Women Empowerment: મહિલાઓને ‘સશક્ત’ બનાવનારી ફિલ્મને જોવાની તક મળે તો, ગુમાવતા નહીં…
મહિલાઓનું સમાજ માટે બહુ મોટું યોગદાન છે. ઘર-પરિવારમાં મહિલાઓનું મૂલ્ય પણ વિશેષ હોય છે અને એ પણ એની ગેરહાજરી હોય ત્યારે અનુભવાતી હોય છે. તાજેતરમાં બોલીવુડમાં મિસિસ ફિલ્મ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં કિચનથી લઈને દુનિયામાં સંઘર્ષ જોવા મળ્યો છે. આજે વાત કરીએ મહિલાઓએ જોવા જેવી ફિલ્મોની, જે ફિલ્મના પડદે તો મહિલાઓના સંઘર્ષ બાખુબી નિભાવ્યો છે. મહિલાઓને સશક્ત બનાવવાની સાથે તેમને પ્રોત્સાહન પણ આપવાનું જરુરી બને છે, જેનાથી ઘર-પરિવારને વધુ સુખી સમૃદ્ધ બનાવી શકે છે. છેલ્લા એકાદ દાયકામાં પાંચેક એવી મજબૂત ફિલ્મો બની છે, જે મહિલાઓને ચોક્કસ મેસેજ આપે છે અને અમે તમને કહીએ છીએ એ ફિલ્મો જોવાની તક મળે તો જોઈ લેવી. આટલી ફિલ્મો તો જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે.
મિસિસઃ આરતી કદવ દ્વારા નિર્દેશિત ફિલ્મ મિસિસમાં એક મહિલાની સ્ટોરી છે, જે કિચનની દુનિયામાં ફસાયેલી રહે છે. સિનેમાના પડદે પર પહેલા આવી અનેક ફિલ્મો બની ચૂકી છે, જે સમાજમાં એક નવા વિચારને જન્મ આપવા માટે કામ કરે છે. આ ફિલ્મમાં મહિલાઓને ખાસ કરીને સશક્ત બનાવવાનું કામ કર્યું હતું. મિસેસ સિવાય ઈન્ડસ્ટ્રીમાં બીજી પણ મજેદાર ફિલ્મો બની છે.
ક્વીનઃ કંગના રનૌત દ્વારા અભિનિત ફિલ્મ ક્વીન 2014માં આવી હતી. આ ફિલ્મમાં મહિલાઓ અંગે હતી, તેમાંય વળી આત્મ નિર્ભરતાની હતી, જેમાં લગ્ન તૂટ્યા પછી પોતે એકલી મુસાફરી માટે ઉપડી જાય છે અને એના પછી મોજથી પોતાની જિંદગી જીવી જાણે છે. આ ફિલ્મને પણ લોકોએ વિશેષ પસંદ કરી હતી.
તુમ્હારી સુલુઃ વિદ્યા બાલનના અભિનયવાળી ફિલ્મ પણ મહિલાઓ કેન્દ્રીત હતી. 2017માં બનેલી આ ફિલ્મ ઘરેલુ મહિલાની સ્ટોરી હોય છે, જે રેડિયો જોકી બનીને પોતાની જિંદગીની ગાડી ચલાવવાનો પ્રયાસ કરે છે. ફિલ્મમાં ઘણા બધા ઉતારચઢાવ જોવા મળે છે, જેમાં મહિલાઓને નોકરી કરવા માટે ઘરથી લઈને બહારની દુનિયામાં કેટલું લડવું પડે છે એનો નિરુપણ કરવામાં આવ્યું હતું.
થપ્પડઃ તાપસી પન્નુના અભિનયવાળી ફિલ્મ પણ મહિલા કેન્દ્રીત હતી. ફિલ્મના ટાઈટલ પ્રમાણે એક થપ્પડ કોઈ મહિલાના સન્માનને ઠેસ પહોંચાડવા માટે કાફી હોય છે. આ ફિલ્મમાં ડોમેસ્ટિક વાયોલન્સના મેસેજ આપવામાં આવ્યો છે, જેમાં પીડિત મહિલા છેલ્લે સુધી પડકારો સામે કઈ રીતે લડે છે એનો નિર્દેશ કર્યો છે.
પિંકઃ 2016માં બનેલી પિંક ફિલ્મમાં ત્રણ છોકરીના જીવન આધારિત છે, જેમાં જુઠ્ઠા કેસમાં ફસાવવામાં આવે છે, ત્યાર પછી પોતાના અધિકાર અને સન્માન માટે કાયદાકીય લડાઈ લડે છે. આ ફિલ્મમાં અભિનેત્રી તાપસી પન્નુની સાથે વકીલના અભિનયમાં અમિતાભ બચ્ચન જોવા મળે છે. આ ફિલ્મમાં કલાકારોના અભિનય સાથે ફિલ્મની સ્ટોરીની પણ વિશેષ પ્રશંસા કરવામાં આવી હતી.
મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વેઃ એક માતા પોતાના બાળકો માટે કંઈ પણ કરી શકે છે. રાની મુખર્જીની ફિલ્મમાં મહિલાઓને કેન્દ્રમાં રાખીને બનાવી છે અને એક મહિલા પોતાના બાળકને મેળવવા માટે વિદેશના કાયદા વ્યવસ્થા-સિસ્ટમ સામે લડે છે અને સફળ પણ રહે છે.