December 20, 2025
ધર્મ

ભગવાન ભોળાનાથની કૃપા માટે શિવરાત્રીના દિવસે આટલું તો કરી શકો!

Spread the love

જો તમે ભગવાન શિવને માનતા હોય તો અને રેગ્યુલર મંદિરે જઈને ભગવાનના દર્શન કરતા હોય તો તમારા માટે શિવરાત્રિ મોટો તહેવાર છે. શિવરાત્રિના દિવસે તમે વ્રત કરી શકો છો, પરંતુ એ દિવસે તમારે શાનું સેવન કરવું જોઈએ નહીં એનું ધ્યાન રાખજો.

મહાશિવરાત્રિના તહેવારે ભગવાન શિવની પૂજાપાઠ કરવાનું વિશેષ મહત્ત્વ છે. વ્રત કરનારા લોકોએ પણ મહત્ત્વની બાબતમાં ખાસ કરીને એવી વાતનું ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને તમને વિશેષ કૃપા મળે. શિવરાત્રિના દિવસે જો તમે ઉપવાસ કર્યો હોય તો તમારે વ્રત દરમિયાન સફરજન, કેળા, સંતરા અને દાડમનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે, જ્યારે પેટ પણ ભરેલું લાગે છે, જ્યારે એની સાથે ફૂડ સાથે કોથમીર, જીરું અને સૂંઠનું પણ સેવન કરી શકો છો.

શિવરાત્રિના દિવસે પાણીનું સેવન કરવાનું રહે છે, જે અન્નને સંયમમાં રાખે છે. શિવરાત્રિના દિવસે સાબુદાણાની ખીચડી, ફ્રૂટનું સેવન કરી શકો છો. ખાસ કરીને આ દિવસે તમે ભગવાન શિવજીની પૂજા અર્ચના કરવાનું પણ ભૂલશો નહીં. શિવલિંગનો અભિષેક અને પ્રાર્થના પણ તમારી ફૂરસદે કરી શકો છો. મહાશિવરાત્રિમાં તમે ઠંડાઈ પી શકો છો, તેનાથી પેટની ગરમી દૂર થાય છે. શિવભક્તોને ઠંડાઈનો પ્રસાદ આપી શકો છો, જ્યારે તમારી મનપસંદ ફ્રૂટ અનુસાર ઠંડાઈ બનાવીને લોકોને આપી શકો છો.

વ્રત વખતે ડ્રાય ફ્રૂટસનું પણ સેવન કરી શકો છો. મહાશિવરાત્રિના ઉપવાસમાં કાજુ, કિશમિશ, બાદામ, મખાના ખાઈ શકો છો. મહાશિવરાત્રિ દરમિયાન રતાળુનો શિરો ખાઈ શકો છો. એકલા રતાળુ પણ બાફીને ખાઈ શકો છો.

એના સિવાય તમારે જે બાબતનું ધ્યાન રાખવાનું છે, તેમાંય ખાસ કરીને લસણ-કાંદાનું સેવન કરશો નહીં. સફેદ મીઠું પણ ખાશો નહીં. ઉપવાસ દરમિયાન ચોખા, ઘઉં, બાજરી-મકાઈનું સેવન કરશો નહીં. આ ઉપરાંત, મગફળી, રાજમા, ચણા-મટર વગેરેનું સેવન કરવાનું ટાળો. શિવરાત્રિમાં આલ્કોહલ કે માંસનું સેવન કરશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!