સક્સેસ સ્ટોરીઃ કરોડો વિદ્યાર્થી માટે પ્રેરણારુપ બન્યો હતો 21 વર્ષનો આઈએએસ
ગરીબ ઓટો ડ્રાઇવરનો દીકરો, જેણે પહેલી જ અટેમ્પ્ટમાં યુપીએસસી પાસ કરી હતી
ડોક્ટર, એન્જિનિયર યા શિક્ષક બનવાની તુલનામાં દેશમાં અત્યારે કોમ્પિટિશન એક્ઝામ આપીને ક્લાસ વન અધિકારી બનવાની યુવાનોમાં વધી રહી છે. સવાલ નિષ્ફળતાનો રહે છે પણ એની અવગણના કરી શકો છો અને સફળ થાવ નહીં ત્યાં સુધી પ્રયાસ કરતા રહેવો જોઈએ. આજની સક્સેસ સ્ટોરીના રાજા છે નાની વયે આઈએએસની પરીક્ષા પાસ કરનાર યુવાન. 21 વર્ષની ઉંમરે ઈન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ (આઈએએસ)ની પાસ કરીને પોતાના પરિવાર સાથે કરોડો પરીક્ષા આપનારા ઉમેદવારો માટે આશાનું કિરણ બન્યો છે. એ હોનહાર યુવાનની વાત કરીએ.

મૂળ જાલના જિલ્લાનો મરાઠવાડનો રહેવાસી
આઈએએસ યા યુપીએસસીની સિવિલ સેવાની પરીક્ષા દેશની સૌથી કપરી પરીક્ષા પૈકીની એક છે. દર વર્ષે પરીક્ષા આપનારા લાખો યુવાનમાંથી વર્ષે માંડ 200-300 યુવાન પાસ થાય છે. બાકી યુવાનો લાખો પ્રયાસ પછી પણ નિષ્ફળ રહે છે. અમુક યુવાનો પરિવારને બે ટંક ખાવાપીવાની મુશ્કેલી પડતી હોય તો પણ પાસ થવાના અનેક દાખલા છે, પરંતુ ક્યારેક એવા પરિવારમાંથી યુવાનો આઈએએસની પરીક્ષા પાસ કરે છે. આ વખતે મહારાષ્ટ્રના આઈએએસ અંસાર શેખ અહમદની વાત છે, જે મૂળ જાલના જિલ્લાના મરાઠવાડાના એક શેલ ગામનો રહેવાસી છે. અંસાર ગરીબ પરિવારમાં આવે છે, જ્યારે પિતા ઓટોરિક્ષાચાલક છે, જ્યારે માતા ખેતીવાડીનું કામ કરે છે.
ઓલ ઈન્ડિયામાં 361મો રેન્ક પ્રાપ્ત કર્યો
અંસાર બાળપણથી ભણવામાં હોશિયાર હતો, જે જાણતો હતો કે ઘરની હાલાત સારી નહીં હોવાથી વધુ ભણી શકશે નહીં, તેથી તેને આઈએએસની તૈયારી કરવાનું શરુ કર્યું હતું. ઘરમાં સંસાધનોની કમી હોવા છતાં ભણવા માટે પણ કોઈ પીછેહઠ કરી નહોતી અને પોતાની જિંદગીનું લક્ષ આઈએએસ બનાવવાનું નક્કી કર્યું હતું. સખત મહેનત કર્યા પછી પરીક્ષા આપીને પહેલા પ્રયાસમાં યુપીએસસીમાં ઓલ ઈન્ડિયામાં 361મો રેન્ક પ્રાપ્ત કર્યો હતો.
પરીક્ષા પાસ કરી ત્યારે ઉંમર 21 વર્ષની હતી
ઓલ ઈન્ડિયામાં સૌથી મોટી વાત એ હતી કે 21 વર્ષની નાની ઉંમરે અને પહેલા પ્રયાસમાં આઈએએસ અધિકારી તરીકે પસંદગી થઈ હતી. અંસારની સફળતાએ પરિવાર જ નહીં કરોડો વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં સફળ રહેવા માટે પ્રેરણા ઊભી કરી હતી. અંસાર શેખે 2015માં યુપીએસસીની ફાઈનલ પરીક્ષા આપી ત્યારે તેની ઉંમર હતી 21 વર્ષ. અંસાર શેખે કહ્યું હતું કે મુશ્કેલ સંજોગો પણ જોયા છે, પરંતુ તમામ મુશ્કેલીઓની વચ્ચે પણ શાનદાર રીતે આઈએએસ અધિકારી બન્યો હતો.
પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં કાર્યરત
પરિવારની વ્યક્તિગત વાત કરીએ તો અંસારના પિતાની ત્રણ પત્ની છે, જ્યારે તે બીજી પત્નીનો દીકરો છે. તેની બે બહેનના લગ્ન પણ નાની ઉંમર (14-15 વર્ષે) થયા હતા, જ્યારે પિતાના ગુસ્સાનો પણ તેની માતા ક્યારેક ભોગ બનતી હતી. પરીક્ષાની તૈયારીના અનુભવો વ્યક્ત કરતા અંસારે કહ્યું હતું કે પુણેની ફર્ગ્યુસન કોલેજમાં પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. ગ્રેજ્યુએશનમાં 73 ટકા મેળવ્યા પછી યુપીએસસીની પરીક્ષાની તૈયારી માટે રોજ 12થી 13 કલાકનો અભ્યાસ કરતો હતો. આઈએએસ અધિકારી અંસાર શેખ પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં એડીએમ તરીકે કાર્યરત છે, જ્યારે સોશિયલ મીડિયા પર પણ 3.43 લાખથી વધુ ફોલોઅર્સ છે.
