December 20, 2025
ટ્રાવેલ

ભારતીયોને આ દેશમાં વિના વિઝા 90 દિવસ રહેવાની સ્વતંત્રતા છે, જાણો કયો દેશ?

Spread the love

દુનિયાનો એક એવો દેશ છે, જે ભારતીયોને 90 દિવસ સુધી વિના કોઈ વિઝા રહેવા અને ફરવાની આઝાદી આપે છે. આ દેશની સુંદરતા પણ કમાલ છે. જાણો કયો દેશ છે અને શું વિશેષતા છે. 90 દિવસ વિઝા વિના રહેવાની ફરવાની આઝાદી મળે એ હકીકતમાં મોટી વાત છે, જે ભારતનું પણ ગૌરવ વધ્યું છે. ભારતીય પર્યટકોને 90 દિવસ વિઝા વિના રહી શકે છે એ દેશ છે ત્રિનિદાદ એન્ડ ટોબેગો. આ બે આઈલેન્ડને એક કરીને એક દેશ બન્યો છે.

ક્યારે ક્યારે વિઝાની જરુરિયાત હોતી નથી. જો તમે ત્રિનિદાદ એન્ડ ટોબેગો ફરવા માટે જતા હોય તો, બિઝનેસના કામે જતા હોય તો યા તો પરિવારના સભ્યોને મળવા જઈ રહ્યા હો તો 90 દિવસ વિઝા વિના રહી શકો છો. એના માટે અમુક શરતોનું પાલન કરવાનું રહે છે. આ નિયમોનું પાલન કરીને તમે આરામથી રહી શકો છો. એટલું જ નહીં, તે સ્ટડી અથવા બીજા કોઈ ઉદ્દેશથી થઈ ગયા હો તો વિઝાની જરુરિયાત પડે છે.

પાસપોર્ટ ઓછામાં ઓછા 6 મહિના સુધી માન્ય જોઈએ
હવે તમને સવાલ થાય કે કયા દસ્તાવેજોની જરુરિયાત પડે છે એ સવાલનો જવાબ પણ જાણો. ભારતીય પાસપોર્ટ ઓછામાં ઓછા 6 મહિના સુધી માન્ય હોવો જોઈએ. હોટેલ બુકિંગનું પ્રુફ બતાવવાનું રહે છે. કોઈએ ઈન્વિટેશન આપ્યું હોય તો પણ બતાવવાનું રહે છે. ટૂરિસ્ટ ઉદ્દેશને લઈ ફરવા માટે જતા હો તો ફાઈનાન્શિયલ સ્ટેટસ ક્ષમતા મુદ્દે પૂછી શકાય છે. એનો સીધો અર્થ એ છે કે જે તે વ્યક્તિ આર્થિક રીતે સદ્ધર છે કે નહીં તો ફરી શકે છે.

ત્રિનિદાદ કાર્નિવાલ ધ ગ્રેટેસ્ટ શો ઓન તરીકે ઓળખે છે
પર્યટનની રીતે પણ ત્રિનિદાદ એન્ડ ટોબેગો બેસ્ટ છે. અહીંના રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને લોકસભાના સ્પીકર ભારતીય મૂળના છે. ત્રિનિદાદ એન્ડ ટોબેગોમાં હોલિકા દહન, દિવાળી, ઈદ સહિત ક્રિસમસ વગેરે તહેવારનું સેલિબ્રેશન કરવામાં આવે છે. અહીંના કુદરતી સૌંદર્યસભર શહેરો, કોરલ રીફ અને વાઈલ્ડલાઈફ માટે પણ જાય છે. અસા રાઈટ નેચર સેન્ટર બર્ડ વોચિંગ પણ જાણીતું છે. ત્રિનિદાદ કાર્નિવાલને ધ ગ્રેટેસ્ટ શો ઓન અર્થ કહે છે, જેથી દુનિયાભરના લોકો પહોંચે છે.

વાજપેયી પછી નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હમણા આ દેશની મુલાકાત લીધી હતી. 26 વર્ષ પછી આ દેશની મુલાકાતે ભારતના વડા પ્રધાન પહોંચ્યા હતા. 1999માં તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી પોર્ટ ઓફ સ્પેન ગયા હતા. ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો એક ટાપુ દેશ છે, જે કેરેબિયન સાગરના સૌથી દક્ષિણ કિનારા પર છે. પાટનગર પોર્ટ ઓફ સ્પેન છે, જ્યારે દક્ષિણ અમેરિકાની નજીકનો કેરેબિયનનો હિસ્સો હતો, જ્યારે અર્થવ્યવસ્થા ગેસ અને તેલ આધારિત છે.

દેશની કૂલ વસ્તી 15 લાખની આસપાસ છે
વેનેઝુએલાથી ફક્ત સાત માઈલ દૂર ત્રિનિદાદ એન્ડ ટોબેગો કેરેબિયન સાગરમાં આવેલ છે, જે નોર્થ એટલાન્ટિક સાગરને મળે છે. અંગ્રેજોએ આ બે ટાપુને એક કર્યા હતા. 31 ઓગસ્ટ, 1962માં અંગ્રેજોથી આઝાદી મળ્યા પછી નવા દેશનું નામ ત્રિનિદાદ એન્ડ ટોબેગો નામ મળ્યું હતું. દેશની કૂલ વસ્તી 15 લાખની આસપાસ છે, જ્યારે સત્તાવાર ભાષા અંગ્રેજી અને હિન્દીની સાથે કેરેબિયન હિન્દી, ફ્રેન્ચ, સ્પેનિશ અને ચીની પણ બોલાય છે. અહીંનો સાક્ષરતા દર 98 ટકા છે, જ્યારે મોટાભાગના લોકો શિક્ષિત છે. અહીં ભારતીય મૂળના લોકોની બોલબાલા છે. હાલમાં ભારતીય મૂળના કમલા પ્રસાદ બિસેસર વડા પ્રધાન છે, જે મે, 2025માં ફરી વડા પ્રધાન બન્યા છે. 2010માં વડા પ્રધાન બન્યા ત્યારે ભારતીય મૂળના પહેલા મહિલા વડા પ્રધાનનું સ્થાન ધરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!