July 1, 2025
ગુજરાતટોપ ન્યુઝ

તહવ્વુર રાણા માટે ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદી હતા ત્યારે શું લખ્યું હતું, ટવિટ વાયરલ

Spread the love

નવી દિલ્હીઃ મુંબઈના આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાને ગુરુવારે ભારત લાવવામાં આવ્યો અને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે રાણાને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે એનઆઈની 18 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે ત્યારે હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વર્ષ 2011ની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ જોરદાર થઈ રહી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2011માં એ વખતે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. એ વખતે ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદીએ યુપીએ સરકારની વિદેશ નીતિની ટીકા કરતા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે મુંબઈ હુમલામાં તહવ્વુર રાણાને અમેરિકાએ નિર્દોષ કરવાની બાબત ભારતની સંપ્રભુતાનું અપમાન છે અને વિદેશ નીતિ માટે એક મોટો ફટકો છે.


તહવ્વુર રાણાની એનઆઈએના એસપી અને ડીએસપી રેન્કના અધિકારી પૂછપરછ કરશે. રાણાના નિવેદનનું રેકોર્ડિંગ કરવામાં આવશે. એટલું જ નહીં, રોજેરોજની પૂછપરછની ડાયરી તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ 48 કલાકમાં મેડિકલ રિપોર્ટ કરવામાં આવશે. રાણાની પૂછપરછ વખતે પોતાને કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડે નહીં એનું પણ ધ્યાન રાખવામાં આવશે. અમેરિકાએ ભારતને સોંપ્યો ત્યારે તહવ્વુર રાણાના હાથ અને પગમાં પણ બેડીઓ હતી, જેથી તે કોઈ અન્ય પગલું ભરે નહીં.

તહવ્વુર હુસૈન રાણાને ભારત લાવવામાં આવ્યા પછી અનેક રાજકારણીઓએ પ્રતિક્રિયા આપી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ 26-11 હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાના અમેરિકાના ભારત પ્રત્યાર્પણની પ્રશંસા કરતા કહ્યું હતું કે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી કે તેને કડકમાં સજા મળશે. સરકારનો આભાર વ્યક્ત કરતા શિંદે કહ્યું હતું કે દુનિયાના સૌથી મોટા લોકતંત્ર પર હુમલો કરનારાને કડકમાં કડક સજા મળશે.

કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન સુશીલ કુમાર શિંદેએ પણ સરકારના આ કામને આવકારતા સારી બાબત ગણાવી હતી, જ્યારે શિવસેનાના નેતા સંજય રાઉતે પ્રત્યાર્પણની પ્રશંસા કરતા રાણાને તુરંત ફાંસી આપવી જોઈએ અને સરકાર બિહારની ચૂંટણીને લઈ આવું ચોક્કસ કરશે. રાઉતે કુલભૂષણ જાધવને ભારત પાછા લાવવાની અપીલ કરી હતી. ઉપરાંત, ભાગેડુ નીરવ મોદી અને મેહૂલ ચોક્સીને ભારત પાછા લાવવાનો અનુરોધ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!