July 1, 2025
ટોપ ન્યુઝબિઝનેસ

સવાયા માલિક: રતન ટાટાએ વસિયતમાં કૂક, ડ્રાઈવર, કેરટેકર ને ક્લિનરને શું આપ્યું?

Spread the love

ઓફિસના સ્ટાફને દિલ ખોલીને કરી મદદ, પેટ ડોગની પણ વ્યવસ્થા

ગયા વર્ષે જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થયું. દેશે એક નેક, ઈમાનદાર ઉદ્યોપતિ ગુમાવ્યા હતા, તેની સાથે તેમના પરિવાર અને તેમની નજીકના લોકોને સૌથી મોટી ખોટ પડી હતી. રતન ટાટા પોતાના પાછળ 3,800 કરોડ રુપિયાની સંપત્તિ મૂકી ગયા હતા, જેમાં વસિયતનામું જાહેર થયા પછી મોટા ખુલાસા થયા છે. 3,800 કરોડ રુપિયાની સંપત્તિમાં રતન ટાટા સંપત્તિનો મોટો હિસ્સો રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન અને રતન ટાટા એન્ડોમેન્ટ ટ્રસ્ટને આપ્યો છે, જ્યારે વસિયતમાં તેમને છેક સુધી સાથ-સહકાર આપનારા તેમના સ્ટાફને પણ મદદ કરવામાં આવી છે.

ઓક્ટોબર 2024માં થયું હતું નિધન
ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં રતન ટાટાએ દુનિયાને અલવિદા કહી હતી ત્યારે તાજેતરમાં રતન ટાટાની વસિયતમાં ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. 3,800 કરોડની વસિયતમાં રતન ટાટાએ દરેક વ્યક્તિનું ધ્યાન રાખ્યું છે જેમને ટાટાને સાથ-સહકાર આપ્યો હતો. તેમના અંતિમ શ્વાસ સુધી સાથે રહેનારા કૂક, ડ્રાઈવર, કેરટેકર અને કાર-ક્લિનરને પણ નિરાશ કર્યા નથી. રતન ટાટાએ પોતાના ઘર અને ઓફિસના કર્મચારીઓ માટે ત્રણ કરોડ રુપિયા આપ્યા છે.

કામ કરનારા તમામ સ્ટાફને છૂટે હાથે મદદ
રતન ટાટાની વસિયતમાં જાહેરાત મુજબ ઘરમાં સાત વર્ષ અથવા એનાથી વધુ સમય કામ કરનારા નોકરને તેમની સંપત્તિમાંથી 15 લાખ રુપિયા આપવાની જાહેરાત કરી છે આ પૈસા તેમની નોકરીના રેશિયોના આધારે આપવામાં આવશે. વસિયતમાં પાર્ટ ટાઈમ હેલ્પર અને કાર ક્લિનરને પણ એક લાખ રુપિયા આપવામાં આવશે. રતન ટાટાએ પોતાની સંપત્તિનો મોટો હિસ્સો ટ્રસ્ટ અને ફાઉન્ડેશનને પણ આપ્યો છે. વસિયતમાં લાંબા સમયથી કામ કરનારા સ્ટાફનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો છે.

રસોઈયાને પણ એક કરોડ રુપિયાની મદદ
રતન ટાટા સાથે લાંબા સમયથી કામ કરનારા કૂક રાજન શોને 51 લાખ રુપિયાની લોન માફી સહિત એક કરોડથી વધુ આપ્યા છે. બટલર સુબ્બૈયા કોનારને 36 લાખ રુપિયાની લોન માફી સહિત 66 લાખ રુપિયા મળશે. સેક્રેટરી ડેલનાઝ ગિલ્ડરને 10 લાખ રુપિયા આપવાની વાત કરી છે. રતન ટાટાએ તેમની વસિયતમાં સામાજિક સંસ્થાને પણ દાન આપવાની વાત કરી છે, જેથી જરુરિયાતમંદ લોકોને કપડા આપી શકે છે.

શાંતનુ નાયડુને એક કરોડની લોન માફી
એના સિવાય પોતાના એક્ઝિક્યુટિવ આસિસ્ટટન્ટ શાંતનુ નાયડુની એક કરોડની લોન માફી કરી છે. આ લોન શાંતનુ નાયડુએ કોર્નેલ યુનિવર્સિટીમાં એમબીએના અભ્યાસ માટે લીધી હતી. રતન ટાટાએ પોતાના પડોશીની 18 લાખની લોન માફી કરી છે. 23 ફેબ્રુઆરી, 2022ની વસિયતમાં રતન ટાટાએ લખ્યું હતું કે તેઓ શો, કોનારા અને રાજુ લિયોનને આપેલી લોનની વસૂલી માટે કોઈ પગલાં ભરે નહીં. હું નિર્દેશ આપું છું કે લોન સંબંધિત રકમ નોકર-ડ્રાઈવરને મારા તરફથી ભેટ આપું છું. દરમિયાન પોતાના પેટ ડોગ ટીટો (જર્મન શેફર્ડ ડોગ) માટે 12 લાખ રુપિયા એલોટ કર્યા છે, જ્યારે દર ત્રણ મહિને 30,000 રુપિયા આપવામાં આવે. ઉપરાંત, ટીટોની દેખરેખ પણ રસોઈયો રાજન શો જ કરે એવો અનુરોધ કર્યો છે. સાચે તો કમાણી અને બિઝનેસ તો દુનિયાભરના લોકો કરે છે, પણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!