December 20, 2025
નેશનલ

શક્તિકાંત દાસને જ પીએમ મોદીના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે શા માટે નિમણૂક કરી?

Spread the love

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પસંદગીના અધિકારીઓમાં સામેલ શક્તિકાંત દાસ છ વર્ષ સુધી આરબીઆઈના ગવર્નર રહ્યા, હવે પીએમના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે વરણી કરવામાં આવી છે. શક્તિકાંત દાસે જીએસટી અને નોટબંધીમાં મહત્ત્વની ભૂમિકા ભજવીને નાણાકીય વ્યવસ્થાને મજબૂત કરવાની સાથે વૈશ્વિક સ્તરે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 1980 બેચના આઈએએસ અધિકારી છે, ત્યારે સૌના મોંઢે એક જ ચર્ચા છે કે પીએમ મોદીએ શક્તિકાંત દાસને પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે પસંદગી જ કેમ કરી છે.

ડિસેમ્બરમાં જ નિવૃત્ત થયા હતા શક્તિકાંતદાસ
એવું પણ કહેવાય છે કે વડા પ્રધાન મોદી જેને પસંદ કરે છે તેમને પોતાની સાથે જોડે રાખે છે. આ જ અધિકારીઓની યાદીમાં શક્તિકાંત દાસનું પણ મોખરે હતું, જેઓ છ વર્ષ સુધી આરબીઆઈના ગવર્નર રહ્યા હતા, જ્યારે ગયા ડિસેમ્બરમાં નિવૃત્ત થયા હતા.

વડા પ્રધાનના કાર્યકાળ સુધી નિમણૂક
ચોંકાવનારી વાત એ છે કે વડા પ્રધાન મોદીએ તેમના પૂરા કાર્યકાળ માટે તેમને પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક કરી છે. તેઓ તેમના નંબર વન પ્રિન્સિપાલ સેક્રેટરી પી. કે. મિશ્રાની સાથે નંબર ટૂ તરીકે કામગીરી કરશે. કેન્દ્ર સરકાર વતીથી જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવાયું છે કે શક્તિકાંત દાસની નિમણૂક વડા પ્રધાનની કચેરીના આગામી આદેશ સુધી લાગુ રહેશે.

ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી માટે ભૂમિકા
જીએસટી લાગુ પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા શક્તિકાંત દાસે 2017માં આર્થિક બાબતોના સચિવ બનાવ્યા હતા, જ્યારે આર્થિક નીતિના ઘડતરમાં પણ તેમની ભૂમિકા મહત્ત્વની રહી હતી. ઉપરાંત, તેમણે આઈબીસી અને રિકેપિટલાઈઝેશન અને પબ્લિક સેક્ટર્સ બેંક (પીએસબી)માં વિલીનીકરણ સહિત અન્ય સુધારા કર્યાં હતા. 2017માં જીએસટી લાગુ કરવામાં અન્ય રાજ્યો સાથેના કોઓર્ડિનેશનમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી સાથે ઈકોનોમિક ગ્રોથને પ્રોત્સાહન આપવાનું પણ કામ કર્યું હતું.

આઈએમએફના બેલઆઉટ પેકેજ માટે ભૂમિકા
ઓડિશામાં જન્મેલા શક્તિકાંત દાસે આંતરરાષ્ટ્રીય મંચ પર જેમ કે આઈએમએફ, જી20 અને બ્રિક્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરેલું છે. 1991માં ભારત માટે 22 અબજ ડોલરના આઈએમએફ બેલઆઉટ પેકેજ મુદ્દે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી, જ્યારે હેમ્બર્ગ અને બ્યુનોસ એરિસ જી20 બેઠકમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરેલું હતું. 1980માં તમિલનાડુ કેડરના આઈએએસ બનેલા શક્તિકાંત દાસે સરકારના અનેક વિભાગોમાં સચિવ-કમિશનર તરીકે કામ કર્યું છે. આરબીઆઈ અને નાણા મંત્રાલય પછી પીએમઓમાં મહત્ત્વની પોસ્ટ પર કામ કરશે ત્યારે જોવાનું રહેશે સફળ રહે છે કે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!