Waqf Amendment Bill: વક્ફનો અર્થ અને ઈતિહાસ શું છે, ભારતમાં ક્યારે શરુઆત થઈ હતી?
લોકસભામાં તમામ વિરોધોની વચ્ચે કેન્દ્ર સરકારે વક્ફ બોર્ડ સંશોધન બિલને રજૂ કરવામાં આવ્યું હતું. એના અગાઉ સંસદીય સમિતિ (જેપીસી)માં કૂલ 44 સંશોધન કરવામાં આવ્યા હતા, જેમાં 14 સંશોધન જગદમ્બિકા પાલની આગેવાની હેઠળની જેપીસીએ સ્વીકાર કર્યો હતો. સંશોધિત બિલને કેબિનેટે પહેલા મંજૂરી આપી હતી ત્યારે જાણીએ વક્ફનો અર્થ અને ઈતિહાસ શું છે.
વક્ફનું અર્થ શું છે?
વક્ફ અરબી શબ્દમાંથી નીકળ્યો છે, જ્યારે તેની ઓરિજિન વકુફા શબ્દ સાથે સંકલિત છે. વકુફાનો અર્થ થાય છે રોકવું અને એનાી બન્યો છે વક્ફ. ઈસ્લામમાં વક્ફનો અર્થ થાય છે સંપત્તિ સંબંધિત છે, જે જન કલ્યાણનો છે. બીજી રીતે જોઈએ તો દાન જેવો અર્થ છે ને દાન આપનારા ચલ યા અચલ સંપત્તિને દાન કરી શકે છે. જન કલ્યાણ માટે જે દાન કરવામાં આવે છે એને સંરક્ષિત કરવાની વાત વક્ફ છે. વક્ફમાં ઘર, ખેતર, જમીન-મેદાનનો સમાવેશ થાય છે, જ્યારે પંખા, કૂલર, સાઈકલ, ટીવી-ફ્રીજનો સમાવેશ થાય છે.
શરત ફક્ત દાનની છે
વક્ફની મુખ્ય શરત એ છે કે તેને જનકલ્યાણનો છે, જે દાન આપે છે એને વાકિફ કહેવાય છે. વાકિફ એ નક્કી કરે છે કે જે દાન આપવામાં આવ્યું છે એનો ઉપયોગ કઈ રીતે થશે. જોકે, દાન આપનારની ઈચ્છા પ્રમાણે જ દાનનો ઉપયોગ કરવાનો રહે છે. જેમ કે દાન આપનાર કહે કે તેનો ઉપયોગ અનાથ બાળક માટે તવો જોઈએ, તો એનું પાલન કરવાનું રહે છે.
વક્ફને લઈ શું છે વાર્તા?
વક્ફને લઈને કહેવાય છે કે ખલીફા ઉમરે ખૈબરમાં એક જમીન પ્રાપ્ત કરી અને પયગ્મ્બર મોહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ)ને પૂછ્યું કે એનો ઉપયોગ સારી રીતે અને શ્રેષ્ઠ કઈ રીતે કરી શકાય તો પયગ્મબરે કહ્યું હતું કે આ સંપત્તિને રોકી લો અને તેનાથી થનારા ફાયદા લોકોને કામમાં લગાવો અને તેની જરુરિયાત પર ખર્ચ કરો. એનો વેચવામાં આવે નહીં અને ના તો ભેટમાં આપો અને વારસામાં આપશો નહીં અને વારસામાં પણ આપશો નહીં. બસ એ રીતે જમીનને વક્ફ બનાવી.
ભારતમાં વક્ફનું આગમન?
ઈસ્લામની સાથે ભારતમાં વક્ફનું થયું આગમન. હજુ પણ સ્પષ્ટ ચિત્ર ક્લિયર નથી, પરંતુ મોહમ્મદ ગોરીના સમયમાં વક્ફની સંપત્તિની શરુઆત ફક્ત બે ગામના દાનથી થઈ હતી. બારમી સદીના અંતમાં પૃથ્વીરાજ ચૌહાનને જીત્યા પછી મોહમ્મદ ગૌરીએ આર્મીની શક્તિ અને ઈસ્લામી સંસ્થાનો વધારો કર્યો છે એના પછી ઉત્તરોત્તર વધારો થયો. એની શરુઆત બારમી સદીના અંતમાં અવિભાજિત પંજાબના મુલ્તાનમાં થઈ હતી અને દિલ્હીમાં રાજ કરનારા રાજાઓએ ફેલાવો કર્યો હતો. મુગલ યુગમાં બાબર, અકબરે પણ એનો ફેલાવો કર્યો હતો. વક્ફ બોર્ડને ઔપચારિક રીતે અંગ્રેજોએ 1913માં શરુ કર્યો અને 1923માં વક્ફ એક્ટ બનાવ્યો હતો, જેને કાનૂની આધાર આપ્યો હતો. સ્વતંત્રતા પછી લઘુમતી બાબતના મંત્રાલય અન્વયે ચાલતો રહ્યો પણ 1995માં મૂળ ભાવના બાજુ પર રહ્યા પછી પડકારો ઊભા થયા
રેલવે, ડિફેન્સ પછી સૌથી વધુ જમીન વક્ફ પાસે
આજે એવું પણ કહેવાય છે કે ભારતીય રેલવે, સંરક્ષણ વિભાગ પછી વક્ફ બોર્ડ પાસે સૌથી વધુ જમીન છે. જાણીતા ઈતિહાસકારના જણાવ્યા મુજબ વક્ફ સંપત્તિ ફક્ત નથી હોતી, પરંતુ બિલ્ડિંગ, રોકડ પૈસા અને અન્ય સંપત્તિનો સમાવેશ થાય છે. પહેલા જમીનદાર પોતાની સંપત્તિનો હિસ્સો દાન કરતા હતા, પરંતુ આ પ્રથા કાળક્રમે લુપ્ત થઈ ગઈ છે. એનો મૂળ ઉદ્દેશ વક્ફની સંપત્તિનો ઉપયોગ ગરીબો, શિક્ષણ અને ધાર્મિક કાર્યો માટે કરવામાં આવે છે. સમુદાયના લોકો અને દાન કરનારા પ્રતિનિધિ મળીને બોર્ડ બનાવતા હતા, જેની દેખરેખ સરકાર રાખતી.
પણ હવે વક્ફની શું છે સ્થિતિ?
જે સંપત્તિના કોઈ માલિક નથી હોતા એના માલિક સૌ બનવા માગે છે અને વક્ફની સંપત્તિઓનું પણ એવું જ થયું હતું. લોકો ઈચ્છે છે કે એમાં ઈમાનદારી આવે, પરંતુ એમ થતું નથી. જોકે, સમુદાયની પાસે એનું નિયંત્રણ રહે એ જરુરી છે. જો સરકાર એનો માલિક બને કે અન્ય લોકો હસ્તક્ષેપ કરે તો એનો ઉદ્દેશ ખતમ થઈ જશે. વક્ફ વાસ્તવમાં એવી વ્યવસ્થા છે, જે સમાજ માટે બનાવી હતી અને એ ભાવના સાથે આગળ વધારવાની સૌની સંયુક્ત જવાબદારી છે.
સરકાર વક્ફ બિલ પસાર કરવા મક્કમ
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતૃત્વ હેઠળની એનડીએની સરકાર સીએએ (નાગરિકતા સંશોધન નિયમ), તીન તલાક અને યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ની દિશામાં મહત્ત્વના પગલા ભર્યા હતા. ત્રણ બિલ પસાર કર્યા પછી 2024માં લોકસભામાં વક્ફ બિલ રજૂ કર્યું, જેમાં વ્યવસ્થાપન અને સંપત્તિઓમાં સુધારો કર્યો હતો. એમાં બિન મુસ્લિમ સભ્યોને સામેલ કરવા, સંપત્તિ સર્વેક્ષણ અને પારદર્શક વહીવટ છે. વક્ફ સંશોધિત બિલમાં સંપત્તિમાં થનારા ભ્રષ્ટાચાર અને દુરુપયોગને રોકવાનો છે તેમ જ મહિલાઓ અને પછાત મુસ્લિમોને લાભ પહોંચાડવાનો ઉદ્દેશ છે, તેથી મોદી સરકાર વક્ફ સંશોધિત બિલ પસાર કરવા મક્કમ છે.