July 1, 2025
ટોપ ન્યુઝબિઝનેસ

Budget: કેન્દ્રીય બજેટમાં કોને મળ્યું સૌથી વધુ નાણાકીય ભંડોળ?

Spread the love

વિદેશ મંત્રાલય સાથે સાત પડોશી દેશને કેટલી મળી મદદ?

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન નિર્મલા સિતારમણે શનિવારે મોદી સરકારવતીથી આઠમું બજેટ રજૂ કર્યું અને ઈન્કમટેક્સમાં 12.75 લાખની આવક ધરાવનારાને રાહત આપવાની વાતથી લાઈમલાઈટમાં રહ્યા છે. સૌથી મોટી બાબત તો બજેટમાં મોટા ખાતા ધરાવનારા પ્રધાનોને સૌથી વધુ ભંડોળ ફાળવવામાં આવ્યું છે, જેને લઈ પ્રધાનો પણ ચર્ચામાં રહ્યા છે.

કેન્દ્રીય નાણા પ્રધાને 50 લાખ કરોડ રુપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું છે, જેમાં રાજ્યોને 25 લાખ કરોડથી વધુ મળશે. મંત્રાલયની વાત કરીએ તો રાજનાથ સિંહના સંરક્ષણ મંત્રાલયે 6.80 લાખ કરોડનું ભંડોળ મળ્યું છે, જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને 2.44 લાખ કરોડનું ફંડ ફાળવ્યું છે.

નાણા મંત્રાલયને 19.3 લાખ કરોડ, નાગરિક ઉડ્યન મંત્રાલયને 2,400 કરોડ, વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલયને 18,446 કરોડ, ટેલિકોમ મંત્રાલયને 1.08 લાખ કરોડ, એજ્યુકેશન 1.28 લાખ કરોડ, આઈટી 26,000 કરોડ, વિદેશ મંત્રાલય 20,000 કરોડ, રેલવે મંત્રાલયને 2.55 લાખ કરોડ, ઊર્જા મંત્રાલયને 21,000 કરોડ અને અંતરિક્ષ મંત્રાલયને 13,000 કરોડ ફાળવ્યા છે.

કૃષિ મંત્રાલયને 1.37 લાખ કરોડ રુપિયા ફાળવ્યા છે, જ્યારે તેનાથી વધુ નીતિન ગડકરીના રોડ પરિવહન મંત્રાલયને 2.87 લાખ કરોડ ફાળવ્યા છે. સૌથી વધુ ભંડોળ સંરક્ષણ મંત્રાલયને ફાળવ્યું છે, જ્યારે રોડ પરિવહન, રેલવે અને કૃષિ મંત્રાલયનો નંબર આવે છે. મોટા ખાતાઓ માટે સૌથી વધુ ભંડોળ ફાળવણી માટે ખર્ચની દૃષ્ટિએ અને દેશના પરિવહન, સંરક્ષણ સહિત અન્ય મુદ્દા કારણભૂત છે. દરેક બજેટમાં ડિફેન્સ, ગૃહ મંત્રાલય, કૃષિ, રેલવે અને નાણા મંત્રાલયને સૌથી વધુ ભંડોળ ફાળવવામાં આવે છે.


સાત પડોશી દેશનું ધ્યાન રાખ્યું

નાણા પ્રધાને મહત્ત્વના મંત્રાલયોને ભંડોળ ફાળવણી સાથે સાથી પડોશી રાષ્ટ્રો માટે પણ નાણાકીય ભંડોળની ફાળવણી કરી હતી. વિદેશી દેશોને અપાતી આર્થિક મદદ હેઠળ સરકારે 5,483 કરોડની ફાળવણી કરી છે. ગયા વર્ષની તુલનામાં આ વખતે આંશિક ઘટાડો કર્યો છે. અગાઉ 5,860 રુપિયાની ફાળવણી કરી હતી. વિદેશ મંત્રાલયનું બજેટ 20,516 કરોડથી વધુ છે. સૌથી વધુ ભૂતાનને મદદ કરવામાં આવી છે, ત્યારબાદ માલદીવ, અફઘાનિસ્તાન, મ્યાનમાર, નેપાળ-બાંગ્લાદેશને આર્થિક સહાય યથાવત રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!