વેલેન્ટાઈન ડેના જન્મેલી મધુબાલાનું 36 વર્ષે થયું હતું નિધન, જાણો તેના જીવનની ‘કમનસીબી’?
બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી મધુબાલાની લાઈફ એક દંતકથા સમાન હતી. મધુબાલા બોલીવુડની એક એવી અભિનેત્રી હતી, જેની સુંદરતા અને અભિનયએ દિગ્ગજ અભિનેતાઓને પણ પાણી ભરતા કરી નાખ્યા હતા. મધુબાલાના નામથી ફિલ્મો હીટ જ નહીં, સુપરહીટ થતી. વેલેન્ટાઈન ડેના જન્મેલી મધુબાલા 36 વર્ષની દુનિયામાં આ દુનિયા અલવિદા કરી હતી, પરંતુ એ 36 વર્ષમાંથી એક દાયકો તો કમાલ કરી નાખી હતી. સૌથી મોટી એ વાત હતી કે મધુબાલાની પહેલી રંગીન ફિલ્મ તેના નિધન પછી રિલીઝ થઈ હતી, જે ફિલ્મે હિન્દી સિનેમામાં નવા ઈતિહાસનું નિર્માણ કર્યું હતું.
70થી વધુ ફિલ્મોમાં કર્યું હતું કામ
મધુબાલાએ પોતાની 22 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં લગભગ 70થી વધુ ફિલ્મો કરી હતી. 23 ફેબ્રુઆરી, 1969માં ફક્ત 36 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. મધુબાલાનું અસલી નામ મુમતાજ જહાં બેગમ દેહલવી હતું, પરંતુ સ્ટેજ પરનું નામ મધુબાલા પાડવામાં આવ્યું હતું. માતા આયશા બેગમ અને પિતા અતાઉલ્લાહ ખાન હતા, જ્યારે નાની ઉંમરમાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. ફેમ મળ્યા પછી અનેક ફિલ્મોમાં કામ સાથે દામ મળ્યા પણ વ્યક્તિગત જીવનમાં હાર્ટ સંબંધિત બીમારી અને પ્રેમમાં ભંગાણને કારણે જીવન વધુ જીવી શકી નહોતી, જે મોટી બદનસીબી હતી.
નાની ઉંમરમાં જ મધુબાલાએ ભાઈબહેન ગુમાવ્યા
મધુબાલાએ પોતાની ત્રણ બહેન અને બે ભાઈને ગુમાવ્યા હતા. દુખની વાત એ હતી કે ફક્ત ચાર ભાઈ બહેનને ગુમાવ્યા હતા. કહેવાય છે કે મધુબાલા ક્યારેય સ્કૂલ ગઈ નહોતી અને પિતાએ તેને ઘરે હિંદી અને ઉર્દૂ શિખવાડી હતી. પાકિસ્તાનના પેશાવરમાં ઈમ્પિરિયલ ટોબેકો કંપનીમાં પોતાની નોકરી ગુમાવ્યા પછી મધુબાલાના પિતા પરિવારે દિલ્હી અને પછી બોમ્બે ગયા હતા. મધુબાલાએ નવ વર્ષની ઉંમરમાં 1942માં પહેલી ફિલ્મ કરી હતી અને એ ફિલ્મ સૌથી વધુ કમાણી કરી હતી. વધતી લોકપ્રિયતાને કારણે મધુબાલાએ રાજપુતાની, ફુલવારી, પુજારી અને ધન્ના ભગત સહિત અનેક ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું.
લોકપ્રિયતા મળશે પણ સાચો પ્રેમ નહીં
મધુબાલા માટે કહેવાય છે કે કાશ્મીરી જ્યોતિષીએ આગાહી કરતા કહ્યું હતું કે મધુબાલા પૈસા કમાઈને ફિલ્મી દુનિયામાં લોકપ્રિયતા મેળવશે, પરંતુ સાચો પ્રેમ નહીં મળે. 60ના દાયકાના લોકપ્રિય અભિનેતા પ્રેમ નાથ સાથે રિલેશનમાં હતી, પરંતુ ધાર્મિક મતભેદોને કારણે અલગ થયા હતા. જાણીતી ફિલ્મ મુગલ-એ-આઝમના સહ કલાકાર દિલીપ કુમાર સાથે પ્રેમ થયો હતો અને સગાઈ પણ થઈ હતી. લગ્ન પછી મધુબાલાને તેના પરિવાર સાથે સંબંધ નહીં રાખવાની મનાઈ કરી હતી, પણ એનાથી સંમત થયા નહોતા અને અલગ થયા હતા. આ બનાવ પછી મધુબાલાનું દિલ તૂટી ગયું હતું. મુગલ એ આઝમની સ્ટોરી મધુબાલાના જીવનમાં વણાઈ ગઈ, પ્રેમ તો મળ્યો નહીં પણ બદનામી. દિલીપ કુમાર પછી કિશોર કુમાર સાથે મધુબાલાએ લગ્ન કર્યા હતા અને કિશોર કુમારે તેમને સાચવ્યા હતા. આમ છતાં 36 વર્ષની ઉંમરમાં મધુબાલાએ ફાની દુનિયા છોડીને ગયા હતા.