માર્કેટની ઉથલપાથલ વચ્ચે વોરેન બફે જેવી સ્ટ્રેટેજી અપનાવીને કમાણી કરી શકો છો, જાણો કઈ રીતે?
અત્યારે સ્ટોકમાર્કેટમાં એક કરતા અનેક નકારાત્મક પરિબળો છે. મુંબઈ-મહારાષ્ટ્ર યા ભારતમાં સ્થાનિક પરિબળોની તુલનામાં વૈશ્વિક પરિબળો વધારે અસર કરી રહ્યા છે. વૈશ્વિક રોકાણકારો પર માર્કેટ ટકેલું છે, જેમાં ડોલરની નરમાઈથી લઈને અમેરિકાની દાદાગીરી અને વૈશ્વિક યુદ્ધના માહોલને કારણે ચારેબાજુ માર્કેટમાં અફડાતફડીનો માહોલ છે. આ સંજોગોમાં માર્કેટના ઈન્વેસ્ટર માટે સૂડી વચ્ચે સોપારી જેવો તાલ થાય છે. મોટા ભાગના રોકાણકારોની હાલત કફોડી થાય છે, જેમાં ઉપર માર્કેટ જતા પોતે નુકસાન ભોગવી રહ્યા હોય છે. માર્કેટની બેવડી ચાલમાં પણ કઈ રીતે રોકાણ કરવું એની દુનિયાના દિગ્ગજ ઈન્વેસ્ટર વોરેન બફે પાસેથી શીખ મેળવી શકાય, કઈ રીતે જાણીએ.
શેરબજારમાં 90 ટકા રોકાણકારોની નબળી સેલિંગ સ્ટ્રેટજીને કારણે નુકસાન ભોગવતા હોય છે, પરંતુ માર્કેટમાં નફો રળનારા પણ ઈન્વેસ્ટર છે. દુનિયાના સૌથી મોટા રોકાણકારોમાં વોરેન બફેનું પહેલું નામ લઈ શકાય. વોરેન બફે આજે પણ એવા સ્ટોકની ખરીદી કરે છે, જેમાંથી કરોડોની કરે છે કમાણી. શેર ખરીદવાની પણ રણનીતિ બનાવી છે એની સાથે તેને વેચવાની નીતિ પણ કમાલની હોય છે, પરંતુ તેમની સ્ટ્રેટેજી મોટા ભાગના રોકાણકારો જાણતા નથી. શું અપનાવે છે ટેક્નિક એ વિગતવાર જાણીએ.
કંપનીને સૌથી પહેલા વિગતવાર જાણો
વોરેન બફેની સ્ટાઈલની વાત કરીએ તો કંપનીને સૌથી પહેલા વિગતવાર જાણો. કંપનીમાં રોકાણ કરતા પૂર્વે કંપનીના નફા-નુકસાન અંગેની સ્થિતિ જાણો. જેમ કે કોઈ એવિયેશન સેક્ટરની કંપની હોય તો સતત થઈ રહેલા નુકસાનને કારણે તેની માર્કેટ પર અસર પડે છે, તેથી તેના માટે સ્ટોક વેચવાનો સમય આવ્યો કહી શકાય.
સ્ટોકની રિયલ કિંમત જાણો
બીજી વાત કરીએ તો સ્ટોકની રિયલ કિંમત જાણો. જો તેની મૂળ કિંમત કરતા સ્ટોકની વેલ્યુ વધારે હોય તો સાવધાન રહો. પ્રાઈસ-ટૂ-અર્નિંગ રેશિયો અથવા કેશ ફ્લો જેવા ટૂલ્સનો ઉપયોગ કરો, જેથી સ્ટોકની મૂળ વેલ્યુ ખબર પડે. જો તમને રોકાણની રિયલ વેલ્યુ ખબર નથી તો જોખમ લેવું જોઈએ નહીં. માર્કેટમાં થતી ઉથલપાથલ વખતે શાંત રહો. વોરેન બફેની સ્પષ્ટ નીતિ છે કે જ્યારે માર્કેટ ઘતટે ત્યારે ડરીને સ્ટોક વેચવાની પણ મોટી ભૂલ છે. કંપનીના ફંડામેન્ટલ મજબૂત હોય તો વેચવાની ઉતાવળ કરશો નહીં. ઉતાવળમાં પૈસા કમાવવાની લાલચ રાખીને લાંબા ગાળે થનારા ફાયદાને તમે ગુમાવી શકો છો. બજારના ઉતારચઢાવને થોડો સમય અવગણીને સમજી વિચારીને લે-વેચ કરવી.
વારંવાર ખરીદવા-વેચવાનું ટાળો
વોરેન બફેનું માનવું છે કે વારંવાર ખરીદવા-વેચવાનું ટાળો, પરંતુ સમજદારી પૂર્વક રોકાણ કરો. જો તમે કોઈ સ્ટોકને 10 વર્ષ સુધી રાખવા માટે તૈયાર નથી તો તેને દસ મિનિટ માટે પણ ખરીદવાનું ટાળો અને ધીરજ રાખીને રોકાણ કરો. છેલ્લે મહત્ત્વની વાત સ્ટોક વેચવાની. કંપનીની મજબૂતાઈ, રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ, યોગ્ય મૂલ્યાંકન અને ધીરજ. જો તમારા પોર્ટફોલિયોને ધ્યાનથી જુઓ તો બજારમાં લાંબા સમય માટે ફોક્સ કરો.
દેશમાં 19 કરોડ ડીમેટ ખાતા
મુંબઈના શેરબજારની વાત કરીએ તો વિના કારણ માર્કેટમાં ગમે ત્યારે તેજી અને મંદી જોવા મળતી હોય છે, જેનાથી નાના રોકાણકારોનો મરો થાય છે. દેશમાં 19 કરોડ ડીમેટ ખાતા છે, જેનાથી કરોડો લોકો કમાણી કરે છે અને નુકસાન પણ એટલું જ. નેશનલ સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર 90 ટકા રોકાણકારોને નુકસાન થાય છે, જ્યારે તેના પાછળનું કારણ પણ સ્ટોક ખરીદવા અને વેચવાની ઉતાવળ.
(અહીંના લેખ ફક્ત એનાલિસિસ આધારે છે, માર્કેટમાં રોકાણ સમજી-વિચારીને કરવું, વેબસાઈટને કોઈ લેવાદેવા નથી.)
