આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા પીએમ મોદીએ સેનાને આપી છૂટ: યુદ્ધના એંધાણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહલગામ આતંકવાદી હુમલા અંગે મંગળવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. વડા પ્રધાન નિવાસસ્થાને યોજવામાં આવેલી બેઠકમાં પીએમ મોદીએ આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવા માટે ભારતીય સેનાને છૂટો દૌર આપવાની વાત કરી હતી, જેથી દેશની સેના કોઈ પણ સમયગાળા દરમિયાન આતંકવાદીઓના કેમ્પ પર હુમલો કરી શકે છે.
વડા પ્રધાન મોદીએ મંગળવારે ત્રણેય પાંખના પ્રમુખ સાથે એક મહત્ત્વની બેઠક યોજી હી. 90 મિનિટની બેઠકમાં આતંકવાદ વિરોધી નિર્ણાયક કાર્યવાહી માટે વડા પ્રધાન મોદીએ સેનાને સ્વતંત્રતા આપી હતી. બેઠકમાં આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને સીડીએસ અનિલ ચૌહાણ સહિત ત્રણેય સેનાના વડાઓ હાજર રહ્યા હતા. હાઈ લેવલ મીટિંગમાં વડા પ્રધાન મોદીએ વધુ મજબૂત કાર્યવાહી માટે સેનાને લીલી ઝંડી આપી હતી.
હાઈ લેવલ મીટિંગમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આતંકવાદને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપવાનો આપણો રાષ્ટ્રીય સંકલ્પછે. પીએમ મોદીએ ભારતીય સશસ્ત્ર દળોની વ્યાવસાયિક ક્ષમતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. વડા પ્રધાન મોદીએ કહ્યું કે સેનાના પાકિસ્તાન સામેની આપણી પ્રતિક્રિયા પદ્ધતિ, લક્ષ્ય અને સમય નક્કી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે છે.
અહીં એ જણાવવાનું કે કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ 26 હિંદુઓની કતલેઆમ કર્યા પછી ભારત સરકારે આતંકવાદીઓને સમર્થન આપનારા પાકિસ્તાન સામે આક્રમક કાર્યવાહી હાથ ધરી છે. 22 એપ્રિલના બનાવ પછી ભારત રોજ એક પછી એક આક્રમક કાર્યવાહી કરી રહ્યું છે, જેમાં સિંધુ જળ સમજૂતી રોક્યા પછી ભારતના પાકિસ્તાનીઓને કાઢવાની મહોલત આપી છે, ત્યાર પછી વિવાદાસ્પદ યુ-ટ્યુબ ચેનલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ડિજિટલ સ્ટ્રાઈક પછી હવે સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે. ભારતીય નૌકાદળ, હવાઈ દળ સહિત આર્મી પણ કવાયત હાથ ધરી છે ત્યારે પાકિસ્તાનના પ્રધાન પણ કહી ચૂક્યા છે આગામી બેથી ચાર દિવસમાં ભારત હુમલો કરશે. આ અગાઉ 2026માં ઉરી આતંકવાદી હુમલા પછી સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી, જેમાં સેંકડો આતંકવાદીઓનો ખાતમો કર્યો હતો.