December 20, 2025
ગુજરાત

એર ઈન્ડિયા પ્લેન ક્રેશઃ શું ખરેખર આ પાંચ મુદ્દા અકસ્માત સાથે જોડાયેલા છે?

Spread the love

અમદાવાદમાં 12 જૂનના એર ઈન્ડિયાની વિમાન એઆઈ171 (બોઈંગ 787-8 ડ્રીમલાઈનર)ના દુર્ઘટનાગ્રસ્ત થવાની વાત એવિયેશન ઈન્ડસ્ટ્રીમાં ગંભીર સવાલ કરવામાં આવ્યા છે, જેમાં એકસાથે પ્લેનના બે એન્જિન નિષ્ફળ જવાની વાત ગંભીર છે, જે વાસ્તવમાં એક અબજ ઉડાનના કલાકોમાં એક દુર્લભ ઘટના માનવામાં આવે છે. એટલું જ નહીં, સાઈબર એટેકથી લઈને ટેક્નિકલ ખામી મુદ્દે ચર્ચા થવી જોઈએ. પ્રવાસી આકાશ વત્સના દાવા, સાઈબર સિક્યોરિટી નિષ્ણાતની ચેતવણી અને પૂર્વ સીઆઈએ અધિકારીનું વાયરલ ટવિટ પણ આ દુર્ઘટનાને રહસ્યમય બતાવે છે. શક્ય હશે કે આ બાબત અકસ્માત સાથે કોઈ લેવાદેવા હોય નહીં, પરંતુ એની સાથેના કનેક્શન અંગે વાત કરવી જોઈએ.

બે એન્જિન સાથે બંધ પડે નહીં
સૌથી પહેલી વાત તો તમામ એવિયેશન એક્સપર્ટનું માનવું છે કે એકસાથે બે એન્જિન ફેઈલ થવાની વાત રેર છે. એટલે અબજો ઉડાન કલાકોમાં એક વાર બને છે એવું શા માટે થયું એના અંગે તપાસ થવી જોઈએ, તો ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના બને નહીં. બોઈંગ 787-8 ડ્રીમલાઈનરમાં જીઈ જીઈએનએક્સ એન્જિનનો ઉપયોગ થાય છે, જે વિશ્વસનીય માનવામાં આવે છે. એટલે આ અંગે દાવો કરવામાં આવે છે કે બે એન્જિન ફેઈલ થવાની ઘટના 10 લાખમાં એક ઘટના બને છે. બર્ડ સ્ટ્રાઈકને કારણે પણ બે એન્જિન સાથે બંધ પડતા નથી, જેમાં એક એન્જિન બંધ થયા પછી બીજું ચાલે છે. ત્રીજું કારણ એવું પણ કહેવાય છે કે અમદાવાદનું તાપમાન 43 ડિગ્રી હતું, જે એન્જિનના પ્રદર્શનને પણ અસર કરે છે, જેમાં ફુલ ટેન્ક લોડિંગ હોય.

ટેક્નિકલ ખામી અંગે અવગણના
આકાશ વત્સ નામના પ્રવાસીએ અમદાવાદના એર ઈન્ડિયાના પ્લેનમાં ખામી અંગે ધ્યાન દોર્યું હતું. અગાઉ દિલ્હીથી અમદાવાદની ઉડાન વખતે પણ વિમાનમાં ખામી અંગે જણાવ્યું હતું. આકાશ વત્સે દાવો કર્યો હતો કે દિલ્હીથી ઉડાન વખતે વિમાન ઠીક કામ કરી રહ્યું નહોતું. એ વખતે એસીનું તાપમાન બરાબર નહોતું એટલે અસામાન્ય હતું. હવે સવાલ એ ઊભો થાય છે કે વિમાનની કુલિંગ સિસ્ટમ અથવા એના સંબંધમાં ગંભીર ખરાબી હોઈ શકે છે. આકાશ વત્સે એવો દાવો કર્યો હતો કે વિમાનની સીટમાં લગાવેલા ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ (ટીવી સ્ક્રીન) અને ક્રૂને બોલાવવા માટેની કોલ બેલ પણ કામ કરતો નહોતો. હવે એક એક કરીને નાની નાની ખામીઓની અવગણના કરવાનું ભારે પડ્યું હોઈ શકે છે. વિમાનના ફ્લેપ્સ અંગે પણ શંકા સેવી હતી.

સાઈબર હુમલાથી વિમાનને તોડ્યું
રુબેન સાંતા માર્થા (સાઈબર સિક્યોરિટી સંશોધક)એ અગાઉ દાવો કર્યો હતો કે ફ્લાઈટ એન્ટરટેઈન્મેન્ટ સિસ્ટમ (આઈએફઈ) અને અન્ય નેટવર્ક સિસ્ટમ્સમાં સંભવિત જોખમો અને નબળાઈઓ અંગે વાત કરી હતી. માર્થાએ કહ્યું હતું કે સિસ્ટમને હેક કરીને (જેમ કે લાઈટિંગ, સીટ કંટ્રોલ)ને અસર કરે છે, જે વિમાનને પણ ક્રેશ કરાવી શકે છે. માર્થાના સંશોધનમાં ફ્લાઈટ કંટ્રોલને પણ હેક કરવાનું મુશ્કેલ ગણાવ્યું હતું, કારણ કે આ સિસ્ટમ્સ અલગ અલગ અને સુરક્ષિત હોય છે.

પૂર્વ સીઆઈએના અધિકારીનું નિવેદન
સોશિયલ મીડિયા પર કથિત પૂર્વ સીઆઈએ અધિકારી સારા એડમ્સનું ટવિટ અનેક સવાલો ઊભા કર્યા છે, જેમાં નવમી જૂન 2025ના ટવિટ કર્યું હતું. અફઘાનિસ્તાનમાં આઈએસઆઈએ ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવાની યોજના બનાવી હતી અને એના બે-ત્રણ દિવસમાં આ હુમલો થયો હતો. સોશિયલ મીડિયા પર ટવિટનો સ્ક્રીનશોટ વાયરલ થયો હતો, પરંતુ અસલી ટવિટ મળી નથી.

અનુભવી પાયલટે પ્લેન બચાવી શક્યા નહીં
કેપ્ટન સુમીત સભરાલની પાસે 8,200 કલાક અને ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ કુંદરની પાસે 1,100 કલાકનો અનુભવ હતો. આટલા અનુભવી પાયલટ દ્વારા મેડે કોલ આપ્યા પછી પણ વિમાનને બચાવવામાં નિષ્ફળ રહે છે. ટેકઓફની 30-33 સેકન્ડ પછી વિમાન ઉપર જતું નથી પણ આટલા ઓછા સમયમાં પાયલટ સ્થિતિને નિયંત્રમાં લઈ શક્યા નહીં એના અંગે ગંભીર સવાલ ઊભા થાય છે.

આ પણ વાંચો
300થી વધુ લોકોનો ભોગ લેનારા એર ઈન્ડિયાના પ્લેન ક્રેશનું અસલી કારણ શું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!