December 20, 2025
ટોપ ન્યુઝમુંબઈ

મરાઠી ભાષા મુદ્દે હિંસા: નિતેશ રાણેની ફટકાર, ગરીબ હિંદુઓની શા માટે મારપીટ?

Spread the love

હિંમત હોય તો નળ બજાર યા મોહમ્મદ અલી રોડ મરાઠી બોલવા અંગે બળજબરી કરો

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના કાર્યકર્તાઓએ ફૂડ સ્ટોલના માલિકને મરાઠીમાં વાત નહીં કરવાના કિસ્સામાં મારપીટ કરી હતી. આ મુદ્દે રાજ્ય સરકારના મંત્રી નિતેશ રાણેએ રોષ વ્યક્ત કર્યો હતો અને કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

થાણે જિલ્લામાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના કાર્યકર્તાઓ દ્વારા એક ફૂડ સ્ટોલના માલિકને મરાઠી ભાષામાં વાત નહીં કરવા મુદ્દે મારપીટ કરવા મુદ્દે મહારાષ્ટ્ર સરકારના ભાજપના ક્વોટામાંથી મંત્રી નિતેશ રાણેએ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. રાણેએ કહ્યું હતું કે રાજ્ય સરકાર આ ઘટના વિરોધમાં કડક કાર્યવાહી કરશે. મરાઠી નહીં બોલવા મુદ્દે આ પ્રકારનું વર્તન સહી લેવામાં આવશે નહીં. મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે ગરીબ હિંદુઓને આ લોકોએ માર્યા છે. જો તમારામાં હિંમત હોય તો નળ બજાર, મોહમ્મદ અલી રોડ યા માલવણી વગેરે વિસ્તારમાં જઈને મરાઠી બોલો. હિંમત બતાવી શકો છો. આમિર ખાન અને જાવેદ અખ્તર મરાઠીમાં બોલે છે, ત્યાં તો કોઈ કશું કરતા નથી.


એનાથી આગળ નિતેશ રાણેએ કહ્યું કે જે દાઢીવાળા અને ગોળ ટોપીવાળા છે એ મરાઠીમાં વાત કરે છે. શુદ્ધ મરાઠીમાં વાત કરે છે. જાવેદ અખ્તર મરાઠીમાં વાત કરે છે. આમિર ખાન મરાઠીમાં વાત કરે છે. આ બધાના મોંઢામાં મરાઠી બોલાવવાની હિંમત છે તો પછી ગરીબ હિંદુઓને મારવાની શા માટે હિંમત કરે છે. રાણેએ કહ્યુ કે આ સરકાર હિંદુઓએ બનાવી છે. હિંદુત્વના વિચારની સરકાર છે, તેથી આ પ્રકારની કોઈ હિંમત કરશે તો અમારી સરકાર પણ ત્રીજી આંખ ખોલશે.

મંગળવારે ભાયંદરના વિસ્તારમાં એક વેપારીની મારપીટ કરી હતી. વીડિયોમાં મનસેના કાર્યકરોએ વેપારીની મારપીટ કરી હતી. આ વિવાદનો વીડિયો વાયરલ થયા પછી લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી હતી. મીરા-ભાયંદરમાં આ મુદ્દે ફરિયાદ નોંધીને અજાણ્યા લોકો સામે ગુનો નોંધીને તપાસ પણ હાથ ધરી છે. મીરા-ભાયંદરમાં લોકોએ હિંસાનો વિરોધ કરીને દિવસભર સજ્જડ બંધ રાખ્યો હતો. આ મુદ્દે મહારાષ્ટ્ર સરકારે પણ કાયદો હાથમાં લેવા મુદ્દે ચેતવણી આપી છે, પરંતુ મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાનો ઉપયોગ થાય એને વળગી રહી છે. આ મુદ્દે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે રાજ્યમાં મરાઠી ભાષાની પહેલી પ્રાથમિકતા છે, પણ એનો અર્થ એ નથી કે અમે હિંદીના વિરોધી છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!