…તો માર્ચ મહિનાના અંત સુધીમાં મેટ્રો મારફત બીકેસીથી વરલી સુધી પહોંચવાનું બનશે સરળ
મુંબઈઃ જો બધુ યોજના પ્રમાણે ચાલ્યુ તો મુંબઈગરાઓને માર્ચ મહિનાના અંત સુધી સુધીમાં મેટ્રોના વધુ એક કોરિડોરની ભેટ મળી શકે છે. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસી)એ પોતાની કોલાબા-બાંદ્રા-સિપ્ઝ અંડરગ્રાઉન્ડ મેટ્રો-થ્રી પ્રોજેક્ટ અંગે જાણકારી આપી હતી.
બીકેસી-કોલાબા વચ્ચેની કામગીરીને માહિતી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ અન્વયે 93.1 ટકા કામ પૂરું થયું છે અને માર્ચ મહિનાના અંત સુધીમાં પૂરું થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. મહાયુતિની જીત પછી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રોજેક્ટની સમીક્ષા કરીને આ પ્રોજેક્ટનું કામ 100 દિવસમાં પૂરું કરવાના એજન્ડામાં સમાવેશ કર્યો હતો.
હાલના તબક્કે મુંબઈ મેટ્રોના મહત્ત્વપૂર્ણ ફેઝમાં બીકેસી-આચાર્ય અત્ર ચોક અને વરલી સ્ટેશનનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે, ત્યારપછી મેટ્રોની સર્વિસ ચાલુ કરી શકાય છે. એમએમઆરસીએલના અધિકારીએ કહ્યું હતું કે ફેઝ2એના નિર્માણ કાર્ય સાથે તેના સ્ટ્રક્ચર અને સિસ્ટમેટિક ફંક્શનને અંતિમ રુપ આપવામાં આવશે.
અન્ય સેફ્ટી સર્ટિફિકેટ પ્રાપ્ત કરવામાં આવ્યા પછી જરુરી મંજૂરીઓ મેળવવામાં આવશે. સંપૂર્ણ કોરિડોર ચાલુ કરવાથી મુંબઈગરાઓને મેટ્રોમાં મુસાફરી કરવાનું વધુ સુલભ બની શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
અહીં એ જણાવવાનું કે મુંબઈ મેટ્રો-થ્રીનો કોરિડોર 33.5 કિલોમીટર લાંબો છે. અહીંના કોરિડોરના 27 સ્ટેશન છે. કફ પરેડથી બીકેસી અને જેવીએલઆરને જોડવાનું કામ કરે છે. 12.69 કિલોમીટર લાંબા પહેલા તબક્કાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ઉદ્ધાટન કર્યું હતું. હવે આગામી મહિનામાં વધુ એક કોરિડોરને ખોલવામાં આવશે, જે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)થી આચાર્ય અત્રે ચોક સુધી છે, તેથી મેટ્રો થ્રીના પ્રવાસીઓને છેક વરલી જવાનો માર્ગ મોકળો બનશે. મેટ્રો-થ્રીના પ્રવાસીઓને બીકેસીથી વરલી સુધી મેટ્રોની કનેક્ટિવિટી મળશે.