આખરે બ્રિટનની રોયલ ટ્રેન ઈતિહાસમાં જમા…
રોયલ ટ્રેનની નિવૃત્તિ અંગ્રેજોની દોઢ સદીના શાહી યુગનો આવ્યો અંત
ભારત સહિત અનેક દેશોમાં અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જમાવ્યા પછી ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ટાઉન પ્લાનિંગ અને અન્ય બાબતમાં તેમની કુશળતા શ્રેષ્ઠ હતી. સદીઓ સુધી ચાલે એવા બ્રિજ, સ્કૂલ-કોલેજની બિલ્ડિંગ કે પછી સરકારી વસાહતો જ કેમ ના હોય, પરંતુ એ બધુ પણ ક્યારેક ઈતિહાસને હવાલે થતું હોય છે. વાત કરીએ એવી એક બ્રિટનની રોયલ ટ્રેનની અને એની જાહોજલાલીને, પણ એ પણ ઈતિહાસમાં જમા થઈ ગઈ એનું કારણ શું હતું એ જાણીએ.
કોન્ટ્રાક્ટ પૂરો થયો પહેલા બંધ
આ મુદ્દે બ્રિટનના કિંગ ચાર્લ્સ ત્રીજાએ જાહેર કર્યું હતું કે મહારાણી વિક્ટોરિયાના સમયથી ચાલતી ટ્રેનને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ વધતો ખર્ચ જવાબદાર છે. 2027માં એના એક કોન્ટ્રાક્ટ પણ પૂરો થશે, પરંતુ એના પહેલા બંધ કરવામાં આવી. લાઈવ મહેલના માફક દોડાવાતી રોયલ ટ્રેનની શરુઆત મહારાણી વિક્ટોરિયાએ પોતાના પ્રવાસથી કરી હતી. બ્રિટનની વાત કરીએ તો રોયલ ટ્રેન દાયકાઓ નહીં, પરંતુ સદીઓ જૂની પરંપરાનું પ્રતીક રહે છે. આ રોયલ ટ્રેનની શરુઆત રાણી વિક્ટોરિયાના જમાનામાં થઈ. 1869માં રોયલ ફેમિલી માટે ટ્રેન ચલાવવાનું શરુ કર્યું હતું, પરંતુ અત્યારના તબક્કે વધતા ખર્ચ અને મરમ્મતનો ખર્ચ પોસાતો નહીં હોવાથી રોયલ પરિવારને ટ્રેન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પરિવારના સભ્યો માટે પરિવહનનું સાધન
બ્રિટનમાં રાણી વિક્ટોરિયાના આદેશથી રોયલ ટ્રેન શરુ કરવામાં આવી હતી, જ્યારે તે ઔદ્યોગિક ક્રાતિ માટે મહત્ત્વપૂર્ણ મનાતી હતી. આ ટ્રેન આધુનિક સંસાધનોની સાથે સાથે રોયલ ફેમિલીની સેફ્ટી માટે બનાવવામાં આવી હતી. રોયલ ટ્રેનમાં આધુનિક બેડરુમ, રોયલ કિચન સાથે ડાઈનિંગ ટેબલની પણ સુવિધા હતી. ટ્રેનમાં પરિવારના સભ્યોને આરામ કરવાની સગવડ પણ હતી, જ્યારે પરિવારના સભ્યો માટે અવરજવર કરવા માટે મહત્ત્વનું પરિવહન હતું.
લાખો પાઉન્ડનો થતો ખર્ચ
ટ્રેનમાં વૈભવી ફર્નિચરની સાથે બેડ, કાર્પેટ, ચમકતી લાઈટિંગ સહિત મહેલ જેવી ડિઝાઈન હતી. ટ્રેનમાં સીસીટીવી કેમેરા, સંદેશાવ્યવહારની સુવિધાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટ્રેનમાં શરુઆતમાં નવ કોચ હતા, ત્યાર બાદ જરુરિયાત મુજબ ત્રણ કોચ ઉમેરવામાં આવ્યા હતા. રોયલ ટ્રેનની જાળવણી માટે લાખો પાઉન્ડનો ખર્ચ કરવામાં આવતો હતો. સમયાંતરે પ્લેન અને સી પ્લેન સહિત હાઈ સ્પીડ ટ્રેનના ઉપયોગ પછી રોયલ પરિવાર માટે કરોડોના ખર્ચે રોયલ ટ્રેનને નિભાવવાનું મુશ્કેલ બન્યું હતું.

કરદાતાઓના પૈસાનું પાણી
અલબત્ત, રોયલ ટ્રેનનું મેઈન્ટેનન્સ સહિત ઓપરેશન પાછળનો લાખો પાઉન્ડનો ખર્ચ જવાબદાર હતો. ઉપરાંત, ટ્રેનના સ્ટાફનો પગાર અને સેફ્ટી સહિત અન્ય બાબતનો સમાવેશ થયો હતો. એટલું જ નહીં, કરદાતાઓના પૈસાનું પાણી કરતા હોવાના દાવાને કારણે મને-કમને રોયલ ટ્રેનને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રોયલ ટ્રેનની સન્માનપૂર્વક વિદાય પછી પણ રોયલ પરિવારને સતત ચોથા વર્ષે 11.8 કરોડ ડોલરનું ભંડોળ આપવામાં આવશે, જેમાં માર્ચ, 2026 સુધીના 12 મહિનામાં બકિંગહામ પેલેસના મરમ્મત કામ માટે 43.8 મિલિયન ડોલરનો સમાવેશ થાય છે.
