રતન ટાટાનો ‘દોસ્ત’ શાંતનુ નાયડુને જનરલ મોટર્સમાં મળી મોટી જવાબદારી
મુંબઈઃ દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન પછી તેમના પરિવારની સાથે તેમને આસિસ્ટ કરનારા નવયુવાનનું નામ ચર્ચામાં હતું. દિવગંત રતન ટાટાના સહયોગી એવા શાંતનુ નાયડુએ લોકોમાં વિશેષ લોકચાહના પણ મેળવી હતી, ત્યારે તાજેતરમાં શાંતનુ નાયડુને ટાટા મોટર્સમાં મોટી જવાબદારી મળી છે. શાંતનુને ટાટા મોટર્સમાં જનરલ મેનેજર અને સ્ટ્રેટેજિક ઇનિશિએટિવ્સનો પ્રમુખ બનાવવામાં આવ્યો છે. આ બાબત અંગે શાંતનુએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી છે અને ખુશી વ્યક્ત કરી છે.
‘એક સર્કલ થયું પૂરું’
શાંતનુ નાયડુએ સોશિયલ મીડિયા પર સૌથી મોટી જાણકારી વ્યક્ત કરતા લખ્યું હતું કે મને જનરલ મોટર્સમાં જનરલ મેનેજર તરીકે ન્યૂ ઈનિંગ શરુ કરી છે. મારા પિતા નિવૃત્ત થયા પછી નેવી પેન્ટ પહેરી ઘરે પાછા ફરતા ત્યારે હું તેમની આતુરતાથી રાહ જોતો હતો. આજે મને જનલ મોટર્સમાં મોટી જવાબદારી મળી છે, તેથી આજે એ સર્કલ પૂરું થયું છે.
રતન ટાટાની મિત્રતાએ રંગ રાખ્યો
હવે જો તમારા મનમાં સવાલ થયો હોય કે આ શાંતનુ નાયડુ કોણ છે તો ઓટોમોબાઈલ એન્જિનિયર છે. ડોગ લવર્સ શાંતનુ નાયડુએ વર્ષ 2014માં સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી, ત્યાર પછી 2016માં કોર્નેલ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું. 2018માં શાંતનુ નાયડુએ રતન ટાટાના સહાયક તરીકે કામ કરવાનું શરૂ કર્યું. બિઝનેસ આઇકોન સાથેની તેની મિત્રતાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. અગાઉ રતન ટાટા માટે બર્થ-ડે ગીત ગાતા શાંતનુ નાયડુનો એક વીડિયો વાયરલ થયો હતો.
બેઘર શ્વાનની ટેક્નિક કામમાં લાગી
સૌથી મહત્ત્વની વાત એ હતી કે શાંતનુ નાયડુએ 2014માં બેઘર શ્વાનને ઝડપી કારથી બચાવવા માટે એક ટેક્નિક વિકસાવી હતી અને એનાથી રતન ટાટા પ્રભાવિત થયા હતા. રતન ટાટા રખડતા શ્વાન પ્રત્યેના પ્રેમ માટે શાંતનુની ટેક્નિકથી વાકેફ થયા હતા, ત્યારબાદ રતન ટાટાએ પણ તેના પ્રોજેક્ટમાં રોકાણ કર્યું હતું, ત્યાર પછી શાંતનુના ગાઈડ, ફ્રેન્ડ અને બોસ બન્યા હતા.