દીપિકા પાસેથી જન્મદિવસે શુભેચ્છા નહીં મળતાં, રણવીર સિંહના સંબંધો પર ઉઠ્યાં સવાલ
40મા બર્થ-ડે પર ‘ધુરંધર’ના ટીજર સાથે લોકોમાં નવી ચર્ચા, દીપિકા અને રણવીરના સંબંધોમાં તિરાડ હોવાના સંકેત?
બોલીવુડના અભિનેતા રણવીર સિંહે 40મો જન્મદિવસ મનાવ્યો. રવિવારે રણવીરની આગામી ફિલ્મ ધુરંધરનો ફર્સ્ટ લૂક પ્રોમો જારી કરવામાં આવ્યો હતો, જેમાં રણવીરનો દમદાર એક્શન અને ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યું હતું. બર્થ-ડે વખતે તેની આગામી ફિલ્મનું ટીજર રિલીઝ કરવામાં આવ્યું પણ સૌથી મોટું આશ્ચર્ય એ વાતનું લોકોને થયું છે કે આ ફિલ્મ અને જન્મદિવસ માટે પત્ની તરફથી કોઈ શુભેચ્છા મળી નથી અને એને લઈ સૌને સવાલ થયા છે.
રણવીર સિંહના જન્મદિવસના દિવસે ફિલ્મ ધુરંધરના ટીઝર રિલીઝ પૂર્વે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરી હતી. બર્થ-ડેના એક દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામની તમામ પોસ્ટ ડિલીટ કરવાને લઈ ચર્ચામાં હતી, એના પછી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ક્રોસ તલવારની સાથે 12.12ની પોસ્ટ શેર કરી હતી, જેને લઈ અનેક લોકોએ સવાલ કર્યાં છે.
બંને વચ્ચે શું ચાલી રહ્યું છે એના કારણે લોકોમાં સંશય છે. દીપિકા અને રણવીરના રિલેશનમાં કોઈ તિરાડ પડી હોવાના સવાલો છે, પરંતુ બંનેએ અત્યાર સુધીમાં કોઈ રિએક્શન આપ્યા નથી. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો તો કરે છે, પરંતુ રણવીર સિંહની ઈન્સ્ટાગ્રામની પોસ્ટ ડિલીટ કરવાને કારણે ખળભળાટ મચાવી નાખ્યો છે. એટલું જ નહીં, રણવીર સિંહના બર્થ-ડે અંગે દીપિકાએ કોઈ પોસ્ટ શેર કરી નથી, જ્યારે ફિલ્મ ધુરંધર અંગે પણ કોઈ પ્રતિક્રિયા આપી નથી.
એના સિવાય ઈન્સ્ટાગ્રામ પર પણ દીપિકાની છેલ્લી પોસ્ટમાં પિતાને આપેલી બર્થ-ડેની શુભેચછા વ્યક્ત કરી હતી, જેમાં રણવીરની શુભેચ્છા પણ જોવા મળે છે. 70 વર્ષના પ્રકાશ પાદુકોણના જન્મદિવસની શુભેચ્છા આપી હતી, પરંતુ પતિ રણવીરને શુભેચ્છા નહીં આપતા હવે દીપિકાને લોકો ટ્રોલ કરીને પૂછી રહ્યા છે કે તમારા જીવનમાં બધુ બરાબર છે ને. દીપિકા અને રણવીરે બંનેના રિલેશન અંગે કોઈ ફોડ પાડ્યો નથી. અહીં એ જણાવવાનું કે દીપિકાએ ગયા વર્ષે પણ રણવીર સિંહને બર્થ-ડે વિશ નહીં કર્યા પછી પણ ચાહકોએ નારાજગી વ્યક્ત કરી હતી. સૌથી મોટી વાત એ છે કે રણવીર સિંહની તમામ પોસ્ટ ડિલીટ કરવામાં આવી હોવાથી લોકોએ સંબંધને લઈને પણ સવાલ કરી રહ્યા છે.
