July 1, 2025
ટોપ ન્યુઝ

22 ભારતીયને છોડ્યા પછી હજુ પાકિસ્તાનની જેલમાં કેટલા લોકો સબડે છે?

Spread the love

ચિઠ્ઠી આઈ હૈઃ પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારોની હાલત છે કફોડી…

પાકિસ્તાનની જેલમાંથી 22 ભારતીય માછીમારો ગુજરાત પહોંચ્યા છે અને હવે પોતાની સાથે પાકિસ્તાનની જેલમાં કેદ અન્ય ભારતીય માછીમારો એક પત્ર પણ લાવ્યા છે, જ્યાં પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય નાગરિકોની હાલત ગંભીર છે. જેના અંગે અનેક કેદીઓએ મન મૂકીને વાત કરી હતી, જ્યારે અમુકના પત્ર પણ વાઈરલ થયા છે.

વહેલા અન્ય ભારતીય માછીમારોને મુક્ત કરો
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં મંગળવારે 22 ભારતીય માછીમાર પહોંચ્યા હતા. કરાચીની જેલમાંથી ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા. 2021 અને 2022ની વચ્ચે અરબ સાગરમાં માછીમારી કરતી વખતે પાકિસ્તાનની હદમાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેમને પાકિસ્તાનની દરિયાઈ એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. માછીમારોની ધરપકડ કરવામાં આવ્યા પછી માછીમારોને આ જ અઠવાડિયે જેલમાંથી છોડવામાં આવ્યા હતા, ત્યારે હવે ત્યાંથી અન્ય માછીમારોને વહેલા છોડવાની માગણી કરવામાં આવી રહી છે.

હજુ પણ પાકિસ્તાનની જેલમાં 195 ભારતીય છે કેદ
વેરાવળના મત્સ્ય પાલન સહાયક નિર્દેશક વીકે ગોહેલ જણાવ્યું હતું કે હજુ પાકિસ્તાનની જેલમાં 195 ભારતીય છે. તાજેતરમાં જેલમાંથી છોડવામાં આવેલા માછીમાર પૈકી અઢાર માછીમાર ગુજરાતના છે, જ્યારે ત્રણ દીવ અને એક ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. તેમણે ગુજરાત સરકારને પાકિસ્તાનની જેલમાં કેદ અન્ય માછીમારોને વહેલા છોડવાનો અનુરોધ કર્યો હતો.

જેલમાં કેદ ભારતીયોની હાલત ખરાબ છે અને અનેક બીમારીગ્રસ્ત છે
પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવેલા ભારતીયોને વાઘા બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપ્યા હતા. તેમને સોમવારે સાંજે ટ્રેન મારફત વડોદરા પહોંચ્યા હતા, ત્યારબાદ મંગળવારે બસ મારફત સોમનાથના વેરાવળ પહોંચ્યા હતા. પત્રકારોની સાથે વાત કરતા કહ્યું હતું કે પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય નાગરિકો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. એક માછીમારે કહ્યું હતું કે ત્યાં અનેક કેદીઓ બીમાર છે, ત્યાં ખાવાપીવાની સમસ્યાથી પીડાય છે અને ગંભીર સમસ્યાથી પીડાય છે.

જેલમાંથી છૂટેલા 22 કેદી પણ બીમાર છે
અન્ય કેદીએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે સાડા ત્રણ વર્ષ પૂર્વે ગુજરાતના દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાનની હદમાં પહોંચ્યા હતા, ત્યારબાદ અમારી ધરપકડ કરી હતી. અમે 22 લોકો બીમાર છીએ અને હજુ ત્યાં અનેક માછીમાર છે, તેથી અમે સરકારને અનુરોધ કરીએ છીએ કે તેમને ઝડપી જેલમાંથી મુક્ત કરાવે, કારણ કે તેમની હાલાત બહુ ખરાબ છે.

કોર્ટે છોડવાના આદેશ પછી જેલમાં કેદ છે ભારતીયો
પાકિસ્તાનની જેલમાં કેદ એક માછીમારે પત્ર લખ્યો છે, જેમાં જણાવ્યું હતું કે અહીં 150 માછીમાર છે. બે વર્ષથી પાકિસ્તાનની કોર્ટે છોડી મૂક્યા હતા, પરંતુ હજુ અમને જેલમાં રાખ્યા છે. જેલમાં તનાવને કારણે લગભગ મોટા ભાગના કેદીઓ માનસિક રીતે બીમાર થયા છે. મોટા ભાગના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, જ્યારે અમુકને ચામડીના રોગ થયા છે. આમ છતાં 22 લોકોને છોડવામાં આવ્યા છે પણ બાકી માછીમારોને અન્યાય થયો છે. અહીં અમારી સાથે અન્યાય થાય છે વહેલા મુક્ત કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!