July 1, 2025
ટોપ ન્યુઝ

Waqf Bill: વિપક્ષના વિરોધ વચ્ચે સરકારે અડધી રાતે લોકસભામાં પસાર કર્યું બિલ

Spread the love


હવે રાજ્યસભામાં પણ એનડીએ સરકાર માટે કપરા ચઢાણ રહેશે જાણો આંકડાની રમત

નવી દિલ્હીઃ વક્ફ સંશોધિત બિલ 2024ને અડધી રાતે લોકસભામાં વિપક્ષના જોરદાર વિરોધ વચ્ચે પણ સરકારને સૌથી મોટી સફળતા મળી હતી અને હવે આજે આ બિલને રાજ્યસભામાં પસાર કરવામાં આવશે. રાજ્યસભામાં પસાર કરવા માટે પણ સરકારને કપરા ચઢાણ કરવાની નોબત આવી શકે છે. લોકસભામાં બિલની ચર્ચા વખતે સરકારે કહ્યું હતું કે સરકાર સંશોધક બિલ લાવી ના હોત તો સંસદ ભવન સહિત અનેક બિલ્ડિંગ દિલ્હી વક્ફ બોર્ડ પાસે ગઈ હોત અને કોંગ્રેસના શાસનમાં વક્ફ સંપત્તિનો યોગ્ય ઉપયોગ થયો હોત તો મુસ્લિમો જ નહીં, દેશનો ઉદ્ધાર થયો હોત.

નોન સ્ટોપ 12 કલાક ચાલી લોકસભામાં ડીબેટ
વક્ફ સંશોધિત બિલ મુદ્દે સરકારે આઠ કલાકની ડીબેટ કરવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ બુધવારે રાતના 12 વાગ્યા સુધી સરકારના મંત્રીઓની સાથે વિપક્ષના નેતાઓ જોરદાર ચર્ચા સાથે બિલનો વિરોધ કર્યો હતો. બિલને 288 વોટનું સમર્થન મળ્યું હતું, જ્યારે 232 વિરોધની સાથે મંજૂરી મળી હતી. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સહયોગી પક્ષોએ સમર્થન આપતા બહુમતનો આંકડો પાસ કર્યો હતો, જેમાં વિરોધ વ્યક્ત કરતા સવાલોના સરકારે જવાબ પણ આપ્યો હતો. વિરોધ પક્ષે બિલનો વિરોધ વ્યક્ત કરતા આ બિલ બંધારણના વિરોધી અને મુસ્લિમ અધિકારોનું ઉલ્લંઘન કરનારું છે.

ભારતીય જનતા પાર્ટીને કઈ પાર્ટીનો મળ્યો સાથે
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારને ટીડીપી (તેલુગુ દેશમ પાર્ટી), જનતાદળ (યુ), શિવસેના અને લોકજનશક્તિ પાર્ટી (એલજેપી)નું સમર્થન મળ્યું હતું, જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિ ગઠબંધને પણ એકસાથે રહીને જોરદાર વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ ભાજપને બિલ પાસ કરવાનો વિશ્વાસ હતો. વિપક્ષ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું હતું કે તમે બધા ફેરફારો ફક્ત વોટ બેંક બચાવવા માટે કર્યા હતા અને અમે એ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.ગઈકાલે લોકસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યા પછી આજે રાજ્યસભામાં બિલ પસાર કરવામાં આવશે, જ્યાં પાસ થવાની પૂરી સંભાવના રહેશે. લોકસભામાં આ બિલ મુદ્દે ધર્મનિરપેક્ષતા વિરુદ્ધ સાંપ્રદાયિક ચર્ચા થઈ હતી, પરંતુ બિલ પાસ કરવાથી ભારતના ઈતિહાસમાં વધુ વિવાદાસ્પદ બિલ પસાર કરવામાં મોદી સરકારને સફળતા મળી છે.

રાજ્યસભામાં પસાર કરવા અંગે નંબર ગેમ પણ જાણો
આ અગાઉ મોદી સરકારે સીએએ, તીન તલાક અને યુસીસીને પાસ કર્યું હતું. રાજ્યસભામાં નંબરની વાત કરીએ કૂલ સભ્યની સંખ્યા 236 છે, જ્યારે વક્ફ પાસ કરાવવા માટે 119 સાંસદના સમર્થનની જરુર છે. એનડીએનો કૂલ આંકડો 125 પાર કરે છે, જ્યારે વિપક્ષનો 95 છે. આમ છતાં 16 સભ્ય પર હજુ સસ્પેન્સ છે. વક્ફ બિલના સમર્થનમાં એનડીએના સભ્યમાં ભાજપ (98), જેડેયુ (4), એનસીપી (3), ટીડીપી અને અપક્ષના બબ્બે સભ્ય છે. આ ઉપરાંત, જેડીએસ (એક સહિત અન્ય પક્ષના એક-એક સભ્ય), આરપીઆઈ (આઠવલે), શિવસેના, એજેપી, આરએલડી, યુપીપીએલ, આરએલએમ, પીએમકે, ટીએમસી-એમ, એનપીપી, જ્યારે નોમિનેટેડ છ સભ્યનું સમર્થન છે. એની સામે વક્ફ બિલનો વિરોધમાં કોંગ્રેસના 27, ટીએમસી 13, ડીએમકે 10, સમાજવાદી પાર્ટી (ચાર), આમ આદમી પાર્ટી 10, વાઈએસઆરસી સાત, આરજેડી પાંચ, જેએમએમ 3, સીપીઆઈએમ 4, સીપીઆઈ, આઈયુએમએલ, એનસીપી પવાર, શિવસેના (યુબીટી)ના બબ્બે સભ્ય તથા એજીએમ, એમડીએમકે, કેસીએમ અને અપક્ષ એકનો સાથ છે, બાકી બીઆરએસ (ચાર), બીજેડી (સાત), એઆઈએમડીએમકે (ચાર) અને બસપા (એક) સહિત કૂલ 16 સભ્યનું સસ્પેન્સ રહેશે. અપક્ષ અને નોમિનેટેડ સભ્યની મહત્ત્વની ભૂમિકા રહેશે.

આ પણ વાંચો
Waqf Amendment Bill: વક્ફનો અર્થ અને ઈતિહાસ શું છે, ભારતમાં ક્યારે શરુઆત થઈ હતી?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!