વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે નાગપુરમાં, એર સ્ટ્રિપના ઉદ્ધાટન સાથે શું કરશે જાણો?
નવી દિલ્હીઃ નાગપુરમાં થયેલા તોફાનોના લગભગ પંદર દિવસ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નાગપુરની મુલાકાત લેશે. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સંસ્થાપક ડો. કે. બી. હેડગેવારના સ્મારક પર શ્રદ્ધાંજલિ આપશે અને દીક્ષાભૂમિમાં ડો. બાબાસાહેબ આંબેડકરને નમન કરશે. પીએમ મોદીની આ મુલાકાત ગુડી પડવાના તહેવારને લઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમારોહને ધ્યાનમાં રાખને કરવામાં આવી રહી છે. આ મુલાકાત સાથે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય પ્રમુખ નામ આરએસએસ સાથે ચર્ચા કરવામાં આવ્યા પછી નામ જાહેરાત કરી શકે છે.
સ્મૃતિ મંદિરમાં સંઘના સંસ્થાપકને શ્રદ્ધાંજલિ આપશે
વડા પ્રધાન મોદી રેશિમબાગ સ્થિત ડો. હેડગેવાર સ્મૃતિ મંદિરમાં સંઘના સંસ્થાપકને શ્રદ્ધાંજલિ આપશે. અહીંના સ્મૃતિ મંદિરમાં આરએસએસના બીજા સરસંઘસંચાલક માધવ સદાશિવ ગોલવલકર (ગુરુજી)નું સ્મારક આવેલું છે. વડા પ્રધાન મોદી દીક્ષાભૂમિ પણ જશે. 1956માં ડો. બાબાસાહેબ આંબેડકરે હજારો અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો, જ્યાં મોદી આંબેડકરના વિચારો અને સમાજ સુધારમાં તેમના યોગદાનને નમન કરશે.
માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનું શિલારોપણ કરાશે
અહીં વડા પ્રધાન મોદી માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનું શિલારોપણ કરવામાં આવશે. માધવ નેત્રાલય આઈ ઈન્સ્ટિટ્યૂટ અને રિસર્ચ સેન્ટરનો વિસ્તાર કરવામાં આવશે, જે 2014 ગોલવલકરની યાદમાં નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સેન્ટરમાં 250 બેડની હોસ્પિટલ, 14 આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ (ઓપીડી) અને 14 આધુનિક ઓપરેશન થિયેટર હશે. આ આંખોની સારવાર માટે શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડશે.
ઉદ્ધાટન પછી ગાઈડેડ મિસાઈલનું પરીક્ષણ કરાશે
પીએમ મોદી સોલર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડ શસ્ત્ર નિર્માણનું પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવશે અને 1,250 મીટર લાંબી અને 25 મીટર પહોળાઈ ધરાવતી એર સ્ટ્રીપનું ઉદ્ધાટન કરવામાં આવશે. આ ડ્રોનનો યુદ્ધ સામગ્રીના પરીક્ષણ માટે ઉપયોગ કરવામાં આવશે. એના સિવાય અનઆર્મ્ડ એરિયલ વ્હિકલ્સ યુએવી સહિત અન્ય યુદ્ધ સામગ્રીનું ઉદ્ધાટન કરવામાં આવશે, જ્યાં ગાઈડેડ મિસાઈલ અને અન્ય આધુનિક સંરક્ષણ હથિયારનું પરીક્ષણ કરવામાં આવશે.
નાગપુર પછી છત્તીસગઢની મુલાકાતે જશે
આજની નાગપુરની મુલાકાત વખતે પીએમ મોદીની સુરક્ષા મુદ્દે શનિવારે રિહર્સલ કરવામાં આવ્યું હતું. પીએમના કાફલામાં 20 વાહન હશે, જેમાં વીઆઈપી સિક્યોરિટી વાહન સહિત રેડિયો કંટ્રોલ્ડ ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ (આરસીઈઆઈડી) જામર યુક્ત વાહનનો સમાવેશ થશે. નાગપુરની મુલાકાત પછી વડા પ્રધાન મોદી છત્તીસગઢ જશે, જ્યાં રોડ, એજ્યુકેશન, રેલવે સહિત હાઉસિંગ સેક્ટરના વિવિધ સેક્ટરના પ્રોજેક્ટને લોન્ચ કરશે.
