July 1, 2025
ટોપ ન્યુઝ

અલવિદા મનોજ કુમારઃ રાજકીય સન્માન સાથે ‘ભારત કુમાર’ પંચમહાભૂતમાં વિલિન

Spread the love

બોલીવુડના જાણીતા અભિનેતા મનોજ કુમારનું શુક્રવારે નિધન થયા બાદ આજે વિલેપાર્લેના સ્મશાન ગૃહ ખાતે રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી. પદ્મશ્રી અભિનેતા મનોજ કુમારનું શુક્રવારે 87 વર્ષની જૈફ વયે કોકિલાબેન હોસ્પિટલમાં નિધન થયું હતું, ત્યારે આજે તેમના પાર્થિવ દેહને તિરંગાથી લપેટીને રાજકીય સન્માન અંતિમસંસ્કાર કરવામાં આવ્યા ત્યારે ફિલ્મ જગતની અનેક હસ્તીઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

અંતિમ વિદાય માટે દિગ્ગજ કલાકારો પહોંચ્યાં
આ દરમિયાન પત્ની શશી પોતાના પતિ અને લોકપ્રિય એક્ટરના પાર્થિવ શરીરને ગળે લગાવીને રડવા લાગ્યા હતા, જ્યારે મનોજ કુમારના દીકરા કુણાલ પોતે તેના પિતાની અંતિમ વિદાય વખતે સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. અંતિમવિધિ વખતે માતા અને દીકરાના ભાવનાત્મક દૃશ્યો જોઈને કોઈનું પણ દિલ રડી પડે. અંતિમવિધિ વખતે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, દીકરો અભિષેક બચ્ચન, ધર્મેન્દ્ર, રાજ બબ્બર, સાયરા બાનો, અરબાઝ ખાન-સલિમ ખાન, સુભાષ ઘાઈ, રાજપાલ યાદવ, અનુ મલિક, પ્રેમ ચોપરા, રજા મુરાદ સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સે મનોજ કુમારને અંતિમ વિદાય આપી હતી. વિદાય વખતે બધાની આંખો ભીની હતી.

ભારત કુમારથી ઈન્ડસ્ટ્રીમાં જાણીતા હતા
હિન્દી ફિલ્મી ઈન્ડસ્ટ્રીમાં મનોજ કુમારને દેશભક્તિ આધારિત ફિલ્મોને કારણે લોકોમાં વધુ લોકપ્રિય બન્યા હતા. દેશભક્તિ આધારિત ફિલ્મોમાં લોકપ્રિય બન્યા પછી ચાહકો તેમને ‘ભારત કુમાર’ કહેતા હતા, કારણ કે તેમણે તેમની કારકિર્દીમાં ઘણી દેશભક્તિ આધારિત ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની લોકપ્રિય ફિલ્મોમાં ‘શહીદ’, ‘હિમાલય કી ગોદ મેં’, ‘પથ્થર કે સનમ’, ‘ઉપકાર’, ‘નીલ કમલ’, ‘પૂરબ ઔર પશ્ચિમ’, ‘મેરા નામ જોકર’, ‘રોટી કપડા ઔર મકાન’, ‘ક્રાંતિ’, ‘મુજે ઇન્સાફ ચાહિયે’નો સમાવેશ થાય છે. તેમની છેલ્લી ફિલ્મ ‘મૈદાન-એ-જંગ’ હતી.

‘દાદાસાહેબ ફાળકે પુરસ્કાર’થી સન્માનિત કર્યા
મનોજ કુમાર ઉત્તમ અભિનેતાની સાથે શ્રેષ્ઠ ડાયરેક્ટર પણ હતા. પદ્મશ્રી પુરસ્કાર મળવાની સાથે તેમને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર પણ મળ્યો હતો. અલબત્ત, મનોજ કુમાર શ્રેષ્ઠ અભિનેતા હોવાની સાથે મહાન દિગ્દર્શક પણ હતા. તેમણે ‘ઉપકાર’, ‘પૂરબ ઔર પશ્ચિમ’, ‘રોટી કપડા ઔર મકાન’, ‘ક્રાંતિ’ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. મનોજ કુમારને 1992માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. ‘ઉપકાર’ ફિલ્મ માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો તેમ જ 2016માં મનોજકુમારને ‘દાદાસાહેબ ફાળકે’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો

મનોજ કુમારનું 87 વર્ષની ઉંમરે નિધનઃ ‘ભારત કુમાર’ તરીકે જાણીતા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!