July 1, 2025
એસ્ટ્રોલોજી

Valentine’s Day Special: આ ત્રણ રાશિના જાતકો હોય છે ‘રબ ને બના દી જોડી’, તમારી અને તમારા પાર્ટનરની રાશિ પણ છે ને?

Spread the love

આજે 14મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે. દુનિયાભરમાં આજે પ્રેમી પંખીડાઓ એકબીજામાં ખોવાઈ જઈને પ્રેમની અભિવ્યક્તિ કરી રહ્યા છે ત્યારે આજે આપણે વાત કરીશું મેડ ફોર ઈચ અધર રાશિન જાતકો વિશે. પ્રેમની વાત આવે ત્યારે આપણને રાધા-કૃષ્ણા, લૈલા-મજનુ, હીર-રાંઝાનું નામ સૌથી પહેલાં મગજમાં આવે અને એમાં પણ રાધા-કૃષ્ણ વચ્ચેનો પ્રેમ વિશ્વભરમાં પ્રખ્યાત છે કે પ્રેમમાં માનનારા દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય જ કે તેમની લવસ્ટોરી પણ રાધા-કૃષ્ણ જેવી જ શુદ્ધ હોય.
toi image source
જ્યોતિષશાસ્ત્રમાં પણ કેટલીક એવી રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે કે જેમને રાધા-કૃષ્ણની જોડી માનવામાં આવે છે. આ કપલનો સાથ સાત જન્મો સુધીનો હોય છે અને આજે અમે અહીં તમને ત્રણ રાશિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ રાશિના જાતકોને મેડ ફોર ઈચ અધર માનવામાં આવે છે. તમે પણ જોઈ લો આ ત્રણ રાશિમાં તમારી અને તમારા પાર્ટનરની રાશિ પણ છે ને…

મેષ અને કુંભ: આ યાદીમાં સૌથી પહેલા આવે છે મેષ અને કુંભ રાશિ. આ બંને રાશિના જાતકો વચ્ચે ખૂબ જ સારો મનમેળ જોવા મળે છે. એટલું જ નહીં પણ આ રાશિના જાતકો એકબીજાને ખૂબ જ સારી રીતે સમજી લે છે. તેઓ ખૂબ જ રોમેન્ટિક ટાઈપના હોય છે અને જીવનમાં એડવેન્ચર કરવાનું પસંદ કરે છે. એકબીજા સાથે સમય પસાર કરવો ગમે છે. બંને રાશિના જાતકો તાળમેળ જાળવીને આગળ વધવાનું ખૂબ જ સારી રીતે સમજે છે, જેને કારણે આ રાશિના જાતકોનું વૈવાહિક જીવન પણ ખૂબ જ ખુશ-ખુશહાલ રહે છે.

વૃષભ અને કન્યાઃ આગળ વધીએ અને વાત કરીએ વૃષભ અને કન્યા રાશિના જાતકો વિશે. આ રાશિના જાતકો પણ એકદમ પરફેક્ટ કપલ હોય છે. આ રાશિના જાતકો એકબીજાને સંપૂર્ણ માન-સમ્માન આપે છે. આત્મવિશ્વાસ વધારવા માટે હંમેશાં આગળ રહે છે અને દરેક પરિસ્થિતિમાં સાથે ઉભા રહે છે. પારિવારિક જીવન સુખમય રહે છે. બંનેને જીવનમાં કંઈક નવું શોધવાનું ગમે છે. બંને વચ્ચે પુષ્કળ પ્રેમની ભાવના જોવા છે.

તુલા અને વૃશ્ચિકઃ ત્રીજી રાશિ છે તુલા અને વૃશ્ચિક રાશિ. આ બે રાશિના જાતકો પણ એકબીજા માટે પરફેક્ટ મેચ હોય છે. એટલું જ નહીં પણ આ બંને રાશિના જાતકોનો સંબંધ રાધા-કૃષ્ણ સાથે હોવાનું કહેવાય છે. રોમેન્ટિક મિજાજની આ રાશિ હોય છે. બંને જણ પોતાના ગોલ સુધી પહોંચવા માટે સખત મહેનત કરે છે. બંન્નેનો સ્વભાવ અલગ અલગ હોય છે અને એક બીજાને ખૂબ જ સારી રીત સમજીને જીવનમાં આગળ વધવામાં વિશ્વાસ રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!