ઈન્ડસ્ટ્રીને અલવિદા કરીને આ ગુજરાતી અભિનેત્રી છે 1,200 કરોડની કંપનીની માલિક, જાણો સફળતાનું રહસ્ય??
ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં એવા અનેક કલાકારો છે, જે પોતાની કારકિર્દી શિખર પર હોય ત્યારે ઈન્ડસ્ટ્રીને અલવિદા કરી દે છે. ભક્તિ અને ભગવાનની સેવામાં જિંદગી સમર્પણ કરવાના કિસ્સા જાણવા મળે છે. ટેલિવિઝનની ઈન્ડસ્ટ્રીમાં ગુજરાતી અભિનેત્રી છે, જે ફિલ્મના શો મારફત એક જમાનામાં કરોડો રુપિયા છાપતી હતી અને અચાનક ફિલ્મો છોડી દીધી હતી અને પાંચ વર્ષમાં તો તેને 1,200 કરોડની કંપની બનાવી દીધી હતી, જાણીએ કોણ છે એ ગુજરાતી અભિનેત્રી, જેને બિઝનેસ સેક્ટરમાં પોતાનું નામ બનાવ્યું છે.
અનેક શોમાં નામ બનાવ્યું
અમુક કલાકારો વર્ષોથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે, જ્યારે કલાકારોને પણ જોરદાર મહેનત કરવી પડે છે અને પડકારનો સામનો કરવો પડે છે. ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતા નામની વાત કરીએ તો 39 વર્ષની ટીવી અભિનેત્રીએ અચાનક શો છોડીને નવી દુનિયા ઊભી કરવાનું નક્કી ક્યું હતું. ટીવીની જાણીતી સિરિયલ કુસુમ, વિરુદ્ધ, સિંદૂર તેરે નામ, લાગી તુજસ લગન, સાત ફેરે સહિત અનેક શોમાં કામ કર્યું હતું. નાગિનમાં કામ કર્યા પછી તો અત્યારે પતિ-બાળકો સહિત પરિવાર સાથે જીવન વીતાવે છે, જ્યારે પોતાની કંપની પણ સંભાળે છે. મૂળ અમદાવાદમાં જન્મેલી અભિનેત્રીની ટીવીથી લઈને બિઝનેસ ક્ષેત્રની ઉડાનની રિયલ સ્ટોરીને જાણીએ.
2019માં ઈન્ડસ્ટ્રી છોડી
વાત કરીએ જાણીતી સિરિયલ્સમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી આશકા ગોરડિયાની. ટીવીમાં વહુ અને નેગેટિવ રોલથી ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવ્યું હતું. 2019માં છેલ્લે આશકા ગોરડિયાને ઓન સ્ક્રીન જોવા મળી હતી અને 2021માં આશકાએ ઈન્ડ્સ્ટ્રી છોડવાની સત્તાવાર જાહેરાત કરીને સૌને ચોંકાવ્યા હતા.

વેન્ચરમાં ફ્રેન્ડ સાથે આપ્યો
અભિનેત્રીએ 2019માં જ પોતાના બિઝનેસ વેન્ચર પર કામ કરી રહી હતી, જે આજે એક સફળ બિઝનેસવુમન છે. પોતાની કોસ્મેટિક બ્રાન્ડની સફળતાની સાથે ચાલે છે અને તેની બ્રાન્ડનું નામ છે રેન્ને (Renne), જ્યારે તેના વેન્ચરમાં સપોર્ટ કોલેજના ફ્રેન્ડે આપ્યો હતો. 2020માં પોતાની બ્યુટી બ્રાન્ડની શરુઆત કરી હતી.

ફિટનેસ માટે વધુ સતર્ક રહે છે
આજે આશકા પોતાની બ્રાન્ડની સીએમઓ અને ડિરેક્ટર છે. એક્ટિંગ છોડીને પણ બિઝનેસ ક્ષેત્રે પણ પોતાનું નામ જમાવવાની સાથે બ્રાન્ડનું નામ પણ બનાવ્યું છે. બિઝનેસની માફક આશકાનો ગ્લેમરના અંદાજ પણ અલગ છે. પોતાને ફિટનેસ ફ્રીક માને છે, જ્યારે પોતાને ફીટ રાખવા માટે લોકોની સાથે પોતે પણ યોગ અને જિમ સેશનના વીડિયો પણ અચૂક શેર કરે છે.

બ્રેન્ટ ગોબલ સાથે કર્યા છે લગ્ન
આશકાની લાઈફ સેટલ્ડ છે. અમેરિકન ઉદ્યોગપતિ બ્રેન્ટ ગોબલ સાથે લગ્ન કર્યાં હતા. હવે પોતાના પતિ-બાળકો સાથે મોજથી જિંદગી જીવન વીતાવી રહે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે અભિનેત્રીએ 2022 સુધીમાં 820 કરોડનો રુપિયાનો કારોબાર કર્યો હતો, જે આજની તારીખે 1,200 કરોડ રુપિયાએ પોંચ્યો છે.
