દુનિયાની ધનાઢ્ય મહિલાઓ કોણ છે, જાણો કેટલી સંપત્તિ ધરાવે છે?
દુનિયામાં પાંચ શ્રીમંત મહિલાઓએ ઈતિહાસ રચ્યો છે, જેમાં કોઈનો ચોકલેટનો વ્યવસાય છે તો કોઈનો ફર્નિચર તો કોઈનો કપડાનો. આ પાંચ મહિલા અમીર હોવાની સાથે પોતાના ક્ષેત્રમાં પણ મોટું પ્રદાન કર્યું છે. આ મહિલાઓએ ફાઈનાન્સ, ફેશન, ઈ-કોમર્સ સહિત અલગ અલગ ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. પુરુષોના આધિપત્યવાળા સેક્ટરમાં મહિલાઓએ કામ કરીને નવું ખેડાણ કર્યું છે. પોતાની કુશળતા અને મહેનતના આધારે સફળતાનો શિખરો સર કર્યાં છે. ચાલો જાણીએ કોણ છે જે મહિલાઓએ પોતાના દેશ સાથે દુનિયામાં ઈતિહાસ રચવાની સાથે સંપત્તિ પણ ધરાવે છે.
મિરિયમ લાસ વેગાસમાં કેસિનોની કંપનીની માલિક
સૌથી પહેલી વાત કરીએ મિરિયમ એડલસનની. 35.2 અબજ ડોલરની સંપત્તિ ધરાવનારી મિરિયમ એડલસન દુનિયાની સૌથી મોટા કેસિનોની ઓપરેટિંગ કંપની લાસ વેગાસ સેન્ડસની મુખ્ય શેરહોલ્ડર છે. તેની કૂલ સંપત્તિ 35.2 અબજ ડોલરની છે, જે દુનિયાની 48મા ક્રમના સૌથી ધનાઢ્ય મહિલા છે. મિરિયમનો જન્મ તેલ અવીવ (ઈઝરાયલ)માં થયેલો છે. માતાપિતા પોલેન્ડના શરણાર્થી છે, જેમના પર નાઝી શાસકોએ અત્યાચાર કર્યો હતો. નાઝી શાસકોના અત્યાચારનો ભોગ બન્યા પછી પહોંચ્યા હતા.
અલીગેલ જોન્સન દુનિયાની 39મી ધનાઢ્ય મહિલા છે
ચોથા નંબરના દુનિયાના શ્રીમંત મહિલા તરીકે અલીગેલ જોન્સન ફિડિલેટી ઈન્વેસ્ટમેન્ટસના સીઈઓ છે. દુનિયાની સૌથી મોટી મ્ચુય્યુઅલ ફંડ કંપની પૈકીની એક તેની છે, જ્યારે કૂલ સંપત્તિ 40.3 અબજ ડોલરની છે, જ્યારે દુનિયાની 39મી ધનાઢ્ય વ્યક્તિ છે. અલીગેલે 1980માં ફિડેલિટીમાં ઈન્ટર્ન તરીકે કામ કર્યું હતું, ત્યારે તેના દાદા એડવર્ડ જોન્સન હતા અને પિતા એડવર્ડ જોન્સન ત્રીજા કંપની ચલાવતા હતા. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું હતું ત્યાર બાદ ફિડેલિટીની કમાન સંભાળી હતી.
વિશ્વની ચોકલેટ ઉત્પાદક કંપનીની માલિક જેકલિન મોર્સ
45.9 અબજ ડોલરની સંપત્તિ ધરાવનારા જેકલિન બેજર માર્સ દુનિયાની સૌથી મોટી ચોકલેટ બનાવનારી કંપની માર્સની સહમાલિક છે. કંપની એમ એન્ડ એમએસ, સ્નિકર્સ, મિલ્કી વે, ઓર્બિટ અને પેડિગ્રી વગેરે લોકપ્રિય પ્રોડ્કટ છે. જેકલિનના દાદા ફ્રેન્ક માર્સે 1911માં પોાતના ઘરે બટરક્રીમ કેન્ડી બનાવીને વ્યવસાય શરુ કર્યો હતો, જે આગળ જઈને દુનિયાની સૌથી મોટી ચોકલેટ બનાવનારી કંપની બની હતી. જેકલિન હવે કંપનીના બોર્ડમાં પણ સામેલ છે.
પતિના નિધન પછી જુલિયન બની ગઈ ધનાઢ્ય મહિલા
અમેરિકાના જાણીતા ઉદ્યોગપતિ ડેવિડ કોચની પત્ની જુલિયન ફ્લેશર કોચ 73.8 અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે. પતિ ડેવિડ કોચના નિધન પછી વારસામાં 73.8 અબજ ડોલરની સંપત્તિ મળી હતી. જુલિનય ફ્લેશર કોચ દુનિયાની સૌથી અમીર વ્યક્તિમાં 20મું સ્થાન ધરાવે છે. જુલિયાનો જન્મ આયોવામાં તયો હતો, જ્યાં તેનો ફર્નિચર અને કપડાનો કારોબાર ધરાવતી હતી. ફેશન ડિઝાઈનર એડોલ્ફો સારડિના માટે આસિસ્ટંટ તરીકે પણ કામ કર્યું હતું.
દુનિયાની સૌથી અમીર મહિલા એલિસ વોલ્ટન છે
એલિસ વોલ્ટન અત્યારના સમયની સૌથી અમીર મહિલા છે, જ્યારે તેમની કૂલ સંપત્તિ 114 અબજ ડોલરની સાથે બ્લુમબર્ગ બિલિયનર્સ ઈન્ડેક્સમાં તેરમા ક્રમે છે. એલિસ વોલ્માર્ટના સંસ્થાપક સેમ વોલ્ટનની દીકરી છે, જ્યારે તેઓ ઈકોનોમિક્સ અને ફાઈનાન્સની ડિગ્રી ધરાવે છે. પોતાની કારકિર્દીની શરુઆતમાં એક ઈક્વિટી એનાલિસ્ટ અને ઓપ્શન ટ્રેડર તરીકે કરી હતી. એના પછી 1988માં લામા નામની ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કંપની શરુ કરી હતી, જ્યાં સીઈઓ તરીકે પણ કામ કર્યું હતું.