July 1, 2025
મનોરંજન

12 વર્ષ જૂની બ્લોકબસ્ટર ફિલ્મે એ બે કલાકારોને બનાવ્યા હતા સુપરસ્ટાર, ફરી બનશે સિક્વલ

Spread the love

પંદર કરોડના ખર્ચે બનાવેલી ફિલ્મે 100 કરોડથી વધુ રુપિયાની કરી હતી કમાણી

બોલીવુડમાં અમુક એવી ફિલ્મો છે, જે તમે ગમે તેટલી વખત જુઓ પણ તમને વાંરવાર જોવાની ઈચ્છા થાય. અમે તમને આ વખતે એવી ફિલ્મની વાત કરીએ, જે 12 વર્ષ જૂની છે. આ ફિલ્મનું બજેટ પંદર કરોડનું હતું, પરંતુ એને સફળ બનાવવા માટે કલાકારોએ પોતાનો જીવ રેડી દીધો હતો. અને ફિલ્મ પછી બોક્સઓફિસ પર ટંકશાળ પુરવાર થઈ હતી. બોલીવુડની બ્લોકબસ્ટર મૂવીને વાત કરીએ તો ફિલ્મમાં બે નિષ્ફળ કલાકારોને એકસાથે લેવામાં આવ્યા હતા, અને ઝળકી ગયા હતા. હવે ટૂંક સમયમાં આ ફિલ્મની ત્રીજી સિક્વલ આવશે.

રાહુલ રોયની ફિલ્મની બની હતી બીજી ફિલ્મ

2 કલાક અને 12 મિનિટની આ ફિલ્મ લોકોના દિલમાં ઘર કરી ગઈ હતી. ફિલ્મમાં પ્રેમની સ્ટોરીને એવી વણી લેવામાં આવી હતી કે લોકોના દિલોદિમાગમાં પ્રેમ ઘર કરી ગયો હતો, જ્યાં જુઓ ત્યાં ફિલ્મની ચર્ચા હતી અને બોક્સઓફિસ પર ફિલ્મના ક્લેક્શનની વાત. રાહુલ રોયની જાણીતી ફિલ્મ આશિકીની પાર્ટ ટૂ ફિલ્મ આશિકી-2 હતી.

આદિત્ય રોય અને શ્રદ્ધા કપૂરને લેવામાં આવ્યા હતા

વાસ્તવમાં 1990માં આવેલી સુપરહીટ ફિલ્મ આશિકીમાં રાહુલ રોય અને અનુ અગ્રવાલ હતી. આ ફિલ્મ રિલીઝ થયા પછી બંને કલાકારો રાતોરાત સ્ટાર બની ગયા હતા, જ્યારે ક્લેક્શન પણ જોરદાર કર્યું હતું. જોકે, 2013માં આ ફિલ્મ સિક્વલ બનાવવાનું વિચાર્યું ત્યારે તેમના પર બહુ દબાણ હતું. આશિકી ટૂનું નિર્દેશન મોહિત સૂરીએ કર્યું હતું, જેમાં આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂરને લેવામાં આવ્યા હતા.

બે ફિલ્મોમાં કામ કર્યા પછી બંને કલાકારોનો જાદુ ચાલ્યો

ફિલ્મમાં શ્રદ્ધા કપૂરની માસૂમિયત અને આદિત્યના રોમાન્સની કેમેસ્ટ્રીએ જાદુ કર્યો હતો. આ ફિલ્મે હકીકતમાં બોક્સ ઓફિસ પર જમાવટ કરી હતી અને રાતોરાત સ્ટાર બનાવી દીધા હતા. શ્રદ્ધા કપૂરે 2010માં તીન પત્તી ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું, એના પછી લવ કા ધ એન્ડ કર્યું હતું. બંને ફિલ્મમાં ના તો બોક્સ ઓફિસ ચાલી નહોતી કે શ્રદ્ધા કપૂર પણ એના પછી શ્રદ્ધા કપૂર પર ફ્લોપ ફિલ્મોની ટેગ લાગી ગઈ હતી.

ત્રીજી ફિલ્મમાં કોણ જાદુ કરશે એ જોવાનું રહેશે

બીજી બાજુ આદિત્ય રોય કપૂરની વાત કરીએ તો લંડન ડ્રીમ્સથી ડેબ્યૂ કર્યું હતું. 2009માં લંડન ડ્રીમ્સ રિલીઝ થઈ હતી, એના પછી એક્શન રિપ્લે ગુજારીશમાં જોવા મળ્યો હતો, પરંતુ નિષ્ફળ રહી હતી. આ ફિલ્મોમાં નિષ્ફળ કલાકારની ટેગ લાગ્યા પછી આશિકી ટૂ કરી હતી અને ફિલ્મે સફળતાના શિખર સર કર્યાં હતા. કહેવાય છે કે આ ફિલ્મ માટે પંદર કરોડનું બજેટ હતું, પરંતુ આ ફિલ્મે બોક્સઓફિસ પર તો ક્લેક્શન 109.7 કરોડ કર્યું હતું. આ ફિલ્મને 7.1 રેટિંગ મળ્યું હતું. હવે આ ફિલ્મની ત્રીજી સિક્વલ માટે તૈયારીઓ કરી છે, જ્યારે ફિલ્મમાં લીડ રોલ કાર્તિક આર્યન કરશે. લેટ સી જોઈએ ફિલ્મને કેટલી સફળતા મળશે એ જોવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!