હુમલા પછી સૌથી પહેલા કોણ પહોંચ્યું હતું, સીઆરપીએફે રિપોર્ટ માગ્યો
પહલગામ હુમલા પછી હજુ સુધી ભારત આતંકવાદીઓ સુધી પહોંચી શક્યું નથી. આતંકવાદીઓને સમર્થન આપનારા પાકિસ્તાન સામે સખત પગલા ભરીને નાકે દમ લાવ્યા છે, પરંતુ હજુ આ યુદ્ધ લાંબુ ચાલશે એ વાત નક્કી છે, જે રાજકીય હોય કે સંરક્ષણની દૃષ્ટિએ. જોકે, પહલગામ હુમલા પછી ભારતીય આર્મીને પહોંચવામાં વિલંબથી લઈને પર્વતીય વિસ્તારોમાં આર્મીને તહેનાત નહીં કરવા મુદ્દે ગંભીર સવાલો કરવામાં આવ્યા હતા, પણ હવે સીઆરપીએફનો ફર્સ્ટ રિપોર્ટ આવ્યો છે.
કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)એ 22 એપ્રિલના બૈસરન ઘાટીમાં થયેલા આતંકવાદી હુમલાના દિવસે ક્વિક એક્શન ટીમ (ક્યુએટી)ના કમાન્ડોની સાથે ઘટનાસ્થળે પહોંચવા અંગે વિગતવાર માહિતી માગી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે સીઆરપીએફના ડીજી જી. પી. સિંહે વીડિયો કોન્ફરન્સ યોજી હતી, જેમાં કમાન્ડિંગ ઓફિસર રાજેશ કુમાર અને 116મી બટાલિયનના અન્ય અધિકારી, અન્ય કંપની કમાન્ડર અને સિનિયર જુનિયર રેન્કના અધિકારી સામેલ થયા હતા.
અધિકારીએ કહ્યું હતું કે ડીજીએ કાશ્મીર ઝોનના ઈન્સ્પેક્ટર જનરલને નિર્દેશ આપ્યો છે કે કમાન્ડિંગ અધિકારી મિનિટ ટૂ મિનિટનો રિપોર્ટમાગ્યો છે, જેથી આતંકવાદી હુમલો કઈ રીતે થયો એની જાણ થાય અને કયા યુનિટની ભૂલ થઈ છે એની પણ જાણ થાય. સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું હતું કે કમાન્ડિંગ ઓફિસર અને તેમની ક્વિક એક્શન ટીમે ઘટનાસ્થળે બહુ સાહસિકપૂર્વક કામ કર્યું હતું. ટટ્ટુવાળાએ જ્યારે આતંકવાદીઓએ હત્યાની માહિતી આપ્યા પછી સુરક્ષા કર્મચારીઓ લગભગ 40 મિનિટમાં બૈસરન ઘાટી પહોંચ્યા હતા. દિલ્હી સ્થિત સીઆરપીએફ હેડ ક્વાર્ટરના અધિકારીએ કહ્યું હતું કે ડીજી યુનિટના ઝડપથી હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની પ્રશંસા કરી હતી. સીઆરપીએફ અને અન્ય સુરક્ષા એજન્સીની પ્રાથમિક જવાબદારી લોકોની સુરક્ષાની છે. કેન્દ્ર શાસીત પ્રદેશ અને તેની પોલીસની મદદ માટે તહેનાત કરવામાં આવી છે અને તેથી પોતાની મેળે કામ કરી શકતા નથી.
અધિકારીએ વધુમાં કહ્યું હતું કે યુનિટ જમ્મુ કાશ્મીર પોલીસના નિર્દેશના આધારે તહેનાત કરવામાં આવે છે અને સીઆરપીએફને એ દિવસે બૈસરન વિસ્તારની સુરક્ષાની જવાબદારી સોંપી નહોતી. સૂત્રોના અનુસાર સીઆરપીએફની જમ્મુ કાશ્મીરમાં સ્વતંત્રત અભિયાન ચલાવવું જોઈએ અને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે જેથી તેઓ સુરક્ષિત રહે. સૌથી પહેલા વાત કરનારા અધિકારીના જણાવ્યાનુસાર 116મી સીઆરપીએફની બટાલિયન ડેલ્ટા કંપની બેઝ બૈસરન મેદાની વિસ્તારથી ફક્ત છ કિલોમીટર દૂર છે.