ઓપરેશન સિંદુર સફળઃ પાકિસ્તાન પર ભારતનો હવાઈ હુમલો, 30ના મોત
ફ્લાઈટમાં મુસાફરી કરવાના હો તો કંપનીની એડવાઈઝરી જાણીને બહાર નીકળજો
નવી દિલ્હી-ઈસ્લામાબાદઃ પહલગામ હુમલા પછી ભારતે આજે મધરાતે આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન સિંદુર લોન્ચ કર્યું છે. પાકિસ્તાનમાં નવ લોકેશન પર એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી, જે સફળ રહી છે. ભારતે આતંકવાદી ઠેકાનાને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં પાકિસ્તાનમાં 30 આતંકવાદીનો ખાતમો બોલાવ્યો છે. આ ઓપરેશનને લઈ દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે એર ઈન્ડિયાની બપોરના 12 વાગ્યા સુધીની જામનગર, રાજકોટ, ભુજ, અમૃતસરની ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે.
એર ઈન્ડિયા-ઈન્ડિગોની એડવાઈઝરી
ભારતના પાકિસ્તાન પરના હવાઈ હુમલાને કારણે હવાઈ સેવા પર સેવા પર થઈ છે. ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ પ્રવાસીઓ માટે એડવાઈઝરી બહાર પાડી હતી. પ્રશાસન દ્વારા જણાવાયું હતું કે જો તમે ફ્લાઈટસ્માં મુસાફીર કરવાના હો તો સંબંધિત કંપનીની એડવાઈઝરીને અનુસરજો. દરમિયાન બપોરના બાર વાગ્યા સુધીની તમામ ફ્લાઈટ્સ રદ્દ કરી છે. શ્રીનગર એરપોર્ટને પણ બંધ કરવામાં આવ્યું છે. એર ઈન્ડિયાએ પ્રવાસીઓ માટે એડવાઈઝરી જારી કરતા કહ્યું છે કે વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયાએ આગામી આદેશ સુધી જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટની તમામ ફ્લાઈટ્સને આજે બપોરના 12 વાગ્યા સુધી રદ્દ કરી છે, જ્યારે ઈન્ડિગોએ પણ શ્રીનગર, જમ્મુ, લેહ સહિતની તમામ ફ્લાઈટ્સ સેવા પર અસર થઈ હોવાનું જણાવ્યુ હતું.
ટાર્ગેટ બહાવલપુર, મુઝફ્ફરાબાદ, મુરીદક
ભારતે આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરીને ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું છે. આ ઓપરેશનમાં ત્રણેય પાંખે સાથે રહીને પીઓકે સ્થિત નવ આતંકવાદી ઠેકાણા પર ટાર્ગેટેટ સ્ટ્રાઈક કરી છે. આ કાર્યવાહી રાતના દોઢ વાગ્યાની આસપાસ કરી હતી. આ હુમલો બહાવલપુર, કોટલી, મુઝફ્ફરાબાદમાં કરી હતી. ભારતે પાકિસ્તાન પર રાતના 1.10 વાગ્યાથી 1.20 વાગ્યાની વચ્ચે હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં બવાલપુરમાં જૈશ-એ મોહમ્મદના કાર્યાલય, મુઝફ્ફરાબાદ સેન્ટ્રલ ગ્રિડ સિસ્ટમ અને મરીદકેમાં હાફિઝ સઈદના કાર્યાલય સહિત નવ જગ્યાએ હુમલો કર્યો છે. ઓપરેશન સિંદૂર અન્વયે આતંકવાદીઓના અડ્ડાઓને ટાર્ગેટ બનાવ્યા હતા. ભારતના હવાઈ હુમલામાં બહાવલપુર અને મુઝફ્ફરાબાદનો સમાવેશ થાય છે. બહાવલપુરમાં જૈશ-એ-મહોમ્મદના ઠેકાણાને નિશાન બનાવ્યા છે. એના સિવાય મુઝફ્ફરાબાદના સેન્ટ્રલ ગ્રિડ સિસ્ટમ પર પણ મિસાઈલથી હુમલો કર્યો છે. ભારતે કરેલી સ્ટ્રાઈક અન્વયે મુરીદકમાં આતંકવાદી હાફિઝ સઈદના ઠેકાણાને નેસ્તાનાબુદ બનાવ્યું છે.
ભારત માતા કી જય
પહલગામ હુમલામાં 26 લોકોની હત્યા કરવામાં આવી હતી. એના પછી ભારત સરકારે પાકિસ્તાનની સામે જાહેરમાં એક પછી એક આક્રમક પગલાઓ ભર્યા હતા. મધરાતે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યા બાદ ભારતે હવાઈ સેનાના તમામ એરબેઝને એક્ટિવ કરી દીધા છે, જેથી પાકિસ્તાન તરફથી વળતા જવાબને પહોંચી શકાય. આ હુમલા પછી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભારત માતા કી જય ટવિટ કર્યું હતું અને ભારતીય સંરક્ષણ ખાતાના એક ઉચ્ચ અધિકારીએ પણ ન્યાય થયો, ભારત માતા કી જય એમ ટવિટ લખી હતી.