Sunday Special: દુનિયામાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં હિન્દીનો પણ છે દબદબો, મહત્ત્વ શું છે જાણો
ભારતમાં જેટલા રાજ્ય છે એટલી સમજો ભાષા અને એનાથી ડબલ, ત્રિપલ બોલી. બોલી હોય કે ભાષા એ તો એકબીજાને સમજવાનું માધ્યમ છે. કમ્યુનિકેશનનું માધ્યમ છે, જે કોઈ ચોક્કસ સમુદાયનો વારસો, પરંપરા અને પોતાની ઓળખની શાખ પણ પૂરે છે. વિશ્વમાં વિભિન્ન ભાષાના માધ્યમથી બોલનારા વિશ્વદૃષ્ટિકોણ, રીતિ-રિવાજ, વિશ્વાસ અને દુનિયાની જાણકારી મળે છે. એથનોલોગ અનુસાર દુનિયામાં કૂલ 7,159 ભાષા બોલાય છે, જેમાં 44 લુપ્તપ્રાય છે અને અનેક ભાષા બોલનારાની સંખ્યા માંડ 10,000થી ઓછા લોકોની છે. આમ છતાં સૌથી વધુ બોલાતી ટોપ ત્રણ ભાષામાં ત્રીજી હિન્દી આવે છે એ વાતને અવગણી શકાય નહીં. ચાલો એના મહત્ત્વ અને એને ટકાવવા ભારતમાં કેટલા પ્રયાસ થાય છે એની વિગતો પણ જાણીએ.
એશિયા ખંડમાં 2,300 જેટલી ભાષા છે
સૌથી મહત્ત્વની વાત એ છે કે દુનિયાની 20 સૌથી મોટી ભાષા બોલનારાની સંખ્યા 3.7 અબજથી માતૃભાષા છે. ભારતમાં ભાષા બોલવા માટે દરેક રાજ્યની રાજકીય સ્ટ્રેટેજી છે એટલે ઉત્તરના લોકો માટે દક્ષિણની ભાષા સ્વીકાર્ય નથી અને દક્ષિણના માટે પોતાની ભાષા સર્વોચ્ચ. ખેર, દુનિયાની વાત કરીએ તો દુનિયાની અડધોઅડધ વસ્તી દ્વારા બોલાતી વૈશ્વિક ભાષાનું ફક્ત 0.3 ટકા પ્રમાણ છે. પાપુઆ ન્યૂ ગિનીને દુનિયાની સૌથી વધારે ભાષા તરીકે માનવામાં આવે છે, જ્યાં લગભગ 840 સ્વદેશી ભાષા બોલાય છે. હાલ દુનિયામાં લગભગ 7,139 ભાષા જીવિત છે, જ્યારે કૂલ 7,159 ભાષા બોલાય છે, જેમાં એશિયા ખંડમાં 2,300 જેટલી ભાષા છે, જે દુનિયાની કૂલ ભાષાની વિવિધતાનું પ્રમાણ 2,144 છે, જ્યારે દુનિયામાં 30 ટકા હિસ્સો ધરાવે છે.
દેશમાં સત્તાવાર રીતે 22 ભાષાને માન્યતા છે
ભારતમાં અનેક ભાષા બોલાય છે અને બોલીનો પણ સમાવેશ થાય છે, પરંતુ સત્તાવાર રીતે 22 ભાષાને માન્યતા આપી છે. 2011ના સર્વે અનુસાર ભારતમાં 121 ભાષા બોલાય છે અને સમજવામાં પણ આવે છે, જે વિવધતામા એકતા સમાન છે. એક સર્વે મુજબ ભારતમાં લગભગ 43 ટકાથી વધુ લોકો હિન્દી બોલે છે. મોટી સંખ્યામાં લોકો હિન્દી બોલે છે, પરંતુ દેશના અનેક રાજ્યોના લોકોને એકબીજા સાથે જોડવા અને કોમ્યુનિકેશન માટે હિન્દીનું મોટું યોગદાન છે. હિન્દી ભારત સરકારની રાજકીય ભાષા છે. દર વર્ષે 10 જાન્યુઆરીના વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. બાકી દુનિયામાં સૌથી વધુ બોલાતી એકથી દસ ભાષામાં અનુક્રમે અંગ્રેજી, મેન્ડેરિન, હિન્દી, સ્પેનિશ, અરેબિક, ફ્રેન્ચ, બંગાળી, પોર્ટુગીઝ, રશિયન અને ઈન્ડોનેશિયાનો સમાવેશ થાય છે.

દસમી જાન્યુઆરીના વિશ્વ હિન્દી દિવસ ઉજવાય છે
વિશ્વ હિન્દી દિવસ મનાવવાનો ઉદ્દેશ હિન્દી ભાષાના પ્રચાર-પ્રસાર છે. દસમી જાન્યુઆરી 1975ના મહારાષ્ટ્રના નાગપુરમાં જ સૌથી પહેલું હિન્દી સંમેલન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં 30 દેશના 122 પ્રતિનિધિ આવ્યા હતા. ભારતમાં 14 સપ્ટેમ્બરના 1946ના રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. હિન્દી ભાષાનું જ નહીં, દરેક માતૃભાષા સાથે ભારતીયોએ આજે પણ અંગ્રેજી સાથે અન્ય ભાષાઓને સ્વીકારી છે, જે શીખવાથી બાળકના જ્ઞાનમાં વધારો થાય છે. હા, પણ કોઈ ભાષા હોય કે જ્ઞાન થોપવું જોઈએ નહીં.
યુએઈમાં પણ માન્યતા પ્રાપ્ત ભાષા હિન્દી છે
છેલ્લે મહત્ત્વની વાત કરીએ તો હિન્દી નામ ફારસી શબ્દ હિંદ પરથી લેવામાં આવ્યો છે અને જેનો અર્થ સિંધૂ નદી છે. અગિયારમી સદીની શરુઆતમાં ગંગાના મેદાન અને પંજાબ પર આક્રમણ કરનારા ફારસી ભાષી તુર્કોએ સિંધુ નદીના કિનારે બોલાતી ભાષાને હિન્દી નામ આપ્યું હતું, જે ભારતની સત્તાવાર ભાષા છે, જ્યારે યુએઈમાં માન્યતા પ્રાપ્ત લઘુમતી લોકોની ભાષા છે. દુનિયામાં પણ સૌથી વધુ બોલાતી ત્રીજા નંબરની ભાષા છે. હિન્દુસ્તાનમાં હિન્દીનું મહત્ત્વ યથાવત રહેશે તો દરેક રાજ્યના લોકો પણ એકબીજાને સમજવા અને એક થવા માટેનું મજબૂત માધ્યમ પણ હિન્દી રહેશે. ભાષાના નામે વિવાદ ઊભો કરવાથી કોઈનું પેટ નહીં ભરાય પણ આપણા જ દેશના લોકોનો સંપર્ક અને એકતા તૂટશે એટલું નક્કી છે.

હિન્દી ભાષાનું મહત્ત્વ અને અજાણી વાતો
– હિન્દીમાં પહેલી કવિતા જાણીતા કવિ અમીર ખુસરોએ લખી હતી, જ્યારે હિન્દી ભાષાનો ઈતિહાસ લખનારો કોઈ ભારતીય નહીં, પણ ફ્રાન્સીસ લેખક ગ્રાસિમ ડી તૈસી હતો.
– 26 જાન્યુઆરી, 1950માં સંસદની કલમ 343 અન્વયે હિન્દીને પ્રાથમિક ભાષા માની હતી.
– 1977માં દેશના તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ગૌરવની સાથે હિન્દી ભાષામાં સંબોધીને ભાષાનું ગૌરવ વધાર્યું હતું.
– હિન્દીમાં સૌથી પહેલી ફિલ્મ હતી રાજા હરિશ્ચચંદ્ર અને 1950માં સત્તાવાર ભાષાનો દરજ્જો મળ્યો હતો.
– ભારત સિવાય હિન્દી મોરેશિયસ, ફિલિપાઈન્સ, નેપાળ, ફિઝિ, ગુયાના, સુરીનામ, ત્રિનિદાદ, તિબેટ, યુએઈ અને પાકિસ્તાનમાં બોલાય છે અને લોકો સમજે પણ છે.
