December 20, 2025
ઈન્ટરનેશનલટોપ ન્યુઝ

મ્યાનમાર-થાઈલેન્ડમાં આ વર્ષનો ‘વિનાશક’ ભૂકંપઃ 10,000થી વધુ લોકોનાં મોતની આશંકા

Spread the love

મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલો ભૂકંપ મોટી જાનહાનિ થયાના સમાચાર મળ્યા છે, જેમાં બે દિવસમાં સત્તાવાર 1,000થી વધુ લોકોનાં મોત અને તેનાથી બેથી ત્રણ ગણા વધુ લોકોને ઈજા પહોંચી છે. આ બંને દેશના ભૂકંપને કારણે 10,000થી વધુ લોકોના મોત થયા હોઈ શકે છે. બપોરના ભૂકંપના અહેવાલ પછી દિવસમાં પાંચેક આંચકા આવ્યા હતા, જ્યારે રાતના પણ 11.56 વાગ્યાના સુમારે 4.7 તીવ્રતા સહિત અફઘાનિસ્તાનમાં આજે 4.2 તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યા હતા.

અફઘાનિસ્તાનમાં પણ આજે અનુભવાયા ભૂકંપના આંચકા
નેશનલ સિસ્મોલોજી સેન્ટરના અહેવલા અનુસાર રાતના ભૂકંપના આંચકાનું કેન્દ્ર જમીનથી નીચે દસ કિલોમીટર હતું, જ્યારે હજુ આંચકા આવી શકે છે. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં 1,002 લોકોના મોત થયા છે, જ્યારે 2,500થી વધુ લોકોને ઈજા પહોંચી છે. હજુ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલુ છે. શુક્રવારે આવેલા ભૂકંપના આંચકાને કારણે લોકો રાતભર બરાબર સૂઈ શક્યા નથી. અફઘાનિસ્તાનમાં આજે આવેલા ભૂકંપનું કેન્દ્ર જમીનથી 180 કિલોમીટરના ઊંડાનમાં 4.7 રિક્ટર સ્કેલની તીવ્રતા નોંધાઈ હતી. આ ભૂકંપ મ્યાનમાર, થાઈલેન્ડમાં આવેલા શક્તિશાળી ભૂકંપના બીજા દિવસે આવ્યો હતો, જ્યાં બહુમાળી ઇમારતો, બૌદ્ધ સ્તૂપ, રસ્તાઓ અને પુલને સૌથી વધુ નુકસાન થયું હતું.

7.7 અને 7.2 તીવ્રતાનો આવ્યો હતો વિનાશક ભૂકંપ
મ્યાનમાર અને થાઈલેન્ડમાં અનુક્રમે 7.7 અને 7.2 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેનાથી ટાવર્સ, પુલ અને ધાર્મિક સ્થળોને જમીનદોસ્ત થયા હતા. ભૂકંપને થયેલા સમગ્ર નુકસાન અને જાનહાનિના આંકડા ઉપલબ્ધ થયા નથી. શુક્રવારે મ્યાનમારની સરકારના સિનિયર જનરલ મિન આંગ હ્યુઈંગે કહ્યું હતું કે મૃતકો અને ઈજાગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. પ્રાથમિક અહેવાલ અનુસાર દેશમાં 144 લોકો માર્યા ગયા હતા, જ્યારે 730 લોકોને ઈજા પહોંચી હતી.


ભારત સહિત સંયુક્ત રાષ્ટ્રસંઘે મદદનો હાથ લંબાવ્યો
થાઈલેન્ડ અને મ્યાનમારમાં આવેલા ભૂકંપને કારણે ભારત સરકારે મદદ કરવાની જાહેરાત કરી હતી. મોટી જાનહાનિ મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવ્યા પછી આજે ભારત સરકારે પંદર ટનની સામગ્રી મોકલી હતી. ભારતીય હવાઈદળના સી-130 જે સુપર હરક્યુલસ વિમાન મારફત મદદની સામગ્રી મોકલી હતી. આ ઉપરાંત, સંયુક્ત રાષ્ટ્રસંઘે પાંચ મિલિયન ડોલરની મદદ મ્યાનમારમાં રાહત અને બચાવ કામગીરી માટે આપી છે. દરમિયાન યુએસ જિયોલોજિકલ સર્વેએ અનુમાન લગાવ્યું છે કે મૃતકોની સંખ્યા એક હજારથી વધુની હોઈ શકે છે, જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘે કહ્યું હતું કે ગૃહ યુદ્ધને કારણે ત્રણ મિલિયનથી વધુ લોકો વિસ્થાપિત થયા છે અને 20 મિલિયન લોકો જરુરિયાતમંદ છે.


દુનિયામાં સદીના વિનાશક ભૂકંપના આંકડા જાણો
વીતેલા સદીમાં દુનિયાના સૌથી વિનાશક ભૂકંપમાં 2023માં તુર્કેયમાં આવ્યો હતો. સિરિયા અને તુર્કેયના ભૂકંપમાં 50,000થી વધુ લોકોનાં મોત થયા હતા. એના અગાઉ 2010માં હૈતી ટાપુ પરના ધરતીકંપમાં બે લાખથી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે એના અગાઉ ચીનમાં 2008માં 87,000 લોકો અને 2005માં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં 73,000 લોકોના મોત થયા હતા. જોકે, 2025માં મ્યાનમાર અને થાઈલેન્ડના ભૂકંપમાં 10,000 લોકોથી વધુના મોત થયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!