ભૂકંપ સાથે પાકિસ્તાનને નવો આંચકોઃ ભારતે પાકિસ્તાની વિમાનો માટે એરસ્પેસ બંધ કરી
ઈસ્લામાબાદઃ પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ વણસ્યા છે ત્યારે ગઈકાલે મધરાતે ભૂકંપના આંચકાથી ધરતી ધ્રૂજી હતી, જ્યારે ભારત સરકારે પાકિસ્તાનના વિમાન માટે એરસ્પેસ બંધ કરી હતી. ભૂકંપ સાથે ભારતની એર-સ્પેસ બંધ કરવાની કાર્યવાહીને કારણે પાકિસ્તાનીઓની ઊંઘ હરામ થઈ હતી. પહલગામના હુમલા પછી ભારતીય વિમાન માટે એરસ્પેસ આપવાનું બંધ કર્યા પછી 23 મે સુધી સરકારે નોટામ જારી કર્યું છે. જમ્મુ કાશ્મીરના પહલગામના આતંકવાદી હુમલા પછી સરકારે પાકિસ્તાન પર સૌથી મોટું એક્શન લીધું છે. નોટિસ ટૂ એરમેન (નોટામ) જારી કર્યું છે. 30 એપ્રિલથી 23મી મે સુધી નોટામ જારી કર્યું છે. આ નોટિસને કારણે હવેથી પાકિસ્તાન રજિસ્ટર્ડ કોઈ પણ વિમાન અથવા મિલિટરી એરક્રાફ્ટ ભારતીય એરસ્પેસમાં ઘૂસી શકશે નહીં.
પાકિસ્તાનીઓ માટે નો-એન્ટ્રી
એલઓસી પર પાકિસ્તાન પર સ્ટ્રાઈક કરવા માટે આર્મી, નેવી અને એરફોર્સ તૈયાર છે, પરંતુ એલઓસીના પાર સ્ટ્રાઈક થઈ ચૂકી છે, જેમાં પાકિસ્તાની 40-40 વર્ષોથી ભારતમાં રહેતા હતા તેમને ગેરકાયદે રીતે જાહેર કરીને કાઢવામાં આવ્યા છે. ભારતમાં ગેરકાયદે ઘૂસેલા પાકિસ્તાનીઓ પર કાશ્મીરની પોલીસે પણ કાર્યવાહી કરી છે. તમામ પાકિસ્તાનીઓને વીણી વીણીને ભારત પાકિસ્તાન મોકલી રહી છે, જેથી તમામ પાકિસ્તાનીઓના દરવાજા ભારત માટે બંધ થઈ ગયા છે.
ભારતની સાથે યુદ્ધ નહીં ડિલ
ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણ વચ્ચે પાકિસ્તાન એલર્ટ થઈ ગયું છે. પાકિસ્તાનના પ્રધાન પણ કહે છે કે ભારત 36 કલાકમાં યુદ્ધ કરશે. પાકિસ્તાનના ડેપ્યુટી પીએમે કહ્યું છે કે ભારત પાકિસ્તાન પર આગામી 36 કલાકમાં અમારા પર એટેક કરશે, પરંતુ અમે યુદ્ધ નહીં ઈચ્છતા અમે ભારત સાથે ડિલ કરવા ઈચ્છીએ છીએ.
22 એપ્રિલ પછી ભારત આતંકવાદ સામે શું કાર્યવાહી કરશે એના અંગે પાકિસ્તાનીઓનો પરસેવો છૂટી રહ્યો છે ત્યારે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસીફે કહ્યું તું કે બંને દેશ વચ્ચેના તણાવ ઘટાડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ભારતની સાથે સંઘર્ષની શક્યતાઓ વધી રહી છે. આમ છતાં અમુક દેશો યુદ્ધના સંજોગો ટાળવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આ અગાઉ ભારતે પાકિસ્તાનીઓના વિઝા બંધ કરવાની સાથે વેપાર બંધ કર્યા છે, જ્યારે એલઓસી પર બોમ્બમારો ચાલુ થયો છે.