માર્ચ મહિનામાં પડશે રેકોર્ડ બ્રેક ગરમી, જાણો આઈએમડીની આગાહી
ભારતમાં આ વર્ષે માર્ચ મહિનામાં અસામાન્ય રીતે ગરમી પડશે. તાપમાન 40 ડિગ્રી પાર કરી શકે છે. હવામાન વિભાગના અહેવાલ અનુસાર સમગ્ર મહિના દરમિયાન સરેરાશ વધારે તાપમાન વધારે રહી શકે છે, જ્યારે વધતી ગરમી દેશ માટે ઘઉંના ઉત્પાદન માટે જોખમી સાબિત થઈ શકે છે.
પહાડી વિસ્તારોમાં વરસાદ પડશે
દેશના અનેક પ્રાંતમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે, જ્યારે અમુક રાજ્યના તાપમાનમાં વધારો થયો છે, જ્યારે અમુક રાજ્યોમાં વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે. પહાડી વિસ્તારમાં બરફવર્ષા થઈ શકે છે. દક્ષિણ અને પૂર્વના રાજ્યમાં હળવો વરસાદ અને તોફાન સાથે ભારે વરસાદ પડી શકે છે, જ્યારે તેની અસર માર્ચ મહિનામાં જોવા મળશે.
ઘઉંના ઉત્પાદનમાં અસર થઈ શકે
ભારતમાં આ વર્ષે માર્ચ મહિનામાં અસાધારણ રીતે ગરમી પડી શકે છે. હવામાન વિભાગ (આઈએમડી)ના અનુસાર સમગ્ર માર્ચ મહિનામાં સરેરાશ તાપમાન વધારે રહી શકે છે, જે ઘઉંના ઉત્પાદન પર અસર કરી શકે છે, પરિણામે ઘઉંના ઉત્પાદન પણ ઘટી શકે છે. આ ઉપરાંત, ચણા, સરસવના ઉત્પાદન પર અસર થઈ શકે છે, કારણ કે ઠંડા વાતાવરણને કારણે ઉત્પાદનમાં વધારો થાય છે.
અનેક રાજ્યમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર જશે
આઈએમડીના અધિકારીના જણાવ્યાનુસાર માર્ચ મહિનામાં દિવસ અને રાતનું તાપમાન સામાન્ય કરતા વધારે રહી શકે છે. ખાસ કરીને બીજા અઠવાડિયામાં તાપમાનમાં ઝડપી વધારો થઈ શકે છે અને મહિનાના અંત સુધીમાં અનેક રાજ્યોમાં 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી શકે છે.
દુનિયામાં બીજા નંબરનો ઘઉં ઉત્પાદક દેશ
ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી વધુ ઘઉં ઉત્પાદન કરનારો દેશ છે અને આ વર્ષે સરકાર સારા ઉત્પાદનની અપેક્ષા રાખી રહી હતી, પરંતુ સતત ત્રીજા વર્ષે ઉત્પાદનમાં ઘટ પડવાને કારણે સરેરાશ
ઉત્પાદન ઘટી શકે છે. હવે ચોથા વર્ષે ઉત્પાદન ઘટશે તો મોંઘવારી પણ વધી શકે છે. કેન્દ્ર સરકારને 40 ટકા ઈમ્પોર્ટ ઓછી કરવા અથવા હટાવવાનો વિચાર કરવો પડી શકે છે.
મોંઘવારીમાં વધારો થઈ શકે
ફેબ્રુઆરીમાં પણ સરેરાશ કરતા વધુ તાપમાન રહ્યું હતું, જ્યારે માર્ચમાં પણ તાપમાનમાં વધારો થઈ શકે છે, તેથી ઘઉંના ભાવમાં પણ વધારો થવાની શક્યતા રહેશે. જો વધારે ગરમી પડશે તો ઘઉંના ભાવમાં રેકોર્ડ સ્તરે ભાવ વધી શકે છે. ટૂંકમાં ગરમી વધશે તો પાકને હીટ સ્ટ્રેસ થશે, તેથી ઉત્પાદનમાં ઘટાડો થશે અને સીધી અસર મોંઘવારી પણ વધી શકે છે.