્રપતિ મુર્મુને રાજ્યસભા માટે નોમિનેટ કર્યાં છે. અગાઉ ભારતીય જનતા પાર્ટી વતીથી પૂનમ મહાજનની ટિકિટ કાપીને મુંબઈ નોર્થ સેન્ટ્રલની સીટ પર પોતાના ઉમેદવાર જાહેર કર્યાં. આમ છતાં જીત મળી નહોતી. 1953માં જળગાંવમાં જન્મેલા નિકમના પિતા પણ બેરિસ્ટર અને જજ તરીકે કામ કર્યું હતું. પુણે યુનિવર્સિટીમાં બીએસીની ડિગ્રી મેળવી હતી, ત્યારબાદ એસએસ મણિયાર લો કોલેજમાંથી કાયદામાં અભ્યાસ કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાષ્ટ્રપતિએ રાજ્યસભા માટે નોમિનેટ કરેલા ચાર સભ્યને અભિનંદન આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!