ટ્રમ્પની ટેરિફ ટ્રિકઃ દુનિયાના દેશ પર ટેરિફ તો લગાવ્યા પણ અમેરિકામાં કેટલી વસ્તુ થશે મોંઘી?
વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી જેવા સાથે તેવાનો ટેક્સ લગાવવાની જાહેરાત કરી હતી, જે અન્વયે બીજી એપ્રિલના ટ્રમ્પ પ્રશાસને વિધિવત ટેક્સની જાહેરાત પણ કરી છે. ટ્રમ્પે વિવિધ દેશો પર ટેક્સ લગાવવાની જાહેરાત કરતા કહ્યું હતું કે આજે મુક્તિ દિવસ છે, જેની અસર વિવિધ દેશો પર પર થશે. જેવા સાથે તેવા રેસિપ્રોકલ ટેક્સ લાગુ પાડવાની સાથે ભારત પર પણ ટ્રમ્પ પ્રશાસને ટેક્સ લાગુ પાડ્યો છે, પરંતુ જેટલો ફાયદો એટલું નુકસાન પણ અમેરિકાને થઈ શકે છે, એવો સૂત્રોએ દાવો કર્યો હતો.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ભારત સહિતના દેશો પર ટેરિફ લગાવ્યો છે, જેની દુનિયાના માર્કેટ સહિત શેરબજાર પર પણ અસર જોવા મળી હતી. લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા તેની જાહેરાત કરતા એક ચાર્ટ રજૂ કર્યો હતો, જેમાં તમામ દેશો પર દસ ટકાથી લઈને 100 ટકા ટેક્સ લેવાની જાહેરાત કરી હતી, જેની વિશ્વના દેશો પર અસર તો થશે તેની સાથે અમેરિકામાં કાર, ફળ-શાકભાજી, કપડા, જૂતા, ઓઈલ સહિત અન્ય ચીજવસ્તુઓ મોંઘી થશે એટલું નક્કી છે.
કાર અને એના સ્પેરપાર્ટ્સ
ડોનાલ્ડ ટ્રમ્પ કાર અને એના સ્પેરપાર્ટસ પર 25 ટકા ટેરિફ જાહેર કરી છે એનો અર્થ એ છે કે કારના ભાવ દેશમાં આયાત કરનારી કારની સાથે સાથે ભાવમાં વધારો થશે. ટેરિફનો ઉદ્દેશ અમેરિકન વેપારને પ્રોત્સાહન મળશે. અમેરિકન ફેક્ટરીમાં નિર્મિત ઓટોમોબાઈલ સેક્ટર પર પણ અસર પડશે, કારણ કે સ્પેરપાર્ટ્સ પર ટેક્સ લગાવવામાં આવશે. કેનેડા અને મેક્સિકોમાંથી આયાત કરવામાં આવેલા સ્પેરપાર્ટસથી 1.20 કરોડ કારનું નિર્મામ કર્યું હતું.
કપડાં અને જૂતા
અમેરિકામાં વેચવામાં આવતા કપડા અને જૂતાનો મોટા ભાગનો હિસ્સો દેશની બહાર થાય છે, જે ખાસ કરીને ચીન, વિયેટનામ અને બાંગ્લાદેશમાંથી આવે છે. આ ત્રણેય દેશમાંથી અનુક્રમે 34, 46 અને 37 ટકાનો રેસિપ્રોકલ ટેરિફનો સામનો કરવો પડી રહ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુરોપિયન સંઘે દારુ પર 200 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી છે, જેમાં સ્પેનિશ વાઈન, ફ્રેન્ચ શેમ્પેઈન અથવા જર્મન બિયર અમેરિકન મોંઘી થઈ શકે છે. અમેરિકન કૃષિ વિભાગ અનુસાર 2023માં અમેરિકામાં કોફીની આયાતના લગભગ 80 ટકા લેટિન અમેરિકા (4.8 અબજ ડોલર), બ્રાઝિલ (35 ટકા) અને કોલમ્બિયા (27 ટકા)થી આવી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે બ્રાઝિલ અને કોલમ્બિયા બંને દેશ પર 10 ટકા રેસિપ્રોકલ ટેક્સ લગાવ્યો છે.
અવાકાડો અને ઇંધણ
મેક્સિકો અમેરિકામાં અવકાડો સૌથી વધુ પૂરું પાડે છે, જ્યાંથી 89 ટકા પૂરું પાડે છે. અમેરિકન કૃષિ વિભાગે ચેતવણી આપી છે કે મેકિ્સકન ફળો અને શાકભાજી પર ટેક્સ મૂકવાથી અવાકાડોની કિંમત વધી શકે છે. કેનેડામાંથી અમેરિકામાં સૌથી વધુ વિદેશી ક્રૂડ ઓઈલ પૂરું પાડે છે. ગયા વર્ષે જાન્યુઆરીથી નવેમ્બરની વચ્ચે અમેરિકામાં આયાતિત તેલનો 61 ટકા કેનેડાથી આવ્યું હતું. અમેરિકાએ કેનેડિયન ઊર્જા પર 10 ટકા ટેક્સ લગાવ્યા છે.