પહલગામ હુમલા પછી ભારત સરકાર ‘એક્શન’માં, પાકિસ્તાનનું ‘કનેક્શન’ ક્લિયર
નવી દિલ્હીઃ પહલગામમાં આતંકવાદી હુમલા પછી ભારતના સંકેતો આતંકવાદીઓ અને આતંકવાદીઓનો સમર્થન આપનારા આકાઓ માટે ઘાતક છે. પાકિસ્તાન પણ ખુદ ડરેલું છે ત્યારે ભારતે જે પ્રકારે કવાયત હાથ ધરી છે, તેનાથી મોટો સંકેતો મળી રહ્યા છે. બીજી બાજુ પાકિસ્તાનના નેતાઓએ પણ નિવેદનો આપવાના શરુ કર્યા છે. પાકિસ્તાનની આર્મીએ પોતાની તરફથી લાઈન ઓફ કંટ્રોલ પર હાઈ એલર્ટ જારી કર્યું છે.
પહલગામ હુમલા પછી ભારત સરકાર એક્ટિવ
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ કરેલા હુમલા પછી પાકિસ્તાન સામે ભારત નક્કી મજબૂત એક્શનમાં આવી છે. 2016 અને 2019ના હુમલા પછી ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. બંને સર્જિકલ સ્ટ્રાઈકમાં પાકિસ્તાનના 500થી વધુ આતંકવાદી માર્યા ગયા હતા. આ હુમલા પછી ચાર એવા સંકેતો મળ્યા છે, જેમાં ભારત આક્રમકતાથી જવાબ આપવાના મૂડમાં હોવાનું લાગે છે. ગૃહ મંત્રીની હાઈ લેવલ મીટિંગ પછી પીએમ મોદી સાઉદી અરેબિયાથી તાત્કાલિક રિટર્ન આવ્યા તેમ જ રાજનાથ સિંહે ત્રણેય સેના પ્રમુખ સાથે મીટિંગ કરી હતી. બીજી બાજુ પાકિસ્તાનના નેતાઓએ આ હુમલા પોતાનો કોઈ હાથ નહીં હોવાની સ્પષ્ટતા કરી છે.
મુઝફ્ફરાબાદ અને કરાચીના સેફ હાઉસથી સંપર્કમાં હતા
ગુપ્તચર વિભાગના ઘટનાસ્થળેથી પ્રાપ્ત વિવિધ ઈન્પુટમાંથી ફોરેન્સિક એનાલિસિસ અને હુમલામાં બચેલા લોકો પાસેથી મળેલી માહિતીના આધારે જણાવ્યું છે કે આતંકવાદીઓએ આર્મી માટે વપરાતા શસ્ત્રોનો ઉપયોગ કર્યો. એનો અર્થ એછ કે હુમલાખોરો પૂરી રીતે તાલીમબદ્ધ હતા અને તમામને હથિયારો મળ્યા હતા. આર્મીને ઘટનાસ્થળેથી એડવાન્સ કેટેગરીની સાધનસામગ્રી મળી છે, તેનાથી એવો સંકેતો મળે છે કે આતંકવાદીઓને બહારથી લોજિસ્ટિક સપોર્ટ અને સહયોગ મળતો હતો. એટલું જ નહીં, હુમલાખોરો પાકિસ્તાનમાં બેસીને આતંકવાદીઓ સાથે સંપર્કમાં હતા. હુમલાના સંદીગ્ધો ડિજિટલ કનેક્શન PoK સ્થિત મુઝફ્ફરાબાદ અને કરાચીના સેફ હાઉસમાં મળ્યું છે.
ચાર આતંકવાદીમાં એક પાકિસ્તાનની આર્મીનો નિવૃત્ત
પાકિસ્તાની આતંકવાદીઓએ બોડી કેમેરા પહેરીને બધુ રેકોર્ડ કર્યું હતું. હવે એવું માનવામાં આવે છે કે 26-11ના હુમલાના માફક હુમલાની યોજના હતી. આ હુમલાનો મુખ્ય ઉદ્દેશ તો જમ્મુ કાશ્મીરની અર્થવ્યવસ્થાને નિશાન બનાવ્યું છે. આ હુમલા પાછળ સંભવિત પાકિસ્તાનની એજન્સી આઈએસઆઈનો હાથ છે. પહલગામમાં હુમલો કરનારા ચાર આતંકવાદીની તસવીર પણ એજન્સીએ જારી કરી છે. આ હુમલામાં પાકિસ્તાન આર્મીનો રિટાયર આસિફ ફૌજી પણ સામેલ છે.
પહલગામના સ્થાનિક લોકોની મદદથી રેકી કરી
ગુપ્તચર વિભાગના અહેવાલ અનુસાર આતંકવાદીઓ સંપૂર્ણ તૈયારી સાથે હુમલા માટે આવ્યા હતા. આતંકવાદીઓ પાસેની બેગમાં સૂકો મેવો, દવા અને ટેલિકોમ ઉપકરણો હતા. પાંચથી છ વિદેશી આતંકવાદીઓનું એક જૂથ જંગલમાં છુપાયું હતું અને સ્થાનિક લોકોની મદદથી પહલગામમાં રેકી કરી હતી. આ હુમલામાં ત્રણથી ચાર આતંકવાદીઓએ એકે-47થી અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું અને એ વખતે બે પાકિસ્તાની આતંકવાદી પશ્તુન ભાષામાં બોલતા હતા. એમની સાથે બે સ્થાનિક આતંકવાદી આદિલ અને આસિફ પણ હતા. આ બંને બિજભેરા અને ત્રાલના છે.
કાશ્મીરમાં ક્યાં છે આતંકવાદીઓ એક્ટિવ
ઈન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યાનુસાર એલઓસી પાસે પાકિસ્તાનના કબજા હેઠળ (પીઓકે)ના કાશ્મીરમાં 42 ટેરરિસ્ટ લોન્ચ પેડ એક્ટિવ છે. આ લોન્ચ પેડ પર 110થી 130 આતંકવાદી હાજર છે. કાશ્મીર ઘાટીમાં 70થી 75 એક્ટિવ છે, જ્યારે જમ્મુના રાજૌરીમાં 60થી 65 આતંકવાદી છે, જે તમામ પાકિસ્તાની છે. આતંકવાદી સંગઠનોમાં પાકિસ્તાનને ફક્ત સ્થાનિક યુવકોની ભરતી કરી છે. ભારતીય સુરક્ષાદળો દ્વારા દર અઠવાડિયે આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવે છે, જેમાં અત્યાર સુધીમાં 75 આતંકવાદીમાં સૌથી વધુ વિદેશી હતા. આ આતંકવાદીઓ પૈકી 17 એલઓસી અને આઈબીની સામે ઘૂસણખોરોી વખતે માર્યા ગયા હતા, જ્યારે 26 આતંકવાદી ઘર્ષણ વખતે ઠાર માર્યા હતા.
આ પણ વાંચો
પહલગામ હુમલામાં 28 જણના મોતઃ સર્ચ ઓપરેશન વચ્ચે હુમલાખોરની તસવીર આવી, 3 સ્કેચ જારી