આ દેશમાં બાર નહીં 13 મહિના હોય છે અને દુનિયાથી સાત વર્ષ પાછળ ચાલે છે…
આખી દુનિયા 12 મહિના અને Gregorian કેલેન્ડર માને છે, ત્યારે ઈથિયોપિયા આજે પણ પોતાની પરંપરા અનુસરે છે
આફ્રિકન દેશ દુનિયામાં આગવી ઓળખ ધરાવે છે, જેમાં ખાસ ઈથિયોપિયા. એબિસીનિયાના ઉચ્ચપ્રદેશ તરીકે ઓળખાતો ઈથિયોપિયાનો મોટા ભાગનો વિસ્તાર દરિયાની સપાટીથી સરેરાશ 3,000 મીટરની ઊંચાઈ ધરાવે છે, જ્યારે ઈથિયોપિયાના પહાડી પ્રદેશમાં લગભગ 4,000 મીટરની ઊંચાઈના અનેક જ્વાળામુખી શિખરો આવેલા છે, જે પૈકી રાસ દશન 4,640 મીટરની ઊંચાઈ ધરાવે છે. ભૌગોલિક રીતે દુનિયામાં અલગ છે, જ્યારે તેનાથી અલગ ગ્રેગોરિયન કેલેન્ડરને માનતું નથી અને એથી દુનિયાથી સાત વર્ષ પાછળ. ચાલો જાણીએ ઈથિયોપિયાની અલગ વાત.
તેરમા મહિનાના પાંચ દિવસ હોય છે
જ્યારે પૂરી દુનિયા 12 મહિના અને ગ્રેગોરિયન કેલેન્ડરને માને છે, ત્યારે દુનિયામાં એક દેશ એવો પણ છે, જે આજે પણ પોતાની પરંપરા અનુસારના કેલેન્ડર સાથે ચાલે છે અને એ દેશ છે ઈથિયોપિયા, જે પોતાના ખાસ ગીત (Ge’ez) કેલેન્ડરને કારણે પૂરી દુનિયામાં અલગ રીતે ઓળખાય છે. ઈથિયોપિયામાં વર્ષના 12 નહીં, પરંતુ 13 મહિના હોય છે, જેમાં 12 મહિનામાં 30-30 દિવસ હોય છે, જ્યારે તેરમા મહિનાને પાગૂમે કહેવાય છે, જેમાં પાંચ દિવસ હોય છે અને લીપ યરમાં છ દિવસ હોય છે. એટલું જ નહીં, વર્ષમાં કૂલ 365 અથવા 366 દિવસ હોય છે. એવી તો બીજી શું વિશેષતા હોય છે એની વિગતે વાત કરીએ.
નવા વર્ષની પહેલી જાન્યુઆરી નહીં, 11 સપ્ટેમ્બરે મનાવાય છે. સમગ્ર દુનિયા પહેલી જાન્યુઆરીના નવું વર્ષ સેલિબ્રેટ કરે છે, ત્યારે ઈથિયોપિયામાં નવું વર્ષ અગિયારમી સપ્ટેમ્બરથી મનાય છે અને એ જ દિવસે એનકુટતાશ (Enkutatash) નામનો ઉત્સવ ઉજવાય છે, જે ત્યાંનું પારંપારિક નવું વર્ષ કહે છે. આ દિવસના ખુશીઓ અને પરંપરાગત રીતે સેલિબ્રેશન કરવામાં આવે છે.

દુનિયાથી સાતથી આઠ વર્ષ પાછળ છે ઈથિયોપિયા
આજે જ્યારે દુનિયા 2025-26માં છે, ત્યારે ઈથિયોપિયામાં અત્યારે 2017મું વર્ષ છે. એનું કારણ એ છે કે ઈથિયોપિયાને રોમન ચર્ચ દ્વારા 525 ઈસ્વીસનમાં કરેલા કેલેન્ડરને ક્યારેય સ્વીકાર્યું નહોતું અને આ જ કારણથી અહીંની તમામ ગણતરીઓ પણ દુનિયાથી અલગ છે અને સાતથી આઠ વર્ષ પાછળ ચાલે છે. કેલેન્ડરનો નામ અને આધાર સ્થાનિક ભાષા ગીત કેલેન્ડર કહેવાય છે. અહીંના પ્રાચીન કોષ્ટિક અને જુલિયન કેલેન્ડર આધારિત છે, જેને ઈથિયોપિયાએ અત્યાર સુધીમાં પોતાની સંસ્કૃતિ અને ઓળખનો ભાગ બનાવી રાખ્યો છે.
અઠવાડિયાના દિવસો અને મહિનાના નામ અલગ છે
ઈથિયોપિયાના કેલેન્ડર ફક્ત મહિના અને તારીખમાં નથી, પરંતુ અઠવાડિયાના દિવસો પણ અલગ છે. અહીં અઠવાડિયાના પાંચ દિવસ હોય છે અને એક મહિનામાં લગભગ છથી સાત અઠવાડિયા માનવામાં આવે છે, જ્યારે મહિનાના નામ પણ દુનિયાથી અલગ છે જેમ કે Meskerem, Tikimt, Hidar, Tahsas, Tir, Yekatit, Megabit, Miyazya, Ginbot, Sene, Hamle, Hehase અને Pegume. ઈથિયોપિયા ફક્ત અનોખા કેલેન્ડર માટે જ નહીં, પરંતુ આફ્રિકાનો એકમાત્ર દેશ છે, જેને ક્યારેય બ્રિટિશ સામ્રાજ્યએ ગુલામ બનાવી શક્યું નથી. સાંસ્કૃતિક વિરાસત અને આઝાદીની ભાવનાએ તેને અન્ય આફ્રિકન દેશોથી અલગ ઓળખ આપી છે એટલું ચોક્કસ કહી શકાય.
કોરોના મહામારી વખતે ઈથિયોપિયામાં 2012નું વર્ષ હતું
કોરોના મહામારી વખતે પણ કેલેન્ડર ચર્ચામાં રહ્યું હતું. 2019-2020માં સમગ્ર દુનિયા કોરોના મહામારીથી ઝઝૂમી રહી હતી ત્યારે ઈથિયોપિયા વર્ષ 2012માં હતું અને એ દુનિયાથી સાતથી આઠ વર્ષ પાછળ છે. ઈથિયોપિયાનું આ કેલેન્ડર ફક્ત તિથિઓ જ નહીં, પરંતુ ધાર્મિક માન્યતાઓ, પરંપરાઓ અને ઐતિહાસિક ઘટનાઓ સાથે સંકળાયેલી છે. આ જ કારણથી આજે ઈથિયોપિયા પોતાના પ્રાચીન સમય ચક્રને ભૂલ્યું નથી અને એનું ગૌરવપૂર્ણ પાલન કરે છે. એવું કહેવાય છે કે આ દેશ વિવિધ જાતિજૂથો, ભાષાઓ અને પ્રાચીન સાંસ્કૃતિ પરંપરાઓ ધરાવતો આ દેશ સદીઓથી રાજાશાહી શાસન ભોગવતો હતો, જ્યારે ખાસ કોઈ વિદેશી આક્રમણખોરોનો ભોગ બન્યું નથી છતાં છેલ્લી સદીના અંતભાગમાં કિનારાના વિસ્તારો પર બ્રિટન, ફ્રાન્સ અને ઇટલીએ કબજો જમાવ્યો હતો પણ વધુ ટક્યા નહોતા.
