Budget Special: બજેટમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે
10 લાખ સુધીની આવકવાળાને ટેક્સ ફ્રીના દાયરામાં લાવવાની અપેક્ષા
નવી દિલ્હીઃ આ વખતે પહેલી ફ્રેબ્રુઆરીના બજેટ છે. આ વખતનું અંદાજપત્ર સરકાર લોકપ્રિય બનાવવાની કોશિશ કરી શકે છે. નાણા પ્રધાન નિર્મલા સિતારમણનું આઠમું બજેટ હશે, જ્યારે આ વખતે સરકારવતીથી મોટી જાહેરાતો કરવાની અપેક્ષા રાખવામાં આવી શકે છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીને કારણે નરેન્દ્ર મોદી સરકાર મધ્યમ વર્ગથી લઈને ખેડૂત અને આમ આદમી માટે મહત્ત્વની રાહતલક્ષી બજેટ જાહેર કરે તો નવાઈ નહીં.
શું સસ્તું થઈ શકે
– પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. એક્સાઈઝ ડૂયટીમાં ઘટાડો થઈ શકે છે. અત્યારે પેટ્રોલના ભાવમાં 19.90 રુપિયા અને ડીઝલમાં 15.80 રુપિયાની ડૂયટી લાગે છે.
– કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સાથે સંકળાયેલા પાર્ટસની ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટી શકે છે, જ્યારે એના પર 20 ટકા ડ્યૂટી લાગી શકે છે. મોબાઈલ વગેરે વસ્તુના ભાવમાં ઘટી શકે છે.
– ગોલ્ડ-સિલ્વર પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી શકે છે, જેનાથી સોના-ચાંદીના ભાવમાં વધારો થશે. હાલમાં છ ટકા ડ્યૂટી લગાવવામાં આવે છે.
ઈન્કમટેક્સમાં રાહત થશે
– આવકવેરાની મર્યાદામાં દસ લાખ રુપિયા સુધી છૂટ મળી શકે છે.
– પંદર લાખ રુપિયાથી 20 લાખ રુપિયાની વચ્ચેની આવકવાળા માટે 25 ટકાનો નવો ટેક્સ બ્રેકેટ લગાવી શકે છે, જ્યારે હાલમાં છ ટેક્સ બ્રેકેટ છે. પંદર લાખ રુપિયાથી વધુ આવક પર 30 ટકા ટેક્સ લેવામાં આવે છે.
– નવા ટેક્સ રેજિમમાં બેઝિક એક્ઝમ્પશનની લિમિટ ત્રણ લાખ રુપિયાથી વધારીને પાંચ લાખ રુપિયા કરી શકાય છે. સરકારની નવી જાહેરાત અન્વયે મોટા ભાગના લોકો નવા ટેક્સ રેજિમને અપનાવે. નવા રેજિમ જૂનાની તુલનામાં વધારે સરળ છે તેમ જ દસ્તાવેજોની કોઈ માથાકૂટ નથી.
ખેડૂતોને મળી શકે મોટી રાહત
– પીએમ કિસાન સન્નાન નિધિ અન્વયે વર્ષે છ હજારના બદલે 12,000 રુપિયાની ફાળવણી કરી શકાય છે. આ યોજનામાં અત્યારે 9.4 કરોડથી વધીને ત્રણ હપ્તામાં બે બે હજાર રુપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.
– આયુષમાન ભારત યોજનાની લિમિટ વધારવામાં આવશે. આર્થિક રીતે નબળા અને 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને આ યોજનાનો ફાયદો મળે છે, જ્યારે યોજનામાં 36 કરોડથી વધુ કાર્ડ બનાવવામાં આવ્યા છે.
– અટલ પેન્શન યોજના અન્વયે ભંડોળને ડબલ કરી શકાય છે. હાલમાં મહત્તમ માસિક પેન્શન પાંચ હજાર રુપિયા છે, જ્યારે સાત કરોડથી વધુ લોકો યોજનાનો લાભ લે છે.