65 વર્ષના બોલીવૂડના એક્ટરે કર્યા ફરી લગ્ન? ફોટો શેર કરતાં ફેન્સ થયા કન્ફ્યુઝ…
હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ગયા ને? આ સાથે સાથે જ કોણ છે આ અભિનેતા એ જાણવાની તાલાવેલી થઈ ગઈ ને? ફેન્સ પણ આ અભિનેતાએ શેર કરેલાં ફોટો જોઈને ગૂંચવાઈ ગયા છે અને કેટલાક યુઝર્સને તો એવી અટકળો પણ લગાવી હતી કે આ અભિનેતાએ ફરી લગ્ન કરી લીધા છે. ચાલો તમને જણાવીએ આ અભિનેતા વિશે-
આ બોલીવૂડ એક્ટર બીજું કોઈ નહીં પણ બોમન ઈરાની છે. જોકે, તમે જેવું વિચારી રહ્યા છો એવું કશું જ નથી. 65 વર્ષના બોમન ઈરાનીએ પોતાની 40મી વેડિંગ એનિવર્સરી પર પોતાની જ પત્ની ઝેનોબિયા ઈરાની સાથે બીજી વખત લગ્ન કર્યા છે. એક્ટરે પોતાના સોશિયલ મીડિયા પર આ વેડિંગ, સેલિબ્રેશનના ફોટો વાઈરલ થઈ રહ્યા છે.
શેર કરવામાં આવેલા ફોટોમાં બોમન ઈરાની અને ઝેનોબિયાના માથા પર તિલક જોવા મળી રહ્યું છે અને ગળામાં વરમાળા પર જોવા મળી રહી છે. આ સાથે ફોટોમાં જેનોબિયાના હાથમાં હાર્ટશેપના બલૂન પર આઈ લવ યુ પણ લખવામાં આવ્યું છે. બોમન ઈરાનીએ આ ફોટો શેર કરીને કેપ્શનમાં પત્ની પર પ્રેમ વરસાવતા લખ્યું છે કે જ્યારે આખી દુનિયા વિચારે છે કે તું ખૂબ જ પ્રેમાળ પરી છે તો મને ખૂબ જ માઠું લાગે છે. માત્ર હું જ જાણું છું કે તું કેટલી મોટી મુસીબત બની શકે છે. 40 વર્ષનો અનુભવ છે. જોકે, કોણ એક પરિવાર સાથે લગ્ન ના કરવા માંગે?
તેમણે પોતાની પોસ્ટમાં આગળ એવું પણ લખ્યું છે કે આ જ એ કોમ્બો છે જેણે મને શેપ આપ્યો છે. મને હુંથી અમે બનાવ્યું. અમારા પરિવારને આકાર આપ્યો છે. અમે હસતાં રમતાં 40 વર્ષ વિતાવ્યા. મારા જૂના મિત્ર હું તને ખૂબ જ પ્રેમ કરું છું.
બોમન ઈરાનીએ પોસ્ટ પર ફરાહ ખાને કમેન્ટ કરતાં લખ્યું હતું કે એનિવર્સરીની શુભેચ્છાઓ. અહીં તું અને હું હોત, જો તે થોડી વધારે રાહ જોઈ હોત તો. અહીંયા તમારી જાણ માટે કે બોમન અને ઝેનોબિયાએ લવ મેરેજ કર્યા હતા. ઝેનોબિયા બોમનની ફેમિલી શોપ પર ચિપ્સ ખરીદવા ગઈ હતી એ સમયે બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. આજે આ કપલ બે બાળકના પેરેન્ટ્સ છે.